ગૃહ પ્રધાન અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ, ટ્વીટ કરીને આપી જાણકારી

|

Aug 14, 2020 | 1:01 PM

દેશના ગૃહ પ્રધાન અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવઆવ્યો છે. ગત 2 ઓગસ્ટના રોજ તેઓ કોરોનાથી સંક્રમિત થયા હતા. શુક્રવારે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેમણે ટ્વિટ મારફતે આ અંગે જાણકારી આપી છે. ગૃહ પ્રધાન અમિત શાહે લખ્યુ છે કે, આજે મારો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. હું ભગવાનનો આભાર વ્યક્ત કરું છું અને આ […]

ગૃહ પ્રધાન અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ, ટ્વીટ કરીને આપી જાણકારી

Follow us on

દેશના ગૃહ પ્રધાન અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવઆવ્યો છે. ગત 2 ઓગસ્ટના રોજ તેઓ કોરોનાથી સંક્રમિત થયા હતા. શુક્રવારે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેમણે ટ્વિટ મારફતે આ અંગે જાણકારી આપી છે. ગૃહ પ્રધાન અમિત શાહે લખ્યુ છે કે, આજે મારો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. હું ભગવાનનો આભાર વ્યક્ત કરું છું અને આ સમયમાં જે લોકોએ મારા આરોગ્યના સુધારા માટે મને તથા મારા પરિવારને શુભકામના પાઠવી હતી તે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ડોક્ટર્સની સલાહ પર હજુ મારે થોડા દિવસો સુધી હોમ આઈસોલેશનમાં રહેવુ પડશે.

 

આ પણ વાંચો: Independence Day 2020: ગેલેન્ટ્રી એવોર્ડની જાહેરાત, જાણો ક્યા રાજ્યની પોલીસને કેટલા વીરતા એવોર્ડ મળશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article