Rajasthan ભાજપમાં ફરી વિવાદ, આંતરિક ખટરાગનો જાણો શું છે સમગ્ર મામલો 

|

Jan 12, 2021 | 5:53 PM

Rajasthan  ભાજપના  પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેના સમર્થક અને તેમના વિરોધી એક વાર ફરી આમને સામને આવ્યા છે.  જેમા હાલમા જ ભાજપ નેતૃત્વ દ્વારા રાજસ્થાનના નેતાઓની બેઠક બાદ સામે આવ્યો છે.

Rajasthan ભાજપમાં ફરી વિવાદ, આંતરિક ખટરાગનો જાણો શું છે સમગ્ર મામલો 

Follow us on

Rajasthan  ભાજપના  પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેના સમર્થક અને તેમના વિરોધી એક વાર ફરી આમને સામને આવ્યા છે.  જેમા હાલમા જ ભાજપ નેતૃત્વ દ્વારા રાજસ્થાનના નેતાઓની બેઠક બાદ સામે આવ્યો છે.  આ બેઠકમા વસુંધરા રાજેને આમંત્રિત કરવામા આવ્યા ન હતા, તેની બાદ વસુંધરા રાજેના સમર્થકોએ સોશિયલ મીડીયા પર પોતાનો અલગ મંચ બનાવવાની જાહેરાત કરી હતી. જેના પગલે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સતીશ પુનિયાએ આકરી પ્રતિક્રિયા આપી હતી ભાજપનો આંતરિક કલહની અસર રાજ્યમાં થનાર ત્રણ વિધાનસભા પેટા-ચુંટણી પર પડી શકે છે.

ભાજપ નેતૃત્વએ હાલમા આ મામલે નજર રાખી રહ્યું  છે,  સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમા હજુ પણ વસુંધરારાજેની બાદબાકી શક્ય નથી. પરંતુ કેન્દ્રીય નેતૃત્વ રાજ્ય પર પોતાની પકડ મજબૂત કરવા માંગે છે. આ જ કારણે થોડા દિવસ પૂર્વે રાજસ્થાનના મુદ્દે ચર્ચા માટે પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયા અને અન્ય નેતાઓ  દિલ્હી કેન્દ્રીય નેતૃત્વ સાથે બેઠક માટે ગયા હતા. જેમા વસુંધરા રાજે સામેલ ન હતા. આ બેઠક બાદ વસુંધરા રાજેના સમર્થકોએ સોશિયલ મીડિયા પર સમર્થક મંચ બનાવીને પોતાનું અભિયાન તેજ કર્યું હતું અને જિલ્લા સ્તર સુધી આ મંચનો વિસ્તાર કર્યો છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ અંગે પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયાએ તેનીઓ આકરો વિરોધ કર્યો  હતો. તેમણે ક્હ્યું કે પાર્ટી વ્યક્તિથી નહી પરંતુ સંગઠનથી ચાલે છે.  તેમણે કહ્યું કે મંચ સાથે જોડાયેલા લોકો ભાજપના સક્રિય સભ્યો નથી. તેની બાદ સોશિયલ મીડિયા પર પ્રમુખ સતિશ પુનિયાના સમર્થકોનો મંચ પણ ઊભો થયો હતો. જો કે પુનિયાએ આ મંચ અંગે તેમને કોઇ જાણકારી ના હોવાનું જણાવ્યું હતું.

Next Article