Gujarat Congress: ગુજરાત પ્રદેશ પ્રમુખ અને વિપક્ષનાં પદને લઈ જુનિયર નેતાઓ એક્શનમાં, સિનિયરોનાં નામ કાપ્યા !

|

Jun 26, 2021 | 7:07 PM

Gujarat Congress: ગુજરાત કોંગ્રેસમાં સિનિયર નેતાઓ સામે બી કેડરનાં નેતાઓએ મોરચો માંડ્યો છે? વાંચો હાઈકમાન્ડ માટે શું તૈયાર રાખ્યું છે

Gujarat Congress: ગુજરાત પ્રદેશ પ્રમુખ અને વિપક્ષનાં પદને લઈ જુનિયર નેતાઓ એક્શનમાં, સિનિયરોનાં નામ કાપ્યા !
Gujarat Congress: Junior leaders in action for Gujarat state president and opposition posts, cut off seniors' names

Follow us on

Gujarat Congress: ગુજરાતમાં કોંગ્રેસ પક્ષનાં નેતાઓની તાજેતરમાં નરેશ રાવલનાં ઘરે બેઠક મળી હતી. આ બેઠકમાં કોંગ્રેસનાં જ બે સમાંતર જૂથ કહી શકાય તેવા નેતાઓએ અચાનક બેઠકમાં હાજરી આપી તેને લઈને રાજકારણ(Politics) ગરમ થઈ ગયું હતું. જો કે હવે જે પ્રકારે વિગતો સામે આવી રહી છે તે પ્રમાણે આ બેઠકમાં ચર્ચા આગામી પ્રદેશ પ્રમુખ (Gujarat President) અને વિપક્ષનાં નેતા (Leader Opposition) કોણ તેના પર થઈ હતી.

થોડાક દિવસ પહેલા ગુજરાત કોંગ્રેસનાં નેતા નરેશ રાવલનાં ઘરે કોંગ્રેસનાં જ કહેવાતા બે જૂથની સમાંતર બેઠક મળી હતી. આ બેઠકમાં મહત્વનો મુદ્દો ગુજરાત કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખની ખાલી પડેલા પદને ઝડપથી ભરવું અને સાથે જ વિપક્ષનાં નેતાની પસંદગી પણ અગત્યની બની રહી હતી. જે તે સમયે મળેલી બેઠકમાં નેતાઓએ લીધેલા નિર્ણયોની વિગતો બહાર આવી છે.

મળી રહેલી વિગતો પ્રમાણે જુનિયર નેતાઓ હાઇકમાન્ડમાં કોને પ્રમુખ બનાવાય અને કોને નહીં તે અંગે રજુઆત કરશે. ખાસ કરીને સિનિયર નેતાઓ કે જે પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે એમને પ્રમુખ ના બનાવવા ચર્ચા કરવામાં આવી છે. ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયાને પ્રમુખ બનાવવામાં ના આવે તેના પર ભાર મુકવામાં આવ્યો છે. આ સાથે જ શક્તિસિંહ ગોહિલ અને સિધ્ધાર્થ પટેલને પણ પ્રમુખ ન બનાવવા બેઠકમાં ચર્ચા કરવામાં આવી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

સૌથી અગત્યની વાત આ બેઠકમાં એ લાગી છે કે જુનિયર નેતાઓ એક્શનમાં લાગી રહ્યા હતા. તાજેતરમાં સંપન્ન થયેલી ચૂંટણી હોય કે પછી ભૂતકાળની વિધાનસભાની ચૂંટણી, તમામ મોરચે કોંગ્રેસ ઉંધા મોઢે પછડાઈ હતી જે બાદ આ ભેગા થયેલા નેતાઓએ એ પણ નક્કી કર્યું છે કે પૂર્વ પ્રમુખો પરિણામ નથી આપી શક્યા તો નવા ને ચાન્સ આપવો જ જોઈએ.

બેઠક માં નવા પ્રદેશ અધ્યક્ષ અને નેતા વિપક્ષ કોને બનાવવા તે અંગે પણ થઈ ચર્ચા થઈ ચુકી છે અને હાઇકમાન્ડ કોને કમાન સોંપવી તે અંગે ના મંતવ્યો માંગે તો નામ આપવાની પણ તૈયારી આ નેતાઓ દ્વારા કરી નાખવામાં આવી છે. નેતા વિપક્ષ અને પ્રદેશ અધ્યક્ષના નામ ની 3-3 ની પેનલ તૈયાર કરવામાં આવી છે.

પ્રદેશ અધ્યક્ષ માટે જગદીશ ઠાકોર, નારણ રાઠવા અને નરેશ રાવલનું પેનલમાં નામ મુકાયું છે તો નેતા વિપક્ષ માટે શૈલેષ પરમાર, વિરજી ઠુમ્મર અને પૂંજાભાઈ વંશનું નામ મુકવામાં આવ્યું છે. હાઇકમાન્ડ સૂચનો માંગે તો આ નામો આપવાનું નક્કી કરાયું હતું. અત્યાર સુધી સિનિયર નેતાઓનાં હાથમાં રહેલી કોંગ્રેસમાં પ્રમુખ કે વિપક્ષનાં નેતા કોણ બનશે તેની યાદી “બી” ગૃપનાં નેતાઓએ તૈયાર કરી છે.

File Picture

જો કે કોંગ્રેસ હાઈકમાન્ડ પાસે ગુજરાતનો મુદ્દો ક્યાર સુધીમાં પહોચે છે તે પણ એક જોવાની વાત બની રહેશે. સાથે જ સિનિયર નેતાઓ વગરની ટીમ સાથે 2022માં આવનારા વિધાનસભા ઈલેક્શનમાં કેટલું જોર લગાવીને ઉતરવું અને વિશ્વાસ મુકવો એ પણ મોટી વાત છે. સવાલ વિશ્વાસ અને કાર્ય પદ્ધતિનો જ હશે તો હાઈકમાન્ડની સ્થિતિ સુડી વચ્ચે સોપારી જેવી થઈ શકે છે.

કેમકે પ્રોપર પ્લાન સાથે પોતાના સેનાપતિનું નામ આપ્યા બાદ તેની અવગણના થાય છે તો કાર્યકરોનું મનોબળ ટુટી શકે છે તો સિનિયર નેતાઓની ફરી પસંદગી પણ વિવાદને જન્મ આપી શકે છે. જોવાનું હવે એ રહે છે કે ગુજરાતનો અવાજ ક્.ાર સુધીમાં હાઈકમાન્ડનાં કાને પહોચે છે.

Published On - 7:07 pm, Sat, 26 June 21

Next Article