GUJARAT : અમદાવાદ અને સુરત કોંગ્રેસ શહેર પ્રમુખ તરીકે ઇન્ચાર્જની નિમણુંક કરાઇ

GUJARAT : અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શશિકાંત પટેલે રાજીનામું આપ્યું છે. તો સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ બાબુ રાયકાએ પણ રાજીનામું આપ્યું છે.

| Updated on: Mar 21, 2021 | 1:01 PM

GUJARAT : અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શશિકાંત પટેલે રાજીનામું આપ્યું છે. તો સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ બાબુ રાયકાએ પણ રાજીનામું આપ્યું છે. નવા પ્રમુખની નિમણુંક ન થાય ત્યાં સુધી અમદાવાદમાં ચેતન રાવલને જવાબદારી સોંપાઈ છે. જયારે સુરતમાં નવા પ્રમુખ ન બને ત્યાં સુધી નૈષધ દેસાઈ જવાબદારી સંભાળશે.

 

અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી શશીકાંત પટેલ અને સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી બાબુભાઇ રાયકાનું રાજીનામુ ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રી અમિત ચાવડા દ્વારા સ્વીકારી લેવામાં આવ્યું છે.

નવા પ્રમુખની નિમણુંક ન થાય ત્યાં સુધી અમદાવાદ શહેર કોંગ્રેસના ઇન્ચાર્જ પ્રમુખ તરીકે શ્રી ચેતનભાઈ રાવલ અને સુરત શહેર કોંગ્રેસના ઇન્ચાર્જ પ્રમુખ તરીકે શ્રી નૈષધભાઈ દેસાઈને જવાબદારી સોંપવામાં આવે છે.

અમદાવાદ અને સુરત શહેર પ્રમુખ તરીકે ઇન્ચાર્જ પ્રમુખોની નિમણુંક કરાઇ છે. અમદાવાદ શહેર ઇન્ચાર્જ પ્રમુખ તરીકે ચેતન રાવલ અને સુરત શહેર ઇન્ચાર્જ પ્રમુખ તરીકે નૈષધ દેસાઈને જવાબદારી સોંપાઇ છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">