AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BJPના ‘આઇટી સેલ’ સામે કોંગ્રેસ ઉતારશે ‘સોશિયલ મીડિયા વોરિયર્સ’, કરશે 5 લાખ યુવાનોની ભરતી

કોંગ્રેસ વિશાળ સંખ્યામાં 'સોશિયલ મીડિયા વોરિયર્સ'ની ભરતીનું અભિયાન શરૂ કરવા જઈ રહી છે. આ અભિયાન અંતર્ગત લગભગ 5 લાખ સોશ્યલ મીડિયા યોદ્ધાઓની ભરતી કરવામાં આવશે.

BJPના 'આઇટી સેલ' સામે કોંગ્રેસ ઉતારશે 'સોશિયલ મીડિયા વોરિયર્સ', કરશે 5 લાખ યુવાનોની ભરતી
સોશિયલ મીડિયા વોર
Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 07, 2021 | 4:48 PM
Share

સોશ્યલ મીડિયા પર ભાજપ સાથે બાથ ભીડવા માટે કોંગ્રેસ પૂર્ણ શક્તિ સાથે ઉતારવા જઈ રહી છે. કોંગ્રેસ વિશાળ સંખ્યામાં ‘સોશિયલ મીડિયા વોરિયર્સ’ની ભરતીનું અભિયાન શરૂ કરવા જઈ રહી છે. આ અભિયાન અંતર્ગત લગભગ 5 લાખ સોશ્યલ મીડિયા યોદ્ધાઓની ભરતી કરવામાં આવશે. ટૂંક સમયમાં ભાજપના આઈટી સેલ અને કોંગ્રેસના સોશ્યલ મીડિયા વોરીયર્સ વચ્ચે કીબોર્ડ યુદ્ધ જોવા મળશે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બની ગયા છે અખાડો

કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જોરદાર લડત જોવા મળશે. સોશિયલ મીડિયાને લગતા પ્લેટફોર્મ્સ હવે એક અખાડો બનવા જઈ રહ્યો છે. કોંગ્રેસ 5 લાખ સોશિયલ મીડિયા વોરીયર્સની ભરતી માટે સોમવારે હેલ્પલાઈનની જાહેર કરશે. ખાનગી સમાચાર કંપનીના અહેવાલથી આ માહિતી બહાર આવી છે. 2014 ની લોકસભાની ચૂંટણી બાદ કોંગ્રેસ ચૂંટણીલક્ષી રમતમાં ભાજપ સામે ઓછી ઉતરતી જોવા મળે છે. સતત પરાજિત થવા પર કોંગ્રેસમાં આત્મચિંતન થતું રહ્યું છે. જેનું પરિણામ છે આ અભિયાન.

કોંગ્રેસનું નવું અભિયાન કોગ્રેસે નક્કી કરી લીધું છે કે તે હવે ભાજપ સામે સોસિયલ મીડિયા વોરમાં ટક્કર આપશે. અત્યાર સુધી પ્રચાર અને પ્રસાર માટે ભાજપે જે રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો છે તે જોતા કોંગ્રેસ પણ આ નીતિઓ પર આગળ વધતી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા વોરીયર્સ કાર્યક્રમ અંતર્ગત દેશના ખૂણે ખૂણા સુધી પોતાની ઉપસ્થિતિને બજબુત કરવાનો પ્લાન કોગ્રેસ બનાવી રહી છે.

આવી રીતે સિલેક્ટ કરવામાં આવશે 5 લાખ લોકોને કોંગ્રેસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દેશના અલગ અલગ જીલ્લાઓમાંથી 50 હજાર લોકોને સિલેક્ટ કરશે. આ લોકોની મદદ માટે અન્ય 4.5 લાખ કાર્યકર્તાઓને જોડવામાં આવશે. કોગ્રેસના એક વરિષ્ઠ નેતાએ આપેલી જાણકારી અનુસાર સોશિયલ મીડિયા સેલમાં સિલેક્ટ થવા પહેલા ઉમેદવારની ઓળખ અને તપાસ કરવામાં આવશે. જલ્દી જ આ ભરતી પૂરી કરવામાં આવશે અને એના માટે તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે કે હવે ભાજપના સોશિયલ મીડિયા મહારથીઓ સામે લડવા માટે કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયા વોરીયર્સ તૈયાર કરવામાં આવશે. બંને વચ્ચે સોશિયલ મીડિયા યુદ્ધ ટૂંક સમયમાં જ જોવા મળશે.

અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું
અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું
આ રાશિના જાતકો આજે ફુલ આરામ કરશે, તમારો દિવસ કેવો રહેશે, જુઓ Video
આ રાશિના જાતકો આજે ફુલ આરામ કરશે, તમારો દિવસ કેવો રહેશે, જુઓ Video
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત
થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત
આ રાશિના લોકોનું જીવન લેશે નવો વળાંક! અચાનક મળશે મોટી તક, જુઓ Video
આ રાશિના લોકોનું જીવન લેશે નવો વળાંક! અચાનક મળશે મોટી તક, જુઓ Video
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
g clip-path="url(#clip0_868_265)">