PM મોદીની શપથવિધિ દરમિયાન હેક થઈ ભાજપની વેબસાઈટ, હેકરે આપી વેબસાઈટ ફરીથી ચાલુ કરવા અંગે ચેલેન્જ તો પાર્ટીનો ‘છૂટ્યો પરસેવો’

|

May 30, 2019 | 3:01 PM

એક તરફ દિલ્હીમાં ભાજપની સરકાર બની તેનો ઉત્સવ અને શપથવિધિ ચાલી રહી છે તો બીજી તરફ દિલ્હી ભાજપની આધિકારીક વેબસાઈટ કોઈ હેકર દ્વારા હેક કરી લેવામાં આવી છે. Web Stories View more રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ ભગવાન […]

PM મોદીની શપથવિધિ દરમિયાન હેક થઈ ભાજપની વેબસાઈટ, હેકરે આપી વેબસાઈટ ફરીથી ચાલુ કરવા અંગે ચેલેન્જ તો પાર્ટીનો છૂટ્યો પરસેવો

Follow us on

એક તરફ દિલ્હીમાં ભાજપની સરકાર બની તેનો ઉત્સવ અને શપથવિધિ ચાલી રહી છે તો બીજી તરફ દિલ્હી ભાજપની આધિકારીક વેબસાઈટ કોઈ હેકર દ્વારા હેક કરી લેવામાં આવી છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

એક કલાકથી સતત ભાજપની આ વેબસાઈટ હેક કરનાર હેકર પોતાના ટ્વિટક એકાઉન્ટ પર અપડેટ આપી રહ્યો છે. એક ટ્વિટમાં તેને ચેલેન્જ આપી છે કે જોઈએ કેટલાં સમયમાં તમે પાછી વેબસાઈટને રિકવર કરી શકો છો. આ હેકર પોતાને ‘સાયબર ચોકીદાર’ ગણાવી રહ્યો છે અને તેના મુખ્ય ટાર્ગેટ ભારતની આધારકાર્ડની સિસ્ટમ અને ભાજપ આઈટી સેલ હોય તેવું તેની પ્રોફાઈલમાં જોવા મળી રહ્યું છે.

અગાઉ આ હેકરે ભારતીય રેલવેની  વેબસાઈટને લઈને પોતાના સોશિયલ મીડિયા પ્લેફોર્મ પર એક ટ્વિટ કરી હતી. આ હેકરે ભાજપની દિલ્હીની વેબસાઈટ હેક કરીને તેમાં બીફના ફોટો લગાવી દીધા છે. આ હેકિંગને લઈને તે સિસ્ટમને પડકાર આપી રહ્યો છે. એક ખાનગી ન્યૂઝ ચેનલે જ્યારે આ હેકિગને લઈને સ્ટોરી કરી ત્યારે તેની ખબરને પણ આ હેકરે ટ્વિટ કરીને લખ્યું કે વાહ વેરી ફાસ્ટ. સતત એક કલાક સુધી આ વેબસાઈટ હાલ બંધ કરી દેવાઈ છે અને તેને આ હેકર પાસેથી પરત રિકવર કરવાના પ્રયત્નો થઈ રહ્યાં છે તેવું વેબસાઈટ પર મેઈટેન્સના મેસેજ દ્વારા જણાઈ રહ્યું છે.

 

TV9 Gujarati

 

https://twitter.com/fs0c131y/status/1134094578825531398

નીચેની ટ્વિટમાં તમે જોઈ શકો છો તે હેકર દ્વારા એક ચેલેન્જ આપવામાં આવી છે કે કેટલાં સમયમાં આ વેબસાઈટ ફરીથી ચાલુ થઈ જશે.

પોતે જ વેબસાઈટ કરીને ટ્વિટ કરીને લખે છે કે મને નહોતી ખબર કે બીજેપીનો મતલબ બીફ જનતા પાર્ટી થાય છે. વેબસાઈટ હેક કરીને ત્યાં બીફને લગતી આઈટમોને દર્શાવી દેવાઈ છે. જ્યાં સુધી અમે આ ખબર લખી ત્યાં સુધી તો ભાજપની વેબસાઈટ ચાલુ થઈ શકી નથી.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article