Digvijay Singhએ મોદી સરકાર પર સાધ્યું નિશાન, ક્રિકેટ સ્ટેડિયમ જવા પર રોક અને લાખો શ્રદ્ધાળુઓને કુંભમાં છૂટ!

|

Mar 16, 2021 | 5:13 PM

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે T20 સીરિઝની છેલ્લી ત્રણ મેચોમાં દર્શકોની એન્ટ્રી નહીં હોય. ગુજરાત ક્રિકેટ એસોસિએશને (GCA) કોરોનાના વધતા જતા કેસને કારણે આ નિર્ણય લીધો છે.

Digvijay Singhએ મોદી સરકાર પર સાધ્યું નિશાન, ક્રિકેટ સ્ટેડિયમ જવા પર રોક અને લાખો શ્રદ્ધાળુઓને કુંભમાં છૂટ!
Digvijay Singh

Follow us on

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે T20 સીરિઝની છેલ્લી ત્રણ મેચોમાં દર્શકોની એન્ટ્રી નહીં હોય. ગુજરાત ક્રિકેટ એસોસિએશને (GCA) કોરોનાના વધતા જતા કેસને કારણે આ નિર્ણય લીધો છે. આ અંતર્ગત ભારત ઈંગ્લેન્ડ સીરીઝની છેલ્લી ત્રણ ટી-20 મેચ પ્રેક્ષકો વિના રમાશે. કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે (Digvijay Singh, Congress leader) T20 ક્રિકેટ મેચોમાં પ્રેક્ષકોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ માટે કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.

 

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

દિગ્વિજયસિંહે કહ્યું કે દર્શકોને ટી-20 મેચ જોવા સ્ટેડિયમમાં આવવા પર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ લાખો ભક્તોને ઉત્તરાખંડના કુંભમાં આવવાની મંજૂરી છે. દિગ્વિજય સિંહે ટ્વીટ કર્યું હતું કે, “કોરોનાના વધતા જતા કેસના કારણે હજારો પ્રેક્ષકોને T20 ક્રિકેટ મેચ જોવા સ્ટેડિયમમાં જવા પર રોક, પરંતુ ઉત્તરાખંડમાં કુંભમાં લાખો ભક્તોને છૂટ! આભાર’.

 

હકીકતમાં ભારત અને ઈંગ્લેન્ડ (INDvsENG) વચ્ચેની  T20 મેચ દરમિયાન દર્શકોએ માસ્ક પહેર્યા ન હતા અને સ્ટેડિયમમાં સોશિયલ ડિસ્ટનસિંગનો પણ અભાવ જોવા મળ્યો હતો. કોરોના પ્રોટોકોલનું વધુને વધુ ઉલ્લંઘન કરવામાં આવ્યું, જેને ધ્યાનમાં રાખીને ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જો કે, છેલ્લી ત્રણ ટી -20 મેચ જોવા માટે ટિકિટ ખરીદનારા પ્રેક્ષકોને ગુજરાત ક્રિકેટ એસોસિએશન પૈસા પાછા આપશે. મુલાકાતીઓને પૈસા પાછા આપવાની પોલિસી બનાવવામાં આવશે. જીસીએ દ્વારા કહેવામાં આવ્યું છે કે 16, 18 અને 20 માર્ચના રોજ યોજાનારી T20 મેચ પ્રેક્ષકો વિના રમાશે.

 

આ પણ વાંચો : Corona update કોરોનાનો કહેર વધતા ચાર મહાનગરમાં કરફ્યુ વધાર્યો, રાત્રે 10થી 6 સુધી કરફ્યુ

 

Next Article