Gujarati NewsPoliticsDelhi cm arvind kejriwals car attacked in outer delhi by 100 men with sticks bjp blamed
થપ્પડ પછી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર લાઠીઓ ચલાવવામાં આવી, જુઓ વીડિયો
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર ફરી એકવાર હુમલો થયો છે. શુક્રવારે કેજરીવાલ એક કાર્યક્રમમાં ભાગ લેવા દિલ્હીના નરેલા વિસ્તારમાં જઈ રહ્યાં હતાં ત્યારે આ ઘટના બની હતી. આ માટે આમ આદમી પાર્ટીએ ભાજપના કાર્યકર્તાઓને જવાબદાર ઠેરવ્યા છે. જેનું ભાજપે ખંડન કર્યું છે. This is a proof that Delhi CM @ArvindKejriwal was attacked by the goons […]
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર ફરી એકવાર હુમલો થયો છે. શુક્રવારે કેજરીવાલ એક કાર્યક્રમમાં ભાગ લેવા દિલ્હીના નરેલા વિસ્તારમાં જઈ રહ્યાં હતાં ત્યારે આ ઘટના બની હતી. આ માટે આમ આદમી પાર્ટીએ ભાજપના કાર્યકર્તાઓને જવાબદાર ઠેરવ્યા છે. જેનું ભાજપે ખંડન કર્યું છે.
આ ઘટના એવા સમય બની જ્યારે કેજલીવાલ 26 અનધિકૃત કોલોનીમાં વિકાસ કાર્યોને જોવા માટે દિલ્હીના ભાગોળે આવેલા વિસ્તારમાં ગયા હતા. જોકે સદનસીબે કેજરીવાલને કોઈ જ ઈજા થઈ નથી. આમ આદમી પાર્ટીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ્સ પર એક પણ વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં ભાજપના ટોળા દ્વારા હુમલો કરાયો હોવાનો દાવો કર્યો છે.
આમ આદમી પાર્ટીએ જાહેર કરેલા વીડિયોમાં એક ટોળું દેખાઇ રહ્યું છે જેના હાથમાં ભાજપના કમળના ઝંડા પણ દેખાઇ રહ્યાં છે. જો કે બીજી બાજુ ભાજપે તમામ આરોપો નકાર્યા હતા. આ ઘટના આજે સાંજે સવા ચાર વાગ્યે ઘટી હતી.