AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shivsena એ કરી વડાપ્રધાન મોદીની પ્રસંશા, Sanjay Raut એ કહ્યું નરેન્દ્ર મોદી દેશના મોટા નેતા

શિવસેના (Shivsena) ના પ્રવક્તા તેમજ રાજ્યસભા સાંસદ સંજય રાઉત (Sanjay Raut) એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે.

Shivsena એ કરી વડાપ્રધાન મોદીની પ્રસંશા, Sanjay Raut એ કહ્યું નરેન્દ્ર મોદી દેશના મોટા નેતા
FILE PHOTO : PM MODI
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jun 10, 2021 | 9:35 PM
Share

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તેમજ શિવસેના (Shivsena) અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે તાજેતરમાં દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા.બંને નેતાઓની મુલાકાત બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં અટકળોનો દોર શરૂ થયો છે. લોકો આને સત્તાના પરિવર્તનની આગાહી તરીકે જોઈ રહ્યા છે. આજે શિવસેનાના સ્થાપના દિવસે NCP પ્રમુખ શરદ પવારે ઉદ્ધવ ઠાકરેને તેમના પિતા બાલાસાહેબ ઠાકરેના સિદ્ધાંતોની યાદ અપાવી હતી. હવે શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉત (Sanjay Raut) એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે.

સંજય રાઉતે વડાપ્રધાન મોદીની પ્રસંશા મીડિયા રીપોર્ટસ અનુસાર શિવસેના (Shivsena) ના પ્રવક્તા તેમજ રાજ્યસભા સાંસદ સંજય રાઉત (Sanjay Raut) એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. વડાપ્રધાનની પ્રસંશા કરતા સંજય રાઉતે કહ્યું છે –

“મારું માનવું છે કે નરેન્દ્ર મોદી દેશ અને ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતા છે. ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 7 વર્ષમાં જે સફળતા હાંસલ કરી છે તે નરેન્દ્ર મોદીના કારણે જ છે, આ વાતને કોઇ પણ નકારી શકે નહીં.”

વડાપ્રધાન મોદી સાથે ઉદ્ધવ ઠાકરેની મુલાકાત મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તેમજ શિવસેના (Shivsena) અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) એ તાજેતરમાં વડાપ્રધાન મોદી (PM MODI) સાથે મુલાકાત કરી હતી અને બેઠક કરી હતી. આ દરમિયાન તેમણે મરાઠા આરક્ષણ, જીએસટી વળતર અને કંજુરમાર્ગમાં સૂચિત મેટ્રો કારશેડ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ બેઠકમાં રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અજિત પવાર અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ચવ્હાણ પણ તેમની સાથે હાજર હતા.

મહારાષ્ટ્ર વિધાનસભાના વિપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસને જયારે આ બેઠક અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, “મને ખબર નથી કે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન અને વડાપ્રધાન વચ્ચે કોઈ અલગ બેઠક થઈ છે કે નહીં. જો આપણે માની લઈએ કે આવી બેઠક થઈ છે, તો તે આશ્ચર્યની વાત નથી.”

આમારી સરકાર 5 વર્ષ સુધી ચાલશે : શરદ પવાર મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તેમજ શિવસેના (Shivsena) અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે અને વડાપ્રધાન મોદી (PM MODI) વચ્ચે થયેલી બેઠક બાદ શરદ પવારે કહ્યું, ‘ઠાકરે-મોદી બેઠક અને વાતચીત છતાં પણ અમને વિશ્વાસ છે કે અમારી સરકાર 5 વર્ષ ચાલશે. અમે આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં પણ લોકોની સુખાકારી માટે કામ કરવાનું ચાલુ રાખીશું.”

આ પણ વાંચો : મંદિરના પૂજારી પાસે અધિકારીઓએ માંગ્યું ભગવાનનું Aadhaar card!, કારણ જાણીને ચોંકી જશો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">