વિધાનસભાની 6 પૈકી આ 3 બેઠક પર ભાજપ માટે જીતની મુશ્કેલી! જાણો પૂર્વ કોંગ્રેસી અલ્પેશ ઠાકોરના મતક્ષેત્રનું ગણિત

|

Oct 05, 2019 | 12:46 PM

ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણીમાં તમામ 6 બેઠક પર જીત માટે ભાજપ એડી-ચોટીનું જોર લગાવી રહી છે. પરંતુ આ 3 બેઠક પર જીત મેળવવી ભાજપ માટે કપરી છે. ટિકિટ વહેચણી બાદનો અસંતોષ, ભાજપની આંતરિક લડાઈ જ ભાજપને નુકસાન કરાવે તેવી શક્યતા જોવાઈ રહી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like […]

વિધાનસભાની 6 પૈકી આ 3 બેઠક પર ભાજપ માટે જીતની મુશ્કેલી! જાણો પૂર્વ કોંગ્રેસી અલ્પેશ ઠાકોરના મતક્ષેત્રનું ગણિત
bjp

Follow us on

ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણીમાં તમામ 6 બેઠક પર જીત માટે ભાજપ એડી-ચોટીનું જોર લગાવી રહી છે. પરંતુ આ 3 બેઠક પર જીત મેળવવી ભાજપ માટે કપરી છે. ટિકિટ વહેચણી બાદનો અસંતોષ, ભાજપની આંતરિક લડાઈ જ ભાજપને નુકસાન કરાવે તેવી શક્યતા જોવાઈ રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

આ પણ વાંચોઃ ‘આરે’ કોલોનીમાં વૃક્ષો કાપણીના વિરોધમાં પર્યાવરણ પ્રેમીઓ રસ્તા પર ઉતર્યા, જાણો કોર્ટે શા માટે આપી મંજૂરી

રાજ્યમાં 6 બેઠક પર પેટાચૂંટણી યોજાશે. જેમાં ભાજપને બે સીટ પર નુકસાન થાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે. કેટલીક બેઠક એવી છે જે ભાજપનો ગઢ ગણવામાં આવે છે. તો કેટલીક સીટ પર ભાજપને નુકસાન થવાની શક્યતા છે. રાજ્યની તમામ 6 બેઠકની વાત કરીએ તો, અમરાઈવાડી, ખેરાલુ અને થરાદ બેઠક જીતવા માટે ભાજપને વધારે જહેમત કરવી પડશે નહીં. પરંતુ અન્ય ત્રણ બેઠક પર ભાજપ માટે જીતવું આંકરુ સાબિત થાય તેવું લાગી રહ્યું છે. આમ તો ભાજપે જીતવા માટે તમામ સીટ પર એડીચોટીનું જોર લગાવ્યું છે. સરકાર અન સંગઠન બંનેમાંથી નેતાઓને જવાબદારી આપી જીત માટે મહેનત શરુ કરી છે. પરંતુ તમામ સીટ પર પરિણામ યોગ્ય મળશે નહિ તેવી ચર્ચા ભાજપના જ નેતાઓ કરી રહ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

6 બેઠક પૈકીની અમરાઈવાડી, થરાદ અને ખેરાલુ બેઠક ભાજપ સરળતાથી જીતી લેશે. લુણાવાડા બાયડ અને રાધનપુરમાં ભાજપને નુકસાન વેઠવું પડી શકે છે. લુણાવાડા બેઠક પર ભાજપે જીગ્નેશ સેવકને ટિકિટ આપી છે. જિગ્નેશ બ્રાહ્મણ સમાજમાંથી પ્રતિનિધિત્વ કરે છે. પરંતુ સ્થાનિક બ્રાહ્મણ નેતાઓ જ આંતરિક રીતે તેનો વિરોધ કરતા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. તો બીજી તરફ પાટીદારોનું પણ આ બેઠક પર એક વર્ચસ્વ છે. બીજી તરફ મહિસાગર જીલ્લાના પ્રમુખ જે.પી પટેલે ટિકિટ માગી હતી. પરંતુ તેની ટિકિટ કાપી અને પાટીદારો નારાજ છે. તો આ બેઠક પર NCPએ પાટીદાર કાર્ડ રમતા ભરત પટેલને ચૂંટણી જંગમાં ઉતર્યા છે. જેનો આમ તો ફાયદો ભાજપને થવાનો છે. બીજી તરફ ભાજપને OBC, SC અને ST મતદારોના મત ન મળે તેવી ભીતિ રહેલી છે. કારણ કે કોંગ્રેસે લુણાવાડા બેઠક પર સ્થાનિક ઉમેદવાર એટલે કે, ગુલાબસિંહ ચૌહાણને ટિકિટ આપી છે. જેથી તેના વોટનો સીધો ફાયદો કોંગ્રેસને રહે તેવી શક્યતા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તો આ સિવાય બાયડ બેઠક પર NCP ભાજપને નુકસાન કરાવી શકે છે. સ્થાનિક સૂત્રો કહી રહ્યા છે કે, બાયડ બેઠક પર ઠાકોર મતદારો વધારે છે. પરંતુ આ જ ઠાકોર સમાજના વોટ NCPને ફાયદો અને ભાજપને નુકસાન કરાવી શકે છે. કારણ કે, આ વિસ્તારમાં શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહનો દબદબો છે અને તે ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલાના વોટ તોડી શકે છે. તો બીજી તરફ કોંગ્રેસે આ બેઠક પર પાટીદારને ટિકિટ આપી છે. આમ તો આ સીટ પર 36 હજાર જેટલા પાટીદાર મતદારો છે. પરંતુ એ સિવાયના સવર્ણ મતદારો પણ કોંગ્રેસ તરફી મતદાન કરે તેવું હાલમાં વાતાવરણ રહેલું છે.

આ સિવાય જો રાધનપુર બેઠકની વાત કરીએ તો એ બેઠક પર ભાજપે પક્ષ પલટુ અલ્પેશ ઠાકોરને જ ટિકિટ આપી છે. આ સીટ પર આમ તો ઠાકોર અને ચૌધરી મતદારોનું વર્ચસ્વ રહેલું છે. પરંતુ એમાં પણ હાલમાં ભાજપને ડખ્ખા હોવાનું સામે આવી રહ્યું છે. કારણ કે, રાધનપુરમાં 3 ઠાકોર અને 2 ચૌધરીએ અપક્ષમાં ફોર્મ ભર્યું છે. જેથી અપક્ષ ઉમેદવારો ભાજપના વોટ તોડશે એ નક્કી છે. જેનો સીધો ફાયદો કોંગ્રેસને થશે. સુત્રો એ પણ જણાવી રહ્યા છે કે, અલ્પેશ ઠાકોર સામે ખુલીનો કોઈ બહાર આવતું નથી. પરંતુ અંદરખાને નારાજગી છે. જેનું નુકસાન ભાજપને થશે.

આ સિવાય અમરાઈવાડી બેઠકની જો વાત કરીએ તો, આમ તો આ સીટ પર ભાજપની જીત નિશ્ચિત છે. પરંતુ જગદીશ પટેલની લીડ ઘટે તેવી પૂરી શક્યતા રહેલી છે. ભાજપના આંતરિક સૂત્રો જ કહી રહ્યા છે કે આ ચૂંટણી દરમિયાન 2 જૂથ આમને-સામને છે. જેના કારણે જગદીશ પટેલની જીતની લીડ પર તેની અસર પડશે અને પ્રચાર દરમિયાન એક જૂથ નિષ્ક્રિય રહે તેવી પૂરી શક્યતા રહેલી છે. આમ અલગ અલગ બેઠક પર ભાજપ માટે ચેલેન્જ રહેલી છે. જેમાંથી કેટલી સીટ પર ભાજપને જીત મેળવવામ સફળતા મળે છે એ જોવું રહ્યું

Next Article