ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન દિલીપ પરીખનું 82 વર્ષની વયે નિધન, ગુજરાતના 13માં CM બન્યા હતા
ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન દિલીપ પરીખનું 82 વર્ષની વયે નિધન થયું છે. દિલીપ પરીખ ગુજરાતના 13માં મુખ્યમંત્રી બન્યા હતા. મુખ્યપ્રધાન તરીકે તેમનો કાર્યકાલ 128 દિવસનો રહ્યો હતો. 1990માં દિલીપ પરીખ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડન્ટ રહ્યા હતા. આ દરમિયાન તેઓ પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાના સંપર્કમાં આવ્યા હતા. 1995માં ભાજપની ટિકિટ પર તેઓ વિધાનસભા ચૂંટણી લડ્યા અને […]

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન દિલીપ પરીખનું 82 વર્ષની વયે નિધન થયું છે. દિલીપ પરીખ ગુજરાતના 13માં મુખ્યમંત્રી બન્યા હતા. મુખ્યપ્રધાન તરીકે તેમનો કાર્યકાલ 128 દિવસનો રહ્યો હતો. 1990માં દિલીપ પરીખ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડન્ટ રહ્યા હતા. આ દરમિયાન તેઓ પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાના સંપર્કમાં આવ્યા હતા. 1995માં ભાજપની ટિકિટ પર તેઓ વિધાનસભા ચૂંટણી લડ્યા અને જીત પણ મેળવી હતી. જે વખતે ભાજપ કેશુભાઈના નેતૃત્વમાં બહુમતી સાથે સરકારમાં આવ્યું હતું.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચોઃ રાજકીય સોગઠાબાજી બાદ આ રીતે હરિયાણામાં ભાજપ બનાવશે પોતાની સરકાર
પૂર્વ મુખ્યપ્રધાન દિલીપ પરીખે મુંબઈની એલફિસ્ટન કોલેજમાંથી અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. આ સાથે તેઓ પ્લાસ્ટિકના વેપાર સાથે પણ સંકળાયેલા હતા.
પ્રથમ વખત 1995માં ભાજપની ટિકિટ પરથી તેઓ ધંધૂકા બેઠક પર ચૂંટણી લડ્યા હતા. અને જે બાદ શંકરસિંહે બળવો કર્યો અને દિલીપ પરીખ તેમની સાથે રહ્યા હતા. દિલીપ પરીખ શંકરસિંહ સાથે રહ્યા હતા. રાજપાની રચનામાં દિલીપ પરીખની મહત્વની ભૂમિકા રહી હતી. અને તેઓ રાષ્ટ્રીય જનતા પાર્ટીમાંથી દિલીપ પરીખ મુખ્યપ્રધાન બન્યા હતા. રાજપાની સરકારને કોંગ્રેસનું સમર્થન હતું.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

