કોરોના વાઈરસથી બચવા માટે રાખો આ કાળજી, અફવા ના ફેલાવવા સરકારની અપીલ

કોરોના વાઈરસ જેટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે તેને લગતી કેટલીક અફવાઓ પણ તેટલા જ વેગે ફેલાઈ રહી છે. આવી જ અફવા આવી હતી કે કોરોનાને કારણે કેન્દ્ર સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે. જે મુજબ 14 માર્ચથી 21 માર્ચ સુધી તમામ શાળા, કોલેજો બંધ રાખવાનો આદેશ હતો અને આ આદેશનો અમલ ગુજરાતમાં પણ કરવાનો હતો. જો […]

કોરોના વાઈરસથી બચવા માટે રાખો આ કાળજી, અફવા ના ફેલાવવા સરકારની અપીલ
TV9 WebDesk8

| Edited By: TV9 Webdesk11

Mar 16, 2020 | 10:49 AM

કોરોના વાઈરસ જેટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે તેને લગતી કેટલીક અફવાઓ પણ તેટલા જ વેગે ફેલાઈ રહી છે. આવી જ અફવા આવી હતી કે કોરોનાને કારણે કેન્દ્ર સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે. જે મુજબ 14 માર્ચથી 21 માર્ચ સુધી તમામ શાળા, કોલેજો બંધ રાખવાનો આદેશ હતો અને આ આદેશનો અમલ ગુજરાતમાં પણ કરવાનો હતો. જો કે, આરોગ્ય વિભાગના નામે સામે આવેલી આ માર્ગદર્શિકા ખોટી છે. સોશિયલ મીડિયામાં આ પત્ર ફરતો થયો છે અને ગંભીરતાને જોતા જ કેન્દ્રના આરોગ્ય વિભાગે આ પત્ર ખોટો હોવાનો ખુલાસો કર્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   કોરોના વાઈરસનો કહેર : સ્કૂલ-મોલ અને સિનેમાઘરો બંધ, જાણો 10 મોટા નિર્ણય વિશે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રાજ્યના આરોગ્ય વિભાગે પણ ગુજરાતમાં આવી કોઈ માર્ગદર્શિકા નહીં આવી હોવાની વાતને સમર્થન આપ્યું હતું. 21 માર્ચ સુધી કોઈ જ રજા જાહેર કરાઈ નથી. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ સ્પષ્ટતા કરી છે કે આ પત્ર તદ્દન ખોટો છે. વળી ગુજરાતમાં કોરોનાનો એક પણ કેસ પોઝિટીવ નોંધાયો નથી. જેથી શાળા, કોલેજો બંધ રાખવી કે, રજા જાહેર કરવાનો કોઈ સવાલ આવતો નથી. આરોગ્ય વિભાગે લોકોને આવા નકલી પત્રોથી ગેરમાર્ગે ન દોરાવા અપીલ કરી છે.

 • શું કરવું જોઈએ?

 • સ્વચ્છતા જાળવો
 • સતત સાબુથી હાથ ધોવાની ટેવ રાખો
 • શરદી કે ઉધરસ હોય તો રૂમાલ સાથે રાખો
 • જો હાથ ગંદા હોય તો સાબુ અથવા પાણી ધોવાનું રાખો
 • આંખ, નાક અને મોંને હાથનો સ્પર્શ જરૂર ના હોય તો ટાળો
 • જો બિમારી જેવું લાગે તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો
 • શું ના કરવું જોઈએ?

 • જો શરદી-ઉધરસ હોય તો અન્ય કોઈ વ્યક્તિની વધારે નજીક જવાનું ટાળો
 • જાનવરોના સંપર્કમાં ના આવો
 • બરાબર પકાવ્યા વગર માંસ ના ખાઓ
 • વધારે ભીડ હોય તેવી જગ્યાએ કામ વગર જવાનું ટાળો
 • હસ્તધૂનનના બદલે નમસ્કારથી અભિવાદન કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati