જાણો કેવી રીતે ગુજરાત સરકારમાં મંત્રી મંડળનું વિસ્તરણ કરવાથી ભાજપને પેટાચૂંટણીમાં થઈ શકે છે નુકસાન

|

Sep 01, 2019 | 11:23 AM

લોકસભાની ચૂટણીના પરિણામ જાહેર થતાની સાથે જ ગુજરાતમા મંત્રીમંડળના વિસ્તરણને લઇને ધમધમાટ શરૂ થઇ ગયો હતો. જવાહર ચાવડા અને કુંવરજી બાવળીયાને મંત્રી પદ મળ્યા બાદ ભાજપના અડધો ડઝનથી વધુ MLAએ પોતાને મંત્રી મંડળમાં સમાવેશ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેને લઈ એક સમયે ખટરાગની પરિસ્થિતિ ઉભી થઈ હતી. જો કે અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ […]

જાણો કેવી રીતે ગુજરાત સરકારમાં મંત્રી મંડળનું વિસ્તરણ કરવાથી ભાજપને પેટાચૂંટણીમાં થઈ શકે છે નુકસાન
bjp

Follow us on

લોકસભાની ચૂટણીના પરિણામ જાહેર થતાની સાથે જ ગુજરાતમા મંત્રીમંડળના વિસ્તરણને લઇને ધમધમાટ શરૂ થઇ ગયો હતો. જવાહર ચાવડા અને કુંવરજી બાવળીયાને મંત્રી પદ મળ્યા બાદ ભાજપના અડધો ડઝનથી વધુ MLAએ પોતાને મંત્રી મંડળમાં સમાવેશ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેને લઈ એક સમયે ખટરાગની પરિસ્થિતિ ઉભી થઈ હતી. જો કે અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ અટકળોને હાલ પૂર્ણ વિરામ લાગ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

 

આ પણ વાંચોઃ HSRP નંબર પ્લેટ લગાવવાની મુદ્દત પૂર્ણ, HSRP વિનાના વાહનચાલકોને ફટકારાશે દંડ

સામાન્ય રીતે મંત્રી મંડળમાં ક્યારે અને કોનો સમાવેશ કરવો આ બધી સત્તા મુખ્યપ્રધાન પાસે જ હોય છે. જો કે વાત જ્યારે ભાજપ સરકારની હોય અને ગુજરાતને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાનો હોય તો અંતિમ નિર્ણય કેન્દ્રીય સંગઠન દ્વારા અને તેમા પણ ગૃહ પ્રધાન અમિત શાહનો જ હોય છે. ગૃહ પ્રધાને ગુજરાત મુલાકાત સમયે સીએમ તથા રાજ્ય ગૃહ મંત્રી પ્રદીપ સિંહ જાડેજા અને પ્રદેશ અધ્યક્ષ સાથે બેઠક કરી હતી. જેમા સંગઠન તથા સરકારને પેટાચૂંટણીઓ માટે કવાયત હાથ ધરવા જણાવ્યું હતું. તો ઓકટોબર તથા નવેમ્બરમાં ચૂંટણી યોજાશે. જેથી હાલ મંત્રી મંડળમાં કોઈ ફેરફાર ન કરવાનું સૂચન થયું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પ્રકારનો નિર્ણયના મુખ્ય 2 કારણ માનવામા આવી રહ્યા છે. પ્રથમ તો મધ્ય ગુજરાત સુરત તથા ઉત્તર ગુજરાતમાં અનેક દિગ્ગજ MLAનો મંત્રી મંડળમાં સમાવેશ કરવા રજૂઆત કરવામાં આવી છે. પોતે મંત્રી મંડળમાં નહીં હોય તો પાર્ટીને સ્થાનિક સ્તરે નુકસાન થાય એવી આડકતરા સંદેશ આપવામાં આવ્યા છે. અને તેની સીધી અસર પેટાચૂંટણીમાં 7 બેઠક પર ભાજપ માટે કપરા ચઢાણ સાબિત થઇ શકે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

સાથે જ જે રીતે કુંવરજી બાવળિયા, જવાહર ચાવડાને કોંગ્રેસમાંથી ભાજપમાં જોડીને ટૂંક સમયમા જ મંત્રી પણ બનાવી દેવામા આવ્યા છે. જેના કારણે મૂળ ભાજપના કાર્યકર્તાઓથી લઈ  પદાધિકારીઓમાં અન્યાયની ભાવના ઉભી થઈ હતી. અને જો હવે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહને પણ આવી રીતે મંત્રી બનાવી દેવામાં આવશે તો ક્યાંક ભાજપમાં ભર ચોમાસે ભડકો થઈ શકે છે. જેથી પેટા ચૂંટણીના અંત બાદ કોઈ નિર્ણય લેવામાં આવી શકે અથવા ત્યાં સુધી કોઈ નિર્ણય જ ન કરવામાં આવે તેવું વાતાવરણ દેખાઈ છે.

[yop_poll id=”1″]

જો કે કેન્દ્રમાં ભાજપની સરકારે 370ની કલમ દૂર કરીને પોતના માટે મતના મુદ્દાઓ ઉભા કરી લીધા છે. પરંતુ સ્થાનિક ચૂંટણીમાં સ્થાનિક નેતા અને સ્થાનિક મુદ્દાઓ અસરકારક હોય છે. ત્યારે જોવું રહ્યું કે, કોંગ્રેસના હાલ છે અને પેટાચૂંટણીમાં કોંગ્રેસ શું કરી શકશે.

Next Article