New governor: ગુજરાતના પૂર્વ વનપ્રધાન મંગુભાઈ પટેલ મધ્યપ્રદેશના રાજ્યપાલ, વજુભાઈ વાળાના સ્થાને થાવરચંદ ગેહલોત કર્ણાટકના રાજ્યપાલ

|

Jul 06, 2021 | 2:11 PM

New appointment-transfer of governor : ઉતરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પાસે મધ્યપ્રદેશના ગવર્નર તરીકેનો વધારાનો હવાલો હતો. તેમાંથી તેમને મુક્ત કરવામાં આવ્યા છે. હવે તેઓ ઉતરપ્રદેશના રાજ્યપાલ તરીકે કાર્યરત રહેશે. તો વજુભાઈ વાળાનો કાર્યકાળ પૂરો થતા તેમને ગવર્નર તરીકેની પદભારમાથી મુક્ત કરવામાં આવ્યા છે.

New governor: ગુજરાતના પૂર્વ વનપ્રધાન મંગુભાઈ પટેલ મધ્યપ્રદેશના રાજ્યપાલ, વજુભાઈ વાળાના સ્થાને થાવરચંદ ગેહલોત કર્ણાટકના રાજ્યપાલ
પૂર્વ વન પ્રધાન મંગુભાઈ પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવાયા

Follow us on

રાષ્ટ્રપતિએ, વિવિધ રાજ્યોના રાજયપાલની બદલી કરી છે. ગુજરાતના પૂર્વ વન પ્રધાન મંગુભાઈ પટેલને (mangubhai patel), મધ્યપ્રદેશના રાજ્યપાલ ( governor) બનાવ્યા છે તો કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાને સ્થાને થાવરચંદ ગેહલોતની નિમણૂંક કરી છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે, આજે 6 જુલાઈના રોજ, મિઝોરમ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને ત્રિપૂરાના રાજ્યપાલની ( governor ) અન્ય પ્રદેશના રાજ્યપાલ તરીકે બદલી કરી છે, તો કર્ણાટકમાં ગુજરાતના વજૂભાઈ વાળાના સ્થાને, કેન્દ્રીય પ્રધાન રહેલા થાવરચંદ ગેહલોતની નવા રાજ્યપાલની નિમણૂક કરી છે. થાવરચંદ ગેહલોત કેન્દ્રીય પ્રધાન તરીકે રાજીનામુ આપીને કર્ણાટકના નવા રાજ્યપાલ બનશે.

ગુજરાતના પૂર્વ વનપ્રધાન મંગુભાઈ છગનભાઈ પટેલને,(mangubhai patel) પાડોશી રાજ્ય મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નિમણૂક કરી છે. તો મિઝોરમના રાજ્યપાલ પી એસ શ્રીધરન પિલ્લાઈની ગોવાના રાજ્યપાલ તરીકે નિમણૂંક કરાઈ છે. હરિયાણાના રાજ્યપાલ સત્યદેવ આર્યની બદલી ત્રિપૂરાના રાજ્યપાલ તરીકે કરવામાં આવી છે. તો ત્રિપૂરાના રાજ્યપાલ રમેશ બાઈસની બદલી ઝારખંડના રાજ્યપાલ તરીકે કરાઈ છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બાદારુ દત્રાતેયની નિમણૂંક, હરિયાણાના રાજ્યપાલ તરીકે કરાઈ છે. રાજેન્દ્ર વિશ્વનાથની નિમણૂંક હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકે કરવામાં આવી છે. તો મિઝોરમમા ગવર્નર તરીકે, હરિબાબુ કમ્બપતિની નિમણૂંક કરાઈ છે.

ઉતરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પાસે મધ્યપ્રદેશના ગવર્નર તરીકેનો વધારાનો હવાલો હતો. તેમાંથી તેમને મુક્ત કરવામાં આવ્યા છે. હવે તેઓ ઉતરપ્રદેશના રાજ્યપાલ તરીકે કાર્યરત રહેશે. તો વજુભાઈ વાળાનો કાર્યકાળ પૂરો થતા તેમને ગવર્નર તરીકેની પદભારમાથી મુક્ત કરવામાં આવ્યા છે.

2014માં કર્ણાટકના રાજ્યપાલ તરીકે ગુજરાતના પૂર્વ નાણાંપ્રધાન વજુભાઈ વાળાની નિમણૂંક કરવામાં આવી હતી. તેઓ સતત સાત વર્ષ સુધી કર્ણાટક રાજ્યના રાજ્યપાલ તરીકે સેવાકીય સક્રીય રહ્યા હતા. જો કે હવે રાજ્યપાલ તરીકેનો તેમનો કાર્યકાળ પૂર્ણ થતા, વજૂભાઈ હવે તેમના મૂળ વતન રાજકોટ પરત ફરશે. જો કે સક્રીય રાજકારણથી, વજૂભાઈ વાળાને દૂર રહેવુ પડશે.

Published On - 12:48 pm, Tue, 6 July 21

Next Article