ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના નજીકના 4 IPS ઓફિસરની બદલી કરવામાં આવી છે. ચૂંટણી પંચના આદેશ અનુસાર CBIની વિરૂધ્ધ હડતાલ દરમિયાન દરેક વખતે મમતા બેનરજીની સાથે રહેતા કોલકાતાના પોલીસ કમિશ્નર અનુજ શર્માની પણ બદલી કરવામાં આવી છે. રાજય સરકાર આ મામલે કાનૂની વિકલ્પ સહિત અન્ય બીજા વિકલ્પો પર પણ વિચાર કરી રહી છે. […]
ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના નજીકના 4 IPS ઓફિસરની બદલી કરવામાં આવી છે.
ચૂંટણી પંચના આદેશ અનુસાર CBIની વિરૂધ્ધ હડતાલ દરમિયાન દરેક વખતે મમતા બેનરજીની સાથે રહેતા કોલકાતાના પોલીસ કમિશ્નર અનુજ શર્માની પણ બદલી કરવામાં આવી છે. રાજય સરકાર આ મામલે કાનૂની વિકલ્પ સહિત અન્ય બીજા વિકલ્પો પર પણ વિચાર કરી રહી છે.
પાઇલટ બનવા માટે કેટલો ખર્ચ થાય છે, કયો કોર્ષ કરવો પડે ? જાણો
જેન્ડર ડિસફોરિયા શું છે ? શું તેની સારવાર શક્ય છે ?
ABCD ની અભિનેત્રીના ઇટલીમાં લગ્ન, સફેદ ગાઉનમાં દેખાઇ ખૂબ જ સુંદર
ચેતવણી! વર્ષ 2025ની આવનારી '23 તારીખો' ભયથી ભરેલી છે
નીમ કરોલીએ કહ્યું, આ સંકેતો મળે તો સમજવું 'ગોલ્ડન પીરિયડ' શરૂ થયો
રવિન્દ્ર જાડેજાનો આવો છે પરિવાર
ચૂંટણીમાં ફરજથી દુર રહેશે આ 4 ઓફિસર
અનુજ શર્માની સિવાય ચૂંટણી પંચે બીજા 3 પોલીસ અધિકારીઓની પણ બદલી કરી છે અને રાજ્ય સરકારને આદેશ આપ્યો છે કે જે 4 ઓફિસરોની બદલી કરી છે. તેમને ચૂંટણી સંબંધિત કોઈ જવાબદારી આપવામાં આવે નહી. પશ્ચિમ બંગાળના ચીફ સેક્રેટરી મલય ડેના નામ પર લખેલા પત્રમાં, ચૂંટણી પંચે જણાવ્યું હતું કે બદલીનો આદેશ તાત્કાલિક અસર સાથે લાગુ કરવામાં આવ્યો છે.
બહરહાલ ચૂંટણી પંચે બિધાનનગરના પોલીસ કમિશ્નર જ્ઞાનવંત સિંહ, ડાયમંડ હાર્બરના SPS સેલ્વમુરૂગન અને વીરભૂમના SP શ્યામસિંહની પણ બદલી કરી છે. ચૂંટણી પંચે સચિવ રાકેશ કુમારના નામે લખેલા પત્રમાં કહ્યું કે પ્રદુષણ નિયંત્રણ બોર્ડના ADG ડૉ. રાજેશ કુમારને કોલકાતાના નવા પોલીસ કમિશ્નર બનાવ્યા છે. જ્યારે ADG અને IGP નટરાજન રમેશ બાબૂને બિધાનનગરના પોલીસ કમિશ્નર બનાવ્યા છે.
વિકલ્પ શોધી રહી છે મમતા સરકાર
ચૂંટણી પંચે કહ્યું કે બદલીનો આદેશ તાત્કાલિક લાગૂ થયો છે અને બદલી થયેલા અધિકારીઓ સંબંધિત 1 રિપોર્ટ 24 કલાકની અંદર મોકલવાનો છે. રાજ્ય સરકારે ચૂંટણી પંચની આ કાર્યવાહી પર તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા ના આપી. રાજ્ય સરકાર બધા જ વિકલ્પો પર વિચાર કરી રહી છે.
જેમાં કાનુની વિકલ્પ પણ સામેલ છે. 1 અઠવાડિયા પહેલા આંધ્રપ્રદેશ હાઈકોર્ટે ચૂંટણી પંચના આ પ્રકારના નિર્ણય પર પ્રતિબંધ લગાવવાથી ઈનકાર કરી દીધો હતો. પંચે આંધ્રપ્રદેશના 3 IPS ઓફિસરોની બદલી કરી હતી, જેમાં DGP પણ સામેલ હતા.
ભાજપે કરી હતી ફરિયાદ
કેન્દ્રની સત્તામાં ભાજપ પશ્ચિમ બંગાળ સરકાર પર ચૂંટણીમાં સરકારી મશીનરીના દુરઉપયોગની શંકા કરી રહી છે. ભાજપના સિનિયર લીડર મુકુલ રોયે કોલકાતા અને બિધાનનગરના પોલીસ કમિશ્નર અનુજ શર્મા અને શ્યામ સિંહની વિરૂધ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. ભાજપે બંગાળમાં હિંસાની શંકા કરતા રાજ્યને અતિસંવેદનશીલ ક્ષેત્ર જાહેર કરવાની માંગ કરી હતી.