અલ્પેશ ઠાકોરની સામે હવે કોંગ્રેસે ઘડ્યો તખ્તો, જાણો કેવી રીતે કોંગ્રેસ હવે અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ્દ કરાવશે?

|

Apr 13, 2019 | 5:40 PM

અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું તો કોંગ્રેસે પણ હવે તેની સામે કાર્યવાહીની શરુઆત કરી દીધી છે. કોંગ્રેસે અલ્પેશ ઠાકોરના ધારાસભ્ય પદને આંચકી લેવા માટે ડ્રાફ્ટ તૈયાર કરી દીધો છે. જો કે કોંગ્રેસના કહેવા મુજબ અલ્પેશ ઠાકોરનું રાજીનામું કોંગ્રેસ પાર્ટીને હજી સુધી મળ્યું નથી.   ગુજરાત કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ અમિત ચાવડાએ અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદ પરથી […]

અલ્પેશ ઠાકોરની સામે હવે કોંગ્રેસે ઘડ્યો તખ્તો, જાણો કેવી રીતે કોંગ્રેસ હવે અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ્દ કરાવશે?

Follow us on

અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું તો કોંગ્રેસે પણ હવે તેની સામે કાર્યવાહીની શરુઆત કરી દીધી છે. કોંગ્રેસે અલ્પેશ ઠાકોરના ધારાસભ્ય પદને આંચકી લેવા માટે ડ્રાફ્ટ તૈયાર કરી દીધો છે. જો કે કોંગ્રેસના કહેવા મુજબ અલ્પેશ ઠાકોરનું રાજીનામું કોંગ્રેસ પાર્ટીને હજી સુધી મળ્યું નથી.

 

ગુજરાત કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ અમિત ચાવડાએ અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદ પરથી હટાવવા માટે તૈયાર કરેલાં ડ્રાફ્ટને મંજૂરી આપી દીધી છે. સોમવારના રોજ આ મુદ્દાને લઈને કોંગ્રેસ વિધાનસભામાં અધ્યક્ષને રજૂઆત કરશે.  તો તેની સાથે સાથે કાયદાકીય રીતે અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ્દ કરવા માટે કોંગ્રેસ હાઈકોર્ટમાં પણ પિટિશન કરશે. આ માટે કોંગ્રેસની ટીમે કેટલાંક પૂર્વ ચુકાદાઓનો પણ અભ્યાસ કર્યો છે કે જેથી કરીને અલ્પેશ ઠાકોરને હાઈકોર્ટમાં લડત આપી શકાય.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

TV9 Gujarati

 

અલ્પેશ ઠાકોરને કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ નહીં કરવામાં આવે પણ તેને પાર્ટીના પ્રાથમિક પદ પરથી જ દૂર કરવામાં આવશે.  આમ અલ્પેશ ઠાકોરની પ્રાથમિક પદથી પરથી જ હકાલપટ્ટી કરવાનો તખ્તો કોંગ્રેસ પાર્ટીએ ઘડી લીધો છે.  અલ્પેશ ઠાકોરે ભલે રાજીનામું આપ્યું હોય પણ કોંગ્રેસ પાર્ટીને રાજીનામું હજુ સુધી મળ્યું નથી. કોંગ્રેસ પણ લડી લેવાના મુડમાં દેખાઈ રહી છે અને અલ્પેશ ઠાકોરની સામે પક્ષના ધારાસભ્ય થઈને પક્ષ વિરુદ્ધ પ્રવૃતિ કરવાના કારણે તેના ધારાસભ્ય પદને રદ્દ કરવાની કાર્યવાહી કોંગ્રેસ હાથ ધરશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article