Election 2021: ખૂબ જ રસપ્રદ હશે પશ્ચિમ બંગાળની ચૂંટણી, નંદીગ્રામ બાદ આ બેઠક પર બે પૂર્વ IPS આમને સામને

|

Mar 07, 2021 | 4:39 PM

West Bengal  વિધાનસભાની ચૂંટણીઓ આ વખતે ખૂબ રસપ્રદ રહેશે. મમતા બેનર્જી અને શુભેન્દુ અધિકારી વચ્ચે નંદીગ્રામની લડાઈ બાદ એક બીજી બેઠક પર પણ મહાસંગ્રામ થવાનો છે.આ બેઠક છે પશ્ચિમ મિદનાપુર જિલ્લાની ડેબરા વિધાનસભા બેઠક. આ બેઠક પરની લડાઈ નંદીગ્રામના મહાસંગ્રામથી ઓછી નથી કારણ કે આ બેઠક પર બે પૂર્વ આઈપીએસ અધિકારીઓ એકબીજાની સામે રાજકીય શક્તિ બતાવવા જઈ રહ્યા છે.

Election 2021: ખૂબ જ રસપ્રદ હશે પશ્ચિમ બંગાળની ચૂંટણી, નંદીગ્રામ બાદ આ બેઠક પર બે પૂર્વ IPS આમને સામને

Follow us on

West Bengal વિધાનસભાની ચૂંટણીઓ આ વખતે ખૂબ રસપ્રદ રહેશે. મમતા બેનર્જી અને શુભેન્દુ અધિકારી વચ્ચે નંદીગ્રામની લડાઈ બાદ એક બીજી બેઠક પર પણ મહાસંગ્રામ થવાનો છે.આ બેઠક છે પશ્ચિમ મિદનાપુર જિલ્લાની ડેબરા વિધાનસભા બેઠક. આ બેઠક પરની લડાઈ નંદીગ્રામના મહાસંગ્રામથી ઓછી નથી કારણ કે આ બેઠક પર બે પૂર્વ આઈપીએસ અધિકારીઓ એકબીજાની સામે રાજકીય શક્તિ બતાવવા જઈ રહ્યા છે. ટીએમસીએ ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી હુમાયુ કબીરને મેદાનમાં ઉતાર્યા છે અને ભાજપે દેબરા બેઠક પરથી ભારતી ઘોષને ઉમેદવાર બનાવ્યા છે. ડેબરા વિધાનસભા બેઠક મેદનીપુર લોકસભા મતક્ષેત્રમાં આવે છે.

 

West Bengal ચૂંટણી માટે શનિવારે ભાજપે 57 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ ભૂતપૂર્વ આઈપીએસનું નામ બહાર આવ્યું છે કે તે ભાજપ માટે દેબરા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. ભારતી ઘોષ ભાજપના ઉપાધ્યક્ષ પણ છે. West Bengalની દેબરા બેઠક પર આ બંને ભૂતપૂર્વ આઈપીએસ અધિકારીઓ વચ્ચે સીધી લડાઈ છે. હુમાયુ કબીર ટીએમસીમાંથી પ્રથમ વાર ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે ભારતી ઘોષ ઘટલથી લોકસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે. હવે તમામની નજર ડેબરા બેઠક પર છે કેમ કે અહીંયા મુકાબલો બે પૂર્વ આઈપીએસ અધિકારીઓ વચ્ચે છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

 

એક અહેવાલ મુજબ ભાજપ તરફથી આ બેઠક પર ભારતી ઘોષનું નામ આવ્યા પછી ટીએમસીના ઉમેદવાર હુમાયુ કબીરે કહ્યું હતું કે હું મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા છેલ્લા 10 વર્ષથી કરવામાં આવેલા વિકાસના નામ પર મત માંગીશ. આ ચૂંટણીનો સમય છે તેથી મારે કોઈની સામે તો લડવું પડશે. આ બેઠક પર અન્ય ઉમેદવારો પણ હશે. તેથી તેને મારા અને ભારતી ઘોષ વચ્ચેની લડાઈ તરીકે ના જોવી જોઈએ. નિવૃત્તિ પહેલાં તેઓ ટીએમસીમાં જોડાયા હતા. એપ્રિલમાં તેઓ નિવૃત્ત થવાના હતા.

 

બીજી તરફ ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી ભારતી ઘોષને લોઅર પોસ્ટ પર બદલી કરતાં તેમણે2017માં રાજીનામું આપ્યું હતું અને તેમને જબરજસ્તી નાણાં વસુલવાના કેસમાં સીઆઈડી તપાસનો સામનો કરી રહ્યા છે. ઘોષ એક સમયે મમતા બેનર્જીને બંગાળના માઓવાદી વર્ચસ્વ ધરાવતા વિસ્તારોની માતા કહી હતી, તેમને એક મેડલ અને પ્રમાણપત્ર પણ પરત કર્યું હતું. જે તેમને રાજ્ય સરકાર તરફથી 15 ઓગસ્ટ 2014ના રોજ સારી સેવાઓ માટે મળ્યું હતું.

 

ભાજપના ભારતી ઘોષનું કહેવું છે કે તેમણે પશ્ચિમ મિદનાપુરમાં સેવા આપી છે. તે પશ્ચિમ મિદનાપુરના પોલીસ વડા રહી ચૂકયા છે અને ઝારગ્રામ અને ડેબરા પશ્ચિમ મિદનાપુરમાં આવે છે. બીજી બાજુ ડેબરા હુમાયુ કબીરનું વતન છે. તેના માતાપિતા હજી આ મતક્ષેત્રમાં રહે છે. તેથી કબીર આ ક્ષેત્રને ખૂબ સારી રીતે જાણે છે. ટીએમસી આ બેઠક 2016માં જીતી હતી. ડેબરામાં ટીએમસીની સલીમા ખાતુને લગભગ 11,000 વોટના અંતરથી ડાબેરી પક્ષના ઉમેદવાર કરીમને હરાવ્યા હતા.

 

આ પણ વાંચો: સુરત: કોરોનાનું સંક્રમણ વધતા શનિ-રવિ મોલ રહેશે બંધ, મોલ સંચાલકએ સ્વૈચ્છીક નિર્ણય કર્યો

Next Article