ચૂંટણીમાં સ્મૃતિ ઈરાની વિરુદ્ધ રાહુલ ગાંધીની હાર બાદ કોંગ્રેસે આ લોકોને ખાસ કામ માટે અમેઠી મોકલ્યા

|

Jun 07, 2019 | 6:56 AM

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને અમેઠીમાં મળેલી હારે રાહુલ જ નહીં કોંગ્રેસને પણ અંદરથી હચમચાવી નાખી છે. કદાચ એટલે જ હવે પાર્ટી રાહુલની હારની સીક્રેટ સમીક્ષા કરવામાં લાગી ગઈ છે. મળતી વિગતો પ્રમાણે આ આખીય કામગીરી એકદમ ગુપ્ત રીતે પાર પાડવામાં આવી રહીછે. અને એ માટે યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા […]

ચૂંટણીમાં સ્મૃતિ ઈરાની વિરુદ્ધ રાહુલ ગાંધીની હાર બાદ કોંગ્રેસે આ લોકોને ખાસ કામ માટે અમેઠી મોકલ્યા

Follow us on

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને અમેઠીમાં મળેલી હારે રાહુલ જ નહીં કોંગ્રેસને પણ અંદરથી હચમચાવી નાખી છે. કદાચ એટલે જ હવે પાર્ટી રાહુલની હારની સીક્રેટ સમીક્ષા કરવામાં લાગી ગઈ છે. મળતી વિગતો પ્રમાણે આ આખીય કામગીરી એકદમ ગુપ્ત રીતે પાર પાડવામાં આવી રહીછે. અને એ માટે યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના ખાસ માનવામાં આવતા લોકોને આ જવાબદારી સોંપવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

આ પણ વાંચોઃ બંગાળમાં રામની જયકારને લઈ મમતા બેનર્જીના વર્તનની ટીકાઓ થઈ રહી છે, પરંતુ પાર્ટી કોઈપણ રીતે ઝૂકવા તૈયાર નથી

અમેઠીથી ત્રણ વાર સાંસદ રહેલા રાહુલ ગાંધીને આ વખતે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સામે હારનો સામનો કરવો પડ્યો છે. ઉત્તરપ્રદેશ કોંગ્રેસના એક સભ્યના જણાવ્યું પ્રમાણે સોનિયા ગાંધીના પ્રતિનિધિ કિશોરી લાલ શર્મા અને પ્રિયંકા ગાંધીનું રાજકીય કામકાજ સંભાળનાર ઝુબૈર ખાન છેલ્લા ત્રણ દિવસથી અમેઠીમાં છે અને હારના કારણોની ચર્ચા કરી રહ્યા છે. સિંહે જણાવ્યું કે, રુટ લેવલથી એટલે કે ગામડાઓમાં જઈને હારના કારણો જાણવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. કમિટીના સભ્ય પંચાયત અને બ્લોક પ્રમુખ સાથે બેસીને ચર્ચા કરી રહ્યા છે.

TV9 Gujarati

 

મહત્વનું છે કે ભાજપના સ્મૃતિ ઈરાનીએ આ વખતે રાહુલ ગાંધીને 55,120 મતથી હરાવ્યા છે. ત્યારપછી અહીં કોંગ્રેસ અધ્યક્ષે હારની જવાબદારી સ્વીકારીને રાજીનામું આપી દીધું છે. 2014માં રાહુલ ગાંધી આ સીટ પરથી સતત ત્રણ વખત સાંસદ ચૂંટાયા હતા. ત્યારે ભાજપે રાજ્યસભા સાંસદ સ્મૃતિ ઈરાનીને અહીંથી મેદાનમાં ઉતાર્યા હતા. ત્યારે સ્મૃતિ ઈરાનીએ 3 લાખથી વધારે મત મેળવીને રાહુલ ગાંધીને ટક્કર આપી હતી.

Watch more interesting videos on TV9 Gujarati YouTube channel

Published On - 2:46 pm, Sat, 1 June 19

Next Article