વિશ્વભરમાં કોરોનાના લીધે હાહાકાર, અત્યારસુધીમાં 5444થી વધારે લોકોના મોત

|

Mar 16, 2020 | 10:43 AM

માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરના દેશોમાં કોરોના મહામારી સાબિત થઈ રહ્યો છે.  સમગ્ર વિશ્વમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. લોકો હવે આ બિમારીથી બચવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. સ્કૂલ, કૉલેજો, થિયેટર અને જાહેર કાર્યક્રમો પણ બંધ થવા લાગ્યા છે. અત્યાર સુધી કોરોના વાઈરસ 145 દેશમાં પ્રસરી ગયો છે.  […]

વિશ્વભરમાં કોરોનાના લીધે હાહાકાર, અત્યારસુધીમાં 5444થી વધારે લોકોના મોત

Follow us on

માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરના દેશોમાં કોરોના મહામારી સાબિત થઈ રહ્યો છે.  સમગ્ર વિશ્વમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. લોકો હવે આ બિમારીથી બચવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. સ્કૂલ, કૉલેજો, થિયેટર અને જાહેર કાર્યક્રમો પણ બંધ થવા લાગ્યા છે. અત્યાર સુધી કોરોના વાઈરસ 145 દેશમાં પ્રસરી ગયો છે.  જેમાં કુલ 5444થી વધુ લોકો મોતને ભેટ્યા છે. જ્યારે 1.48 લાખથી વધુ લોકો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

આ પણ વાંચો :    રાજકોટ: કોરોના વાઈરસના પગલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યક્રમો કરાયા રદ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ચીનમાં અત્યાર સુધી 3177 લોકોનાં મોત થયા છે.. જોકે ચીનમાં કોરોનાનો પ્રકોપ ઝડપથી ઘટી રહ્યો છે પરંતુ યુરોપમાં કોરોના ઝડપથી વધી રહ્યો છે. જેથી વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોનાનું એપી સેન્ટર ચીનથી બદલીને યુરોપને જાહેર કર્યું છે તો બીજી તરફ ઈરાનમાં 514 લોકોના મોત સાથે કુલ 11364 કેસ નોંધાયા છે. સ્પેનમાં વધુ 34નાં મોત સાથે કુલ 120નાં લોકોનાં મોત થયા છે તો દક્ષિણ કોરિયામાં કુલ મૃત્યુઆંક 71 થયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાઈરસના વધતા કેસ પછી અમેરિકામાં નેશનલ ઈમરજન્સી જાહેર કરી દીધી છે. દરેક રાજ્યોને તાત્કાલીક ચોક્કસ ઉપાય કરવાનું કહેવામાં આવ્યું છે. વાઈરસની મહામારીને ટક્કર આપવા માટે ટ્રમ્પ પ્રશાસને રાજ્ય સરકારને 50 અબજ ડોલરનું ફંડ આપ્યું છે. મેક્સિકો પોતાને ત્યાં કોરોના વાઈરસના ફેલાવાને અટકાવવા માટે ઉત્તરની બાજુ આવેલી સરહદને બ્લોક કરવા વિચારણા કરી રહ્યું છે. સાઉદી અરેબિયાએ રવિવારથી બે સપ્તાહ માટે તેની તમામ આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સેવા રદ્દ કરી દીધી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 1:27 pm, Sat, 14 March 20

Next Article