Gujaratમાં કોંગ્રેસે પાંચ લાખ વિદ્યાર્થીઓની એક સત્રની ફી માફીની માગ કરી

|

Jan 27, 2021 | 7:30 PM

Gujaratમાં વિવિધ અભ્યાસક્રમોમાં ઉચ્ચ શિક્ષણ મેળવતા પાંચ લાખ વિદ્યાર્થીઓની તાત્કાલીક એક સત્ર ફી માફી માટે કોંગ્રેસ પક્ષના પ્રવકતા ડૉ. મનિષ દોશીની માંગ કરી છે. તેમણે જણાવ્યું છે કે રાજ્યની ખાનગી મેડીકલ, ડેન્ટલ સહિતની કોલેજોએ આ વર્ષની ફીમાં રૂ. ૧૦,૦૦૦ થી ૮૩,૦૦૦ નો વધારો ઝીંક્યો છે.

Gujaratમાં કોંગ્રેસે પાંચ લાખ વિદ્યાર્થીઓની એક સત્રની ફી માફીની માગ કરી

Follow us on

Gujaratમાં વિવિધ અભ્યાસક્રમોમાં ઉચ્ચ શિક્ષણ મેળવતા પાંચ લાખ વિદ્યાર્થીઓની તાત્કાલીક એક સત્ર ફી માફી માટે Congress પક્ષના પ્રવકતા ડૉ. મનિષ દોશીની માંગ કરી છે. તેમણે જણાવ્યું છે કે રાજ્યની ખાનગી મેડીકલ, ડેન્ટલ સહિતની કોલેજોએ આ વર્ષની ફીમાં રૂ. ૧૦,૦૦૦ થી ૮૩,૦૦૦ નો વધારો ઝીંક્યો છે. તેમજ સરકારી, સોસાયટી અને ખાનગી કોલેજોના સંચાલકો વિદ્યાર્થીઓ પાસે શૈક્ષણીક કાર્ય શરૂ થયુ ના હોવા છતાં ફી માટે કડક ઊઘરાણી કરી રહ્યા છે અને દબાણ કરીને ફી ભરવા મજબૂર કરી રહ્યા છે.

Congress પ્રવક્તાએ વધુમાં ઉમેર્યું કે ફી નહી ભરે તો પરિક્ષા ફોર્મ અને રજીસ્ટ્રેશનની આગળની કાર્યવાહી કરવામાં નહીં આવે તેવું સ્પષ્ટ દબાણ કરી રહ્યાં છે. સામાન્ય અને મધ્યમવર્ગના વાલીઓ વ્યાપક પ્રમાણમાં આર્થીક હાલાકી હોવા છતાં ગમે તેમ કરીને ફીની ઉંચી રકમ ભરવા માટે મજબુર બન્યા છે.

હાલ લોકો મંદી, મોંઘવારી થી આર્થિક હાલાકી ભોગવી રહેલા સામાન્ય – મધ્યમવર્ગના પરિવારોને કોરોના મહામારી – લોકડાઉનને લીધે ભારે આર્થિક મુશ્કેલીમાં સપડાઈ ગયા છે.રાજ્યમાં છ સરકારી, સોસાયટીની આઠ અને લ્ફ ફાઈનાન્સ ૧૫ કોલેજોમાં ૫૫૦૦ બેઠકો છે. સરકારી કોલેજમાં ૨૫૦૦૦ વાર્ષિક ફી, સોસાયટીની કોલેજમાં ૩.૫૦ થી ૧૫ લાખ અને સેલ્ફ ફાયનાન્સમાં ૮ લાખ થી ૨૮ લાખ સુધીની ફી વસૂલવામાં આવી રહી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

રાજ્યના તબીબી શિક્ષણ MBBS,MD,MS,BDS,BAMS,BHMS અને પેરામેડીકલ શિક્ષણની એક સત્રની ફી માફ કરવા રાજ્યપાલને કોંગ્રેસ પક્ષના પ્રતિનિધીશ્રી મંડળ દ્વારા વિસ્તૃત તાર્કિક કારણો સાથે લેખીત-રૂબરૂ રજુઆત કરવામાં આવી હતી. ત્યારબાદ, બે વખત લેખિતમાં સમગ્ર રાજ્યની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ એક સત્ર ફી રાહત માટે પુનઃ રજુઆત કરવામાં આવી હતી. જેમાં નામદાર વડી અદાલતે પણ રાજ્ય સરકારને ફી માફી માટે નિર્ણય લેવા જણાયું છે, પણ આજદિન સુધી ફી માફીનો નિર્ણય કરવામાં આવેલ નથી. રાજ્યના મેડીકલ, ડેન્ટલ સહિતના ઉચ્ચ અભ્યાસક્રમના પાંચ લાખ વિદ્યાર્થીઓના શિક્ષણના અધિકાર અને એક સત્ર ફી માફી માટે કોંગ્રેસપક્ષ આગામી સમયમાં આંદોલનાત્મક ધરણાનો કાર્યક્રમ આપશે.

Next Article