India vs England 3rd T20 Highlights : બટલરના તૂફાને ટીમ ઇન્ડિયાને ઉડાડી, 8 વિકેટે ઇંગ્લેન્ડની જીત

Bipin Prajapati
| Edited By: | Updated on: Mar 16, 2021 | 11:14 PM

India vs England 3rd T20 LIVE Score નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડીયમમાં પ્રેક્ષકો વિના રમાનાર ત્રીજી T20 મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 8 વિકેટે હરાવ્યું હતું. જોસ બટલરની 83 રનની તોફાની ઇનિંગ્સ સામે, ભારતનો 157 રનનો લક્ષ્યાંક સાધારણ સાબિત થયો અને ઇંગ્લેન્ડે 19 મી ઓવરમાં કોઈ મુશ્કેલી વિના મેચ જીતી લીધી. આ જીત સાથે ઇંગ્લેન્ડે શ્રેણીમાં 2-1થી લીડ મેળવી લીધી છે. શ્રેણીની ચોથી મેચ 18 માર્ચે અમદાવાદના તે જ ગ્રાઉન્ડ પર થશે.

India vs England 3rd T20 Highlights : બટલરના તૂફાને ટીમ ઇન્ડિયાને ઉડાડી, 8 વિકેટે ઇંગ્લેન્ડની જીત
England-Win-3rd-T20i

ટેસ્ટ શ્રેણીની માફક જ ભારત T20 શ્રેણીની પહેલી મેચમાં હાર્યા બાદ, બીજી મેચમાં ભવ્ય જીત મેળવીને ઈગ્લેન્ડ સામે આત્મવિશ્વાસ વધુ મજબુત કર્યો હતો. T20 શ્રેણીની પહેલી મેચ ભારત આઠ વિકેટે હાર્યુ હતું. પરંતુ બીજી મેચમાં ભારતે સાત વિકેટે ભવ્ય જીત મેળવીને T20 શ્રેણીની બે મેચમાં બરોબરી કરી હતી. પરંતુ ત્રીજી ટી -20 મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 8 વિકેટે હરાવ્યું હતું. જોસ બટલરની 83 રનની તોફાની ઇનિંગ્સ સામે, ભારતનો 157 રનનો લક્ષ્યાંક સાધારણ સાબિત થયો અને ઇંગ્લેન્ડે 19 મી ઓવરમાં કોઈ મુશ્કેલી વિના મેચ જીતી લીધી. આ જીત સાથે ઇંગ્લેન્ડે શ્રેણીમાં 2-1થી લીડ મેળવી લીધી છે. શ્રેણીની ચોથી મેચ 18 માર્ચે અમદાવાદના તે જ ગ્રાઉન્ડ પર થશે.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 16 Mar 2021 10:50 PM (IST)

    ઇંગ્લેન્ડની 8 વિકેટે સરળ જીત

    બટલરના તૂફાને ટીમ ઇન્ડિયાને ચકરાવે ચડાવી દીધી હતી. ઈંગ્લેન્ડ 8 વિકેટે સરળ જીત મેળવી હતી

  • 16 Mar 2021 10:27 PM (IST)

    ઈંગ્લેન્ડ જીત નજીક

    ઇંગ્લેન્ડે જીતવા માટે 19 બોલમાં 17 રન કરવાના છે. ENG 140/2

  • 16 Mar 2021 10:14 PM (IST)

    ભુવનેશ્વરની કિફાયતી ઓવર

    ભુવનેશ્વર કુમારને લગાતાર સ્વિંગ મળી રહ્યા છે જેમાં ઇંગ્લેન્ડના બેટ્સમેન સારા શૉટ નથી રમી શકતા 13 મી ઓવરમાં આવ્યા 5 રન . ENG - 107/2

  • 16 Mar 2021 10:10 PM (IST)

    લક્ષ્યની નજીક જતું ઈંગ્લેન્ડ 

    ઈંગ્લેન્ડ મેદાન પર લગાતાર પોતાની પકડ મજબૂત બનાવી રહ્યું છે. માત્ર 12 જ ઓવરમાં રનનો આંકડો 100 ને પાર થઈ ગયો હતો

  • 16 Mar 2021 09:53 PM (IST)

    ભારતને મળી બીજી સફળતા, મલાનનો થયો 'સુંદર' શિકાર

    મલાન 18 રન બનવીને પવેલીયન તરફ વળી ગયો હતો.

  • 16 Mar 2021 09:47 PM (IST)

    જોસ બટલરનો તૂફાની અંદાજ, પૂરી કરી તેની અર્ધ શતક

    જોસ બટલરનો તૂફાની અંદાજ મેદાન પર જોવા મળે છે.  માત્ર 26 બોલમાં તેની ફિફ્ટી પૂરી કરી

  • 16 Mar 2021 09:36 PM (IST)

    પાવર પ્લેમાં બટલરની પાવર

    બટલરની સામે ફિલહાલ ભરતનો કોઈ પણ બોલર ટકી નથી રહયો. પાવર પ્લેમાં ઇંગ્લેન્ડના 50 રન પણ પૂરા થઈ ગયા છે

  • 16 Mar 2021 09:20 PM (IST)

    ભારતને મળી પહેલી સફળતા, જેસન રૉય 9 રન બનાવી OUT

    ચહલે જેસન રોયનો શિકાર કરીને ભારતને પહેલી સફળતા આપવી છે

  • 16 Mar 2021 09:16 PM (IST)

    શાર્દૂલની બેહતરીન ઓવર

    ભારત માટે બીજી ઓવર પણ સારી રહી. ભારતીય બોલરોએ ફિરંગીઓને જોઈએ તેમ રમવા મોકો આપ્યો જ નહીં. છેલ્લા બોલ પર LBWની અપીલ થઈ હતી પરંતુ DRS લીધુ અને રિવ્યુમાં જોયું કે બોલ સ્ટંપની એકદમ નજીકથી પસાર થઈ હતી.

  • 16 Mar 2021 09:12 PM (IST)

    જેસન રોયનો શાનદાર ચોકકો

    ભુવનેશ્વરના બોલમાં રૉયે એક શાનદાર ચોકકો ફટકાર્યો

  • 16 Mar 2021 09:10 PM (IST)

    ભુનેશ્વરની શાનદાર બોલિંગ

    પહેલી ઓવર ભારત માટે સારી રહી હતી. ભુવનેશ્વરે આ સ્વિંગ્સ પર જેસન રોયને સતત હેરાન કર્યો હતો. ચોથા બોલ પર પણ જોરદાર અપીલ કરવામાં આવી હતી, પરંતુ બોલ લેગ સ્ટમ્પથી ચૂકી ગયો હતો. પ્રથમ ઓવરથી 4 રન.

  • 16 Mar 2021 09:00 PM (IST)

    બટલર અને રૉય લક્ષ્ય મેળવવા મેદાને ઉતર્યા

    157 ના લક્ષ્યાંકને મેળવવા બટલર અને રૉયએ ઓપનિંગ કરી

  • 16 Mar 2021 08:47 PM (IST)

    ભારતે 20 ઓવરમાં ફટકાર્યા 156

    ભારતે 20 ઓવરમાં 156 ફટકારીને ટીમ ઈંગ્લેન્ડને 157 નો ટાર્ગેટ આપ્યો છે.

  • 16 Mar 2021 08:29 PM (IST)

    કોહલીએ ફટકારી અર્ધ શતક

    કોહલીની દમદાર બેટિંગે મેદાનમાં ખોફ મચાવી દીધો છે. આ સાથે તેને અર્ધ શતક પૂર્ણ કરી

  • 16 Mar 2021 08:25 PM (IST)

    ભારતે 16મી ઓવરમાં પૂરા કર્યા 100 રન,ચોક્કા છક્કાથી ફિરંગીઓને મેદાને હંફાવતો વિરાટ

    16 મી ઓવરમાં ભારત 100 રનને પાર કરી ચૂક્યું છે, અને વિરાટ કોહલી મેદાને ચોક્કા છક્કાથી ટીમ ઈંગ્લેન્ડને જડબાતોડ જાવબ આપી રહ્યો છે.

  • 16 Mar 2021 08:19 PM (IST)

    વિરાટ જામ્યો મેદાને

    કેપ્ટન કોહલી પોતાના ધુઅધર અંદાઝમાં ચોક્કા છક્કા ફટકારી રહ્યો છે. આર્ચરની ઓવર તેને એક ચોકકો અને એક છક્કો ફટકાર્યો છે

  • 16 Mar 2021 08:14 PM (IST)

    ભારતને લાગ્યો પાંચમો ઝટકો, ઔયર થયો કેચ આઉટ

    ભારતને લાગ્યો પાંચમો ઝટકો શ્રેયસ ઔયરનો લાગ્યો છે. કેચ આઉટ

  • 16 Mar 2021 08:03 PM (IST)

    શ્રેયશ ઐયરનો જબરજસ્ત શૉટ

    શ્રેયશ ઐયરએ કરનની ઓવરમાં એક જોરદાર ચોકકો ફટકાર્યો છે.

  • 16 Mar 2021 07:58 PM (IST)

    ભારતને લાગ્યો ચોથો ઝટકો, ઋષભ પંત 25 રન બનાવી Run Out

    એક પછી એક સારું પ્રદર્શન કરતાં ખેલાડીઓ  ભારત કહી રહ્યું છે. પંત પણ 25 રન બનાવી રન આઉટ થયો

  • 16 Mar 2021 07:52 PM (IST)

    ભારતે 160 રન બનાવવા પડશે: બેલ

    ઇંગ્લેન્ડના પૂર્વ બેટ્સમેન ઇયાન બેલનું માનવું છે કે કોહલી અને પંત ભારત માટે સારો સ્કોર બનાવી શકે છે. તેમનું માનવું છે કે 160થી નીચેના સ્કોર ઇંગ્લેન્ડ માટે ખૂબ મુશ્કેલ નહીં હોય.

  • 16 Mar 2021 07:42 PM (IST)

    ચોક્કાથી રશીદનું સ્વાગત કર્યું

    વિરાટ કોહલીની સામે ઈંગ્લેન્ડના કેપ્ટને આદિલ રશીદને બોલિંગ માટે ઉતાર્યો છે, જ્યારે આવતાની સાથે જ કોહલીએ શાનદાર ચોકકો ફટકાર્યો હતો

  • 16 Mar 2021 07:30 PM (IST)

    રોહિત પાછળ પાછળ ઇશાન પણ ચાલ્યો પવેલીયન તરફ

    રોહિત શર્મા પછી તરત જ ઇશાન કિશન પણ સાવ સસ્તામાં OUT થી ગયો હતો

  • 16 Mar 2021 07:27 PM (IST)

    ભારતને લાગ્યો બીજો મોટો ઝટકો, આશાસ્પદ રોહિત OUT

    શાનદાર પરફોર્મ કરી રહેલા રોહિત શર્મા તરફથી ભારતને ઘણી આશાઓ હતી પરંતુ માત્ર 15 રન બનાવીને રોહિતે પવેલીયનની વાટ પકડી હતી

  • 16 Mar 2021 07:16 PM (IST)

    ટીમ ઇન્ડિયાને લાગ્યો પહેલો ઝટકો, KL Rahul ખાતુ ખોલ્યા વગર OUT

    કેએલ રાહુલનો ખરાબ તબક્કો ત્રીજી મેચમાં પણ યથાવત રહ્યો  ફરી એકવાર રાહુલ ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો છે. માર્ક વુડની ઓવરનો ત્રીજો બોલ આશરે 146 કિલોમીટરની ઝડપે આવ્યો અને રાહુલના પેડ અને બેટની વચ્ચેથી બહાર આવ્યો અને વિકેટને ફટકારી. શ્રેણીમાં રાહુલની સતત બીજી ડક છે.

  • 16 Mar 2021 07:11 PM (IST)

    સ્ટેડિયમમાં દર્શકો વગર ચાલી રહ્યો છે મેચ

    વધતાં જતાં કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને GCAએ પ્રેક્ષકો વગર આગામી તમામ મેચ પ્રેક્ષકો વગર જ યોજવાનો નિર્ણય કર્યો છે.

  • 16 Mar 2021 07:00 PM (IST)

    નટરાજન જોડાશે ટીમમાં

    ટીમ ઈન્ડિયાના ડાબોડી, મીડિયમ ફાસ્ટ બોલર ટી.નટરાજન અમદાવાદ માટે રવાના થયા છે. એક મીડીયા રિપોર્ટ્સ અનુસાર, ઈજાના કારણે એનસીએમાં હાજર નટરાજન હવે ટૂંક સમયમાં અમદાવાદમાં ટીમ ઈન્ડિયામાં જોડાશે. નટરાજન ટીમનો એક ભાગ હતો, પરંતુ તે શ્રેણી પહેલા જ ઈજાને કારણે પહેલી 3 મેચમાં રમ્યો ન હતો.

  • 16 Mar 2021 06:53 PM (IST)

    રોહિત ટીમમાં સૂર્યા બહાર

    રોહિત શર્માની ટીમ ભારત પરત ફર્યા છે. રોહિતે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ન્યૂ ઝીલેન્ડ સામે ટીમ ઇન્ડિયા સામેની છેલ્લી ટી 20 મેચ ભજવી હતી. પરંતુ તેના બદલે સુર્યકુમાર યાદવ ટીમની બહાર છે. સુરીકુમાર ફક્ત છેલ્લા મેચમાં જ શરૂ થયો હતો, પરંતુ તેને બેટિંગ કરવાની તક મળી નથી. આવા કિસ્સામાં, તેઓ આ મેચમાંથી બહાર આવ્યા છે. કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે કેએલ રાહુલ રોહિત સાથે ઓપનિંગ કરશે, જ્યારે ઇશાન કિશનમાં ત્રણ અને કોહલી ચોથા ક્રમાંકમાં આવશે.

Published On - Mar 16,2021 10:53 PM

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">