લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસની પડી વિકેટ, માણાવદરના ધારાસભ્યનું કોંગ્રેસમાંથી રાજીનામું, ભાજપમાં જોડાઈને સાંજે લઈ શકે છે મંત્રીપદના શપથ

|

Mar 08, 2019 | 10:13 AM

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટી ઉંઘતી ઝડપાઈ છે. ચૂંટણી પહેલા હમેશાં જોડતોડની નિતીમાં ભાજપ કોંગ્રેસને માત આપતુ હોય છે, તેવો જ કઈંક ઘાટ આજે ઘડાયો છે. કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ભાજપમા જોડાવાની અટકળો વચ્ચે સૌરાષ્ટ્ર્નાં કદાવર નેતા જવાહર ચાવડા ભાજપમાં જોડાઈ રહ્યાં છે. સૌરાષ્ટ્રના માણાવદરના વર્ષોથી કોંગ્રેસનો ગઢમાં આજે ભાજપે ગાબડું પાડ્યું છે. વર્ષોથી કોંગ્રેસમાં […]

લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસની પડી વિકેટ, માણાવદરના ધારાસભ્યનું કોંગ્રેસમાંથી રાજીનામું, ભાજપમાં જોડાઈને સાંજે લઈ શકે છે મંત્રીપદના શપથ

Follow us on

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટી ઉંઘતી ઝડપાઈ છે. ચૂંટણી પહેલા હમેશાં જોડતોડની નિતીમાં ભાજપ કોંગ્રેસને માત આપતુ હોય છે, તેવો જ કઈંક ઘાટ આજે ઘડાયો છે. કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ભાજપમા જોડાવાની અટકળો વચ્ચે સૌરાષ્ટ્ર્નાં કદાવર નેતા જવાહર ચાવડા ભાજપમાં જોડાઈ રહ્યાં છે.

સૌરાષ્ટ્રના માણાવદરના વર્ષોથી કોંગ્રેસનો ગઢમાં આજે ભાજપે ગાબડું પાડ્યું છે. વર્ષોથી કોંગ્રેસમાં જીત મેળવી રહેલા દિગ્ગજ નેતા જવાહર ચાવડા ભાજપમાં જોડાશે, અટકળો તો એવી પણ છે કે, જવાહક ચાવડાને મંત્રી પદ પણ સોંપવાની પાર્ટીએ તૈયારી બતાવી છે.

TV9 Gujarati

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનો ડેટા ? તો બસ આટલું કરી લો સેટિંગ

જવાહર ચાવડાએ વિઘાનસભા અધ્યક્ષને પોતાનુ રાજીનામું આપ્યું હતું. જો કે રાજીનામાનું કોઈ કારણ જણાવ્યુ નથી. પરંતુ એક વાત ચોક્કસ છે કે, એક બાદ એક પડી રહેલા રાજીનામાના કારણે કોંગ્રેસ ચિંતામાં મુકાઈ ગઈ છે. જો કે આ પહેલા કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીનો એકપણ ધારાસભ્ય રાજીનામું આપવાનો નથી. પરંતુ તેઓ આ વાતને લઈને સદંતર ખોટા સાબિત થયા છે. ઉપરાંત કોંગ્રેસના ધારસભ્ય ભગવાનભાઈ બારડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article