કયા વિભાગના કેટલા કામો પેન્ડિંગ છે ? જવાબ સાંભળીને પ્રજાને તો છોડો CM પોતે ચોંકી ગયા!

મુખ્યમંત્રી આવાસમાં છેલ્લાં 3 દિવસથી સતત રીવ્યુ બેઠકોનો દોર યથાવત જોવા મળી રહ્યો છે.ભલે એ પાણીની સમસ્યા હોય કે માર્ગ-મકાન વિભાગની સમસ્યાં હોય કે પછી સૌની યોજના કે સુજલામ સુફલામ યોજનાની વાત હોય , તમામ મુદ્દા પર જે-તે વિભાગના અધિકારી અને મંત્રીઓ સાથે મુખ્યમંત્રી રૂબરૂમાં ચર્ચા કરી રહ્યાં છે.   TV9 Gujarati   Web Stories […]

કયા વિભાગના કેટલા કામો પેન્ડિંગ છે ? જવાબ સાંભળીને પ્રજાને તો છોડો CM પોતે ચોંકી ગયા!
Follow Us:
Nirmal Dave
| Edited By: | Updated on: Feb 05, 2019 | 5:37 PM

મુખ્યમંત્રી આવાસમાં છેલ્લાં 3 દિવસથી સતત રીવ્યુ બેઠકોનો દોર યથાવત જોવા મળી રહ્યો છે.ભલે એ પાણીની સમસ્યા હોય કે માર્ગ-મકાન વિભાગની સમસ્યાં હોય કે પછી સૌની યોજના કે સુજલામ સુફલામ યોજનાની વાત હોય , તમામ મુદ્દા પર જે-તે વિભાગના અધિકારી અને મંત્રીઓ સાથે મુખ્યમંત્રી રૂબરૂમાં ચર્ચા કરી રહ્યાં છે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

આજે યોજાયેલી બેઠકમાં તમામ મંત્રીઓ જે-તે વિભાગના સચિવો સહિત હાજર તો થઈ ગયા અને મુખ્યમંત્રીએ રીવ્યુ કરવાની શરૂઆત કરી. તમામ વિભાગના અધિકારીઓને પુછવામાં આવ્યું કે પ્રજા દ્વારા અરજી થઈ હોય તેવા કેટલા પેન્ડિંગ કામો છે ? ધારાસભ્યો તેમજ સાંસદ સભ્યો દ્વારા અરજી કરાઈ હોય તેવા કેટલા કામો પેન્ડિંગ છે ? એક પછી એક તમામ વિભાગના સચિવોએ આંકડા બોલવાની શરૂઆત કરી જો કે જેમ-જેમ આંકડા સામે આવતાં ગયા તેમ-તેમ મુખ્યમંત્રીની ભ્રમરો ઊંચી થવા લાગી.

મુખ્યમંત્રીની આંખો મોટી ત્યારે થઈ ગઈ કે જ્યારે તેમના ધ્યાને આવ્યું કે લગભગ દરેક મંત્રીના વિભાગમાં સરેરાશ 10 હજાર જેટલી અરજીઓ પેન્ડિંગ છે બીજી તરફ સૌથી આશ્વર્યજનક વાત એ હતી કે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન કે જેઓ માર્ગ-મકાન વિભાગ, આરોગ્ય વિભાગ અને નાણાં વિભાગની મળી કુલ 32 હજાર જેટલી અરજીઓ પેન્ડીંગ છે. જો કે હવે આખરે તમામ અધિકારીઓ પાસેથી મુખ્યમંત્રીએ તાત્કાલિક તમામ પેન્ડિંગ કામોની યાદી માગી છે.

[yop_poll id=1126]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">