હાઈકોર્ટની કેન્દ્ર અને ચૂંટણી પંચને ફટકાર: વગર માસ્કે થતા ચૂંટણી પ્રચાર પર હાઈકોર્ટે મોકલી નોટીસ

દિલ્હી હાઈકોર્ટે ચૂંટણી પંચ અને કેન્દ્રને નોટિસ મોકલી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન માસ્ક પહેરવાની ખાતરી આપવાની અરજી પર સુનાવણી કરતા આ નોટીસ મોકલવામાં આવી છે.

હાઈકોર્ટની કેન્દ્ર અને ચૂંટણી પંચને ફટકાર: વગર માસ્કે થતા ચૂંટણી પ્રચાર પર હાઈકોર્ટે મોકલી નોટીસ
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Apr 08, 2021 | 2:39 PM

દેશમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, દિલ્હી હાઈકોર્ટે ચૂંટણી પંચ અને કેન્દ્રને નોટિસ મોકલી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન માસ્ક પહેરવાની ખાતરી આપવાની અરજી પર સુનાવણી કરતા આ નોટીસ મોકલવામાં આવી છે.

વિવિધ રાજ્યોમાં ચાલી રહેલી ચૂંટણી દરમિયાન પ્રચારમાં સામેલ દરેક વ્યક્તિ માટે માસ્કનો ફરજીયાત ઉપયોગ કરવાની વિનંતી કરવા માટે દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. જેના પર હાઈકોર્ટે ગુરુવારે કેન્દ્ર અને ચૂંટણી પંચને નોટીસ પાઠવી છે.

IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ

મુખ્ય ન્યાયાધીશ ડીએન પટેલ અને ન્યાયાધીશ જસમીત સિંહની ખંડપીઠે ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ ડીજીપી અને થિંક ટેન્ક ‘સેન્ટર ફોર એકાઉન્ટન્સી એકાઉન્ટેબિલિટી એન્ડ સિસ્ટમેટિક ચેન્જ’ (સીએએસસી) ના વડા વિક્રમ સિંહની અરજી પર કેન્દ્ર અને ચૂંટણી પંચને નોટિસ ફટકારી અને જવાબ માંગ્યો છે.

કોર્ટે આ કેસની આગામી સુનાવણી 30 એપ્રિલે નક્કી કરી છે, જ્યારે તે વિક્રમ સિંહની મુખ્ય અરજીની પણ સુનાવણી કરવામાં આવશે. મુખ્ય પિટિશનમાં સિંહે વિનંતી કરી છે કે કોવિડ -19 વૈશ્વિક રોગચાળાને પગલે ચૂંટણી પંચ દ્વારા જારી કરવામાં આવતી જરૂરી માર્ગદર્શિકાઓનું વારંવાર ઉલ્લંઘન કરનારા વિધાનસભાની ચૂંટણીમાં પ્રચારકો અને ઉમેદવારોને ચૂંટણી પ્રચાર કરતા અટકાવો.

વિક્રમ સિંહ તરફથી હાજર રહેલા એડવોકેટ વિરાગ ગુપ્તાએ બેંચને જણાવ્યું હતું કે, ચૂંટણી પંચે વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન ડિજિટલ, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા શારિરીક અંતર અને અનિવાર્ય માસ્ક પહેરવાની જાગૃતતા લાવવી જોઈએ.

ગુપ્તાએ દલીલ કરી હતી કે માસ્કના ઉપયોગ અંગે તમામ અધિકારીઓ એકમત છે, પરંતુ ચૂંટણી પ્રચાર દરમિયાન આ નિયમ કેમ લાગુ ન કરવો જોઇએ તે તર્કશાસ્ત્રની બહાર છે. કેન્દ્ર વતી, સરકારના કાયમી એડવોકેટ અનુરાગ આહલુવાલિયાએ નોટિસ સ્વીકારી હતી.

દેશમાં અત્યારે કોરોનાના કારણે કપરી પરિસ્થિતિ ઉભી થઇ છે. તેમજ ચૂંટણીઓમાં ભેગી કરવામાં આવતી જનમેદની અને તેમાં થતા કોરોના ગાઈડલાઈન્સના ઉલંઘનની ચર્ચાઓ સતત થતી રહેતી હોય છે. આ બાબતે હવે હાઈકોર્ટે કેન્દ્ર અને ચૂંટણી પંચને ફટકાર લગાવી છે.

આ પણ વાંચો: PM મોદીની કોરોનાની સ્થિતિ પર મુખ્યમંત્રીઓ સાથે બેઠક, મમતા બેનર્જીની નહીં આપે બેઠકમાં હાજરી

આ પણ વાંચો: મુંબઈમાં કોરોના વધ્યો તો બોલ્યા રાજ ઠાકરે – “અન્ય રાજ્યોના પ્રવાસી મજૂર જવાબદાર છે”

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">