Gujarat Municipal Election Result : પીએમ મોદીએ ટવીટ કરીને લોકો અને કાર્યકરોનો આભાર માન્યો

|

Feb 23, 2021 | 7:47 PM

પીએમ મોદીએ ટવીટ કરીને કાર્યકરોનો આભાર માન્યો છે. પીએમ મોદીએ ત્રણ ટવીટ કરીને છ મહાનગરપાલિકામાં થયેલા વિજયને બિરદાવ્યો છે.

Gujarat Municipal Election Result : પીએમ મોદીએ ટવીટ કરીને લોકો અને કાર્યકરોનો આભાર માન્યો

Follow us on

Gujarat Municipal Election Result : ગુજરાતમાં છ મહાનગરપાલિકાની ચુંટણીમાં ભાજપનો વિજય થયો છે. ભાજપે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ ભાવનગર અને જામનગર બેઠક પર સત્તા જાળવી રાખવી છે. જેને લઇને પીએમ મોદીએ ટવીટ કરીને કાર્યકરોનો આભાર માન્યો છે. પીએમ મોદીએ ત્રણ ટવીટ કરીને છ મહાનગરપાલિકામાં થયેલા વિજયને બિરદાવ્યો છે.

 

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

તેમણે ટવીટમાં લખ્યું છે ગુજરાતમાં આજની જીત ખૂબ જ વિશેષ છે. બે દાયકાથી રાજ્યમાં સેવા આપતી પાર્ટી માટે આ જીત નોંધપાત્ર છે. સમાજના તમામ વર્ગ અને તેમાંય ખાસ કરીને ગુજરાતના યુવાનોના ભાજપ તરફી વ્યાપક સમર્થન જોઈને આનંદ થયો.

તેમણે ક્હ્યું કે હું દરેક કાર્યકર્તાઓ આભાર માનું છું. જેમણે લોકોને પક્ષના ધ્યેય અંગે માહિતગાર કર્યા છે. ગુજરાત સરકારની લોકલક્ષી નીતિઓના લીધે લોકોને ફાયદો થયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આ પરિણામ એ સ્પષ્ટ કરે છે લોકોએ વિકાસની રાજનીતિ અને ગુડ ગવર્નન્સમાં વિશ્વાસ મૂક્યો છે. ભાજપમાં લોકોએ ફરી વિશ્વાસ મૂક્યો તે બદલ તેમનો આભાર

 

ઉલ્લેખનીયછે કે, ગુજરાતની 6 મહાનગર પાલિકામાં ભાજપે 6 મહાનગર પાલિકા પર કબ્જો કરી લીધો છે . જેમાં 6 મહાનગરપાલિકાની 576 બેઠકોમાંથી 401 બેઠકો સાથે ભાજપે ગત ચૂંટણીનો રેકોર્ટ તોડી નાખ્યો છે. 2015ની ચૂંટણીમાં ભાજપે 389 પર જીત મેળવી હતી.

 

Next Article