AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Congressને મળ્યું 139 કરોડનું ડોનેશન ,જાણો કોણે કેટલું આપ્યું ડોનેશન

Congress  પાટીને વર્ષ 2019-20 દરમિયાન  કેટલું ડોનેશન મળ્યું છે તેની  માહિતી બહાર આવી છે. કોંગ્રેસને વર્ષ  2019-20માં રૂપિયા 139 કરોડથી વધુનું ડોનેશન મળ્યું હતું.

Congressને મળ્યું 139 કરોડનું ડોનેશન ,જાણો કોણે કેટલું આપ્યું ડોનેશન
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 05, 2021 | 5:16 PM
Share

Congress  પાર્ટીને  વર્ષ 2019-20 દરમિયાન  કેટલું ડોનેશન મળ્યું છે તેની  માહિતી બહાર આવી છે. કોંગ્રેસને વર્ષ  2019-20માં રૂપિયા 139 કરોડથી વધુનું ડોનેશન મળ્યું હતું. જેમાં પાર્ટીના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે પાર્ટી ફંડમાં 3 કરોડ રૂપિયા સૌથી વધુ ફાળો આપ્યો હતો. ચૂંટણી પંચે Congress ને 2019-20માં મળેલા ડોનેશનને લગતો અહેવાલ જાહેર કર્યો છે.

ચૂંટણી પંચના આ અહેવાલ મુજબ, ‘આઇટીસી અને તેની સાથે સંકળાયેલી કંપનીઓએ  ડોનેશનમાં 19 કરોડ રૂપિયાથી વધુ આપ્યા હતા. જ્યારે’ પ્રૂફેડ ઇલેક્ટોરલ ટ્રસ્ટ’એ 31 કરોડ રૂપિયા આપ્યા હતા. સંબંધિત કાયદાઓની જોગવાઈઓ હેઠળ રાજકીય પક્ષોને લોકો કંપનીઓ ચૂંટણી ટ્રસ્ટ અને સંગઠનો દ્વારા આપવામાં આવતી 20,000 રૂપિયાથી વધુની ડોનેશન માહિતી આપવી જરૂરી છે.

અહેવાલમાં જણાવવામાં આવ્યું છે  કે, 1 એપ્રિલ, 2019 થી 31 માર્ચ, 2020 ની વચ્ચે પૂર્વ પીએમ મનમોહનસિંહે 1,08,000 રૂપિયા ડોનેશન આપ્યું હતું. જ્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 54,000 અને પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને રૂ. 50,000 રૂપિયા કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે 2019-2020 દરમ્યાન પાર્ટી ફંડમાં 3 કરોડ રૂપિયામાં સૌથી વધુ ફાળો આપ્યો હતો.

નોંધપાત્ર વાત એ છે કે સિબ્બલ  23 સભ્યોમાંથી એક હતા જેમણે સોનિયા ગાંધીને ઓગસ્ટ 2020 માં પત્ર લખીને મોટા સંગઠનાત્મક ફેરફારોની માંગ કરી હતી. આ ‘જી 23 જૂથ’ ના અન્ય સભ્યોમાં આનંદ શર્મા, શશી થરૂર અને ગુલામ નબી આઝાદે  54-54 હજાર રૂપિયા, મિલિંદ દેવડાને એક લાખ રૂપિયા અને રાજ બબ્બરે એક લાખ આઠ હજાર રૂપિયા ડોનેશન આપ્યું હતું.

રિપોર્ટ અનુસાર કોંગ્રેસને 20 હજાર રૂપિયાથી વધુના દાનની કુલ રકમ 139,01,62,000 છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, પૂર્વ કેન્દ્રીય પ્રધાન એ.કે. કે. એન્ટની, કુમારી સેલ્જા અને વરિષ્ઠ નેતા અહેમદ પટેલે પણ પાર્ટીને દાન આપ્યું હતું. ગયા વર્ષે પટેલનું અવસાન થયું હતું. તે જ સમયે, રસપ્રદ વાત એ છે કે, ગયા વર્ષે માર્ચમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા જ્યોતિરાદિત્ય સિંધિયાએ નાણાકીય વર્ષ 2019-20માં પાર્ટીને 54 હજાર રૂપિયા ડોનેશન આપ્યું છે.

ડોનેશનને લગતા દસ્તાવેજ ગત વર્ષે ડિસેમ્બરમાં કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચને સુપરત કરવામાં આવ્યા હતા અને પક્ષના વચગાળાના ખજાનચી પવન બંસલ દ્વારા સહી કરવામાં આવી હતી. તે જ સમયે, તેના ફાળો અહેવાલમાં, બહુજન સમાજ પાર્ટીએ કહ્યું કે તેને 20,000 રૂપિયાથી વધુ નથી મળ્યા.

g clip-path="url(#clip0_868_265)">