Madhya Pradeshમાં કથિત ગોડસે ભક્ત થયા કોંગ્રેસમાં સામેલ, પૂર્વ સીએમ કમલનાથ પણ રહ્યાં હાજર

|

Feb 25, 2021 | 6:32 PM

Madhya Pradesh  હિન્દુ મહાસભાના નેતા બાબુલાલ ચૌરસિયા હવે કોંગ્રેસમાં જોડાયા છે. તેઓ Madhya Pradesh  માં પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા કમલનાથની હાજરીમાં પાર્ટીમાં જોડાયા હતા. અત્રે નોંધનીય છે કે બાબુલાલ ચૌરસિયા 2017 માં ગ્વાલિયરમાં મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેની પ્રતિમાની સ્થાપનાના કાર્યક્રમમાં સામેલ હતા.

Madhya Pradeshમાં કથિત ગોડસે ભક્ત થયા કોંગ્રેસમાં સામેલ, પૂર્વ સીએમ કમલનાથ પણ રહ્યાં હાજર

Follow us on

Madhya Pradesh  હિન્દુ મહાસભાના નેતા બાબુલાલ ચૌરસિયા હવે કોંગ્રેસમાં જોડાયા છે. તેઓ Madhya Pradesh  માં પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા કમલનાથની હાજરીમાં પાર્ટીમાં જોડાયા હતા. અત્રે નોંધનીય છે કે બાબુલાલ ચૌરસિયા 2017 માં ગ્વાલિયરમાં મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેની પ્રતિમાની સ્થાપનાના કાર્યક્રમમાં સામેલ હતા. કોંગ્રેસ મહાત્મા ગાંધીની હત્યા કરનારા નાથુરામ ગોડસેનો ખુલ્લેઆમ વિરોધ કરે છે. જ્યારે હિન્દુ મહાસભા સમય-સમય પર ગોડસેનું સન્માન કરવાની તક ચૂકતી નથી.

આવી સ્થિતિમાં તે સમજી શકાય છે કે હિન્દુ મહાસભા અને કોંગ્રેસ બંને એકબીજાની વિરુદ્ધ છે. બાબુલાલ ચૌરસિયા ગ્વાલિયરના કાઉન્સિલર પણ છે. જો કે કોંગ્રેસમાં જોડાયા બાદ તેમણે કહ્યું કે, હું જન્મથી કોંગ્રેસી છું. પાલિકાની ચૂંટણીમાં ટિકિટ ન મળતાં મેં પાર્ટી છોડી દીધી હતી. હું હિન્દુ મહાસભામાં જોડાયો લડ્યો અને જીત્યો. પાછળથી, મને સમજાયું કે હું તેમની વિચારધારામાં બંધ બેસતો નથી. ‘

જો કે આ અંગે હિન્દુ મહાસભાના બીજા નેતાએ કહ્યું કે, ‘કોંગ્રેસ તૂટવાની આરે છે. તેથી, કમલનાથ જી હિન્દુ મહાસભાના લોકોને  પાર્ટીમાં સામેલ કરી રહ્યાં છે કે  કારણ કે તેમની પાસે કાર્યકરો નથી. તેમણે કહ્યું કે (બાબુલાલ ચૌરસિયા) સ્ટેમ્પ પેપર પર સંસ્થાના જીવન સભ્ય તરીકે શપથ લીધા હતા. કોંગ્રેસે તેમને ખરીદયા છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

ગ્વાલિયરમાં કોંગ્રેસના ધારાસભ્ય પ્રવિણ પાઠકે બાબુલાલ ચૌરસિયાને સમર્થન આપતાં કહ્યું હતું કે, ‘પહેલા તો તે કોંગ્રેસમાં હતા પરંતુ તેઓ લડ્યા અને હિન્દુ મહાસભામાંથી કાઉન્સિલર તરીકે ચૂંટાયા. અમારા પક્ષના નેતા (રાહુલ ગાંધીએ) તેમના પિતાના હત્યારાઓને માફ કર્યા છે. તેઓ ઘણા મોટા દિલના છે. તેમના કારણે જ ગોડસેની ઉપાસના કરનાર વ્યક્તિએ ગાંધીજીની ઉપાસના શરૂ કરી. ‘

Next Article