ગુજરાતમાં ફરી ચૂંટણીઓના એંધાણ, ચૂંટણીપંચ પણ એક્શનમાં

|

Sep 28, 2020 | 12:14 PM

રાજયભાની ચૂંટણી દરમિયાન ગુજરાતમાં 8 વિધાનસભા બેઠકો પરથી કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. જેના કારણે ગુજરાતમાં ફરી એકવાર પેટાચૂંટણી યોજાય એવી પરિસ્થિતિ સર્જાઈ છે અને આ સાથે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી બાદ સતત ત્રીજીવાર ગુજરાતમાં પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. ગુજરાત વિધાનસભાની 8 ખાલી પડેલી બેઠકોની ચૂંટણી આગામી બે મહિનામાં યોજાશે એવી અટકળો તેજ બનતાં […]

ગુજરાતમાં ફરી ચૂંટણીઓના એંધાણ, ચૂંટણીપંચ પણ એક્શનમાં

Follow us on

રાજયભાની ચૂંટણી દરમિયાન ગુજરાતમાં 8 વિધાનસભા બેઠકો પરથી કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. જેના કારણે ગુજરાતમાં ફરી એકવાર પેટાચૂંટણી યોજાય એવી પરિસ્થિતિ સર્જાઈ છે અને આ સાથે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી બાદ સતત ત્રીજીવાર ગુજરાતમાં પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. ગુજરાત વિધાનસભાની 8 ખાલી પડેલી બેઠકોની ચૂંટણી આગામી બે મહિનામાં યોજાશે એવી અટકળો તેજ બનતાં રાજકીય ગરમીનો માહોલ છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રાજ્ય ચૂંટણી પંચે ચૂંટણી યોજવા માટે અલગ અલગ એક્શન પ્લાન પર કામ શરૂ કરી દીધું છે. હાલમાં સપ્ટેમ્બરમાં ચૂંટણી યોજાયએ ગણતરીએ તમામ તૈયારીઓ ચાલી રહી છે. આ મુદ્દે કેન્દ્રીય ચૂંટણી પંચનું માર્ગદર્શન પણ માંગવામાં આવ્યું છે, તેના કારણે ગુજરાતમાં ચૂંટણી આવી રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. મહત્વનું છે કે ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકો ખાલી પડી છે. નિયમ મુજબ આગામી ત્રણ મહિનામાં ગુજરાતમાં આ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી કરવી જરૂરી છે. કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામાં આપતાં ઓછામાં ઓછી 8 બેઠકોની તો આગામી સપ્ટેમ્બર મહિનામાં પેટાચૂંટણી યોજવી જ પડે તેમ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ગુજરાતનું ચૂંટણી પંચ ચૂંટણીની તૈયારીમાં લાગેલું છે પણ અત્યારે કોરોનાના ખતરાને કારણે પ્રચાર કરવો યોગ્ય છે કે કેમ એ સવાલ છે. આ કારણે કેન્દ્રીય ચૂંટણીપંચ પાસે મામલો ગયો છે અને આખરી નિર્ણય કેન્દ્રીય ચૂંટણીપંચ જ લેશે. માર્ચ મહિનામાં કોંગ્રેસના 5 ધારાસભ્યોએ 15 અને 16 માર્ચ દરમિયાન રાજીનામાં આપ્યા હતા. આ ધારાસભ્યોમાં ગઢડાના પ્રવીણભાઈ મારું, લીમડીના સોમાભાઈ પટેલ, અબડાસાના પ્રદ્યુમનસિંહ જાડેજા, ધારીના જે વી કાકડિયા અને ડાંગના મંગળભાઈ ગાવિતનો સમાવેશ થાય છે. ત્યારબાદ હમણાં જૂનમાં વધુ ત્રણ કોંગ્રેસી ધારાસભ્યોએ રાજીનામા આપ્યાં. જેમાં કપરાડાના જીતુભાઈ ચૌધરી, કરજણના અક્ષય પટેલ અને મોરબીના બ્રિજેશ મેરજાનો સમાવેશ થાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તમામ બેઠકો કોંગ્રેસની માનવામાં આવે છે અને તે જ કારણે કોંગ્રેસ ફરી આ બેઠકો પર વિજય મેળવશે અને ભાજપને ઘર ભેગી કરશે એવુ સ્પષ્ટ માની રહ્યુ છે તો બીજી બાજુ ભાજપ માટે અવઢવની સ્થિતિ સર્જાઈ છે, કેમ કે ગત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષપલટુના સિમ્બોલ સાથે કોંગેસમાંથી આવેલા ભાજપના નેતા અલ્પેશ ઠાકોર તથા ધવલસિંહ ઝાલાને પ્રજાએ નકારી કાઢયા હતા સાથે કોંગ્રેસમાંથી ભાજપમાં આવનાર નેતાઓેને જે રીતે ટીકીટ આપવામાં આવે છે અને જીતાડવાની જવાબદારી પાયાના કાર્યકર્તાઓથી માંડીને પદાધિકારીઓને આપવામાં આવે છે. જેના કારણે પાર્ટીમાં પણ આંતરિક અસંતોષ ચરમસીમાએ છે અને એ જ કારણ છે કે હજુ સુધી કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં સામેલ કરવામાં આવ્યા નથી. ત્યારે જોવાનુ એ છે કે આ 8 બેઠકો પર કોંગ્રેસની જીતનું પુનરાવર્તન થાય છે કે પરિવર્તન.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

 

Published On - 9:27 am, Fri, 26 June 20

Next Article