ભાજપના આરોપ : અનાથ બાળકોની જાણકારી નથી આપી રહી દિલ્હી અને પશ્ચિમ બંગાળ સરકાર

સુપ્રીમ કોર્ટ (Supreme Court) એ કોરોનાથી અનાથ થયેલા બાળકો (orphan children) વિશે દિલ્હી સરકાર (Delhi government) અને પશ્ચિમ બંગાળ સરકાર (West Bengal government) ના વલણ અંગે નારાજગી વ્યક્ત કરી છે.

ભાજપના આરોપ :  અનાથ બાળકોની જાણકારી નથી આપી રહી દિલ્હી અને પશ્ચિમ બંગાળ સરકાર
FILE PHOTO

કોરોના વાયરસ મહામારીને કારણે અનાથ થયેલા બાળકો (orphan children) અંગે સુપ્રીમ કોર્ટ ખુબ જ ચિંતિત છે. સુપ્રીમ કોર્ટે બાળ આયોગ તેમજ કેન્દ્ર, રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આવા બાળકોની પાલન-પોષણ સહીતની તમામ જવાબદારી ઉઠાવવા કહ્યું છે. અનાથ બાળકો અંગેની તમામ માહિતી NCPCR માં રાજ્યો દ્વારા રજૂ કરવામાં આવતા ડેટાને આધારે છે. આ દરમિયાન દિલ્હી સરકાર (Delhi government) અને પશ્ચિમ બંગાળ સરકાર (West Bengal government) પર અનાથ બાળકોની માહિતી ન આપવાના આરોપો લાગ્યા છે.

 

સુપ્રીમ કોર્ટે પણ નારાજગી દર્શાવી છે
સુપ્રીમ કોર્ટ (Supreme Court) એ કોરોનાથી અનાથ થયેલા બાળકો (orphan children) વિશે દિલ્હી સરકાર અને બંગાળ સરકારના વલણ અંગે નારાજગી વ્યક્ત કરી છે. બાળ આયોગે પણ બંને સરકારોની આકરી ટીકા કરી છે. સુપ્રીમ કોર્ટની નારાજગીને લઈને ભાજપે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) અને બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી (Mamata Banerjee) ની નિંદા કરી છે.

ભાજપે કર્યા પ્રહારો
ભાજપે આ મુદ્દે દિલ્હી સરકાર (Delhi government) અને પશ્ચિમ બંગાળ સરકાર (West Bengal government) પર
અનાથ બાળકો (orphan children) પ્રત્યે સંવેદનશીલ ન હોવાનો આરોપ લગાવી પ્રહારો કર્યા છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકર (Prakash Javadekar) એ ટ્વીટ કર્યું હતું કે-

“સુપ્રીમ કોર્ટે દિલ્હી અને બંગાળ સરકારોને ઠપકો આપ્યો હતો. કોવિડ દરમિયાન અનાથ થઈ ગયેલા અથવા એક માતા-પિતામાંથી કોઈ એકનું અવસાન પામેલા બાળકો વિશે સાચી માહિતી આપવામાં આવી નથી. NCPCR પોર્ટલ પર પણ બંને રાજ્યોની આ માહિતી ઉપલબ્ધ નથી. કેજરીવાલ અને મમતાને આનાથી મોટા અરીસાની શું જરૂર છે.”

અનાથ બાળકો પર રાજકારણના આરોપ
નવી દિલ્હીના ભાજપા સાંસદ મીનાક્ષી લેખીએ કહ્યું કે કોરોના મહામારીમાં અનાથ થયેલા બાળકો (orphan children) માટે કેજરીવાલ સરકાર (Delhi government) અને મમતા બેનર્જી સરકાર (West Bengal government) દ્વારા કોઈ મદદ આપવામાં આવી નથી. આવા અનાથ બાળકોના શિક્ષણની સાથે, તેમની જમીન અને સંપત્તિ સુરક્ષિત કરવાની જવાબદારી રાજ્ય સરકારોની છે, પરંતુ બંને સરકારો આ બાબતે કોઈ પગલું ભરતી નથી. તેમણે કહ્યું કે કેજરીવાલ સરકારે જણાવવું જોઈએ કે તેમની સરકાર આ બાળકો માટે શું કરી રહી છે?

આ પણ વાંચો : Shivsena એ કરી વડાપ્રધાન મોદીની પ્રસંશા, Sanjay Raut એ કહ્યું નરેન્દ્ર મોદી દેશના મોટા નેતા