ગુજરાતમાં 800થી વધુ લોકોએ ધર્મપરિવર્તન કરવા માટે સરકાર પાસે માંગી પરવાનગી
દેશમાં ધર્મ પરિવર્તન એક સંવેદનશિલ અને વિવાદીત મુદ્દો રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ ધર્મ પરિવર્તન ચાલુ છે, જેમાં હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન પરિવારોએ પણ ધર્મ પરિવર્તન કર્યાના સરકારી કિસ્સાઓ નોંધાયાછે. એક આંકડા મુજબ રાજ્યના 19 જિલ્લાઓમાં 851 લોકોએ ધર્મ પરિવર્તન કરવાની અરજી કરી છે. જેમાં 684 લોકોને ધર્મ પરિવર્તનની મંજુરી પણ આપી દેવામાં આવી છે. ધર્મ […]
દેશમાં ધર્મ પરિવર્તન એક સંવેદનશિલ અને વિવાદીત મુદ્દો રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ ધર્મ પરિવર્તન ચાલુ છે, જેમાં હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન પરિવારોએ પણ ધર્મ પરિવર્તન કર્યાના સરકારી કિસ્સાઓ નોંધાયાછે. એક આંકડા મુજબ રાજ્યના 19 જિલ્લાઓમાં 851 લોકોએ ધર્મ પરિવર્તન કરવાની અરજી કરી છે.
જેમાં 684 લોકોને ધર્મ પરિવર્તનની મંજુરી પણ આપી દેવામાં આવી છે. ધર્મ પરિવર્તન માટે અરજી કરનારાઓ 814 હિન્દુ, 25 મુસ્લિમ, 11 ખ્રિસ્તી અને 1 બૌધ્ધ છે. દેશનું બંધારણ નાગરિકોને કયો ધર્મ પાળવો તેની સ્વતંત્રતા આપે છે, છતાં ધર્મ પરિવર્તનને લઇને વિવાદો થતા રહે છે. ત્યારે ગુજરાત સરકારે વિધાનસભામાં જે આંકડા આપ્યા છે, તે ચોંકાવનારા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રાજ્યના અમદાવાદ સહિત 19 જિલ્લાઓમાં ધર્મ પરિવર્તનની ઘટના બની છે. જેમાં સૌથી વધુ ધર્મ પરિવર્તન સુરત જિલ્લામાં થયુ છે. સુરતમાં 475 લોકોએ ધર્મ પરિવર્તનની અરજી કરી, ત્યારે વલસાડમાં સૌથી ઓછા માત્ર 3 લોકોએ ધર્મ પરિવર્તનની અરજી કરી છે.
જિલ્લા પ્રમાણેની કરવામાં આવેલી અરજીઓ
જિલ્લો હિન્દુ મુસ્લિમ ખ્રિસ્તી મંજૂર
વડોદરા 8 7 2 16 જુનાગઢ 152 – – 59 દાહોદ – 2 – 2 અરવલ્લી 4 – – 1 કચ્છ 21 2 – 21 પોરબંદર 2 1 – 3 બનાસકાંઠા 3 – 1 2 સાબરકાંઠા 1 – – – સુરેન્દ્રનગર 18 – – 9 રાજકોટ 6 4 – 5 નવસારી 2 1 – – મોરબી 6 – – – આણંદ 61 2 4 62 મહેસાણા 8 – – – અમદાવાદ 28 3 1 12 બોટાદ 6 – – – ખેડા 5 1 3 9 પંચમહાલ 1 – – – ભરૂચ 14 1 – 7 સુરત 474 11 – 473 વલસાડ 3 – – 3
કુલ 823 35 11 684
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
સામાજીક આગેવાન સુનિલ ભાઇ મકવાણાએ જણાવ્યું કે આવા પ્રકારના ધર્મ પરિવર્તનએ ગરીબાઇ અને અશિક્ષાના કારણે અનુસુચિત જાતિ અને જન જાતિમાં થતુ હોય છે. જ્યારે અનેક જગ્યાએ અલગ અલગ ધર્મના યુવક યુવતીઓ લગ્ન કરે ત્યારે પાછળથી ધર્મ પરિવર્તન થતુ હોય છે પણ હવે આ બાબતે તંત્ર જાગૃત છે. લોભ લાલચ વગેરેની સંભાવના ઓછી હોય છે, કારણ કે આ કલેક્ટર દ્વારા સરકારી પ્રક્રિયા પછી જ ધર્મ પરિવર્તનની મંજુરી આપવામાં આવે છે.
[yop_poll id=”1″]
ધર્મ પરિવર્તનને લઇને વિશ્વ હિન્દુ પરિષદના નેતા દક્ષેશ મહેતાએ જણાવ્યુ છે કે ખાસ કરીને અનુસુચિત જાતિમાં અને આદિવાસી પટ્ટાઓ આવા પ્રકારના ધર્મ પરિવર્તનની ઘટનાઓ બનતી હોય છે પણ છેલ્લા ઘણા સમયથી VHP આ મુદ્દે જાગૃતિ અભિયાન ચલાવી રહી છે, જેથી આ ઘટનાઓમાં કમી આવી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]