પ્રોટોકોલ તોડીને સાઉદી અરબના યુવરાજને ગળે મળવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કોંગ્રેસે કર્યો કટાક્ષ
કોંગ્રેસે સાઉદી અરબના યુવરાજ મોહમ્મદ બિન સલમાનને ગળે મળવા પર વડાપ્રધાન મોદી પર કટાક્ષ કર્યો છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ સવાલ કર્યો છે કે શું પુલવામા શહીદોને યાદ કરવાની તમારી આ રીત છે? ભારત આવેલા સાઉદી અરબના યુવરાજ મોહમ્મદ બિન સલમાનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રોટોકોલ તોડીને સ્વાગત કર્યું. જેને લઈને હવે કોંગ્રેસ મોદી પર નિશાન […]
કોંગ્રેસે સાઉદી અરબના યુવરાજ મોહમ્મદ બિન સલમાનને ગળે મળવા પર વડાપ્રધાન મોદી પર કટાક્ષ કર્યો છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ સવાલ કર્યો છે કે શું પુલવામા શહીદોને યાદ કરવાની તમારી આ રીત છે?
ભારત આવેલા સાઉદી અરબના યુવરાજ મોહમ્મદ બિન સલમાનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રોટોકોલ તોડીને સ્વાગત કર્યું. જેને લઈને હવે કોંગ્રેસ મોદી પર નિશાન સાધી રહ્યું છે. સાથે જ મોદીને કોંગ્રેસે સવાલ કર્યો છે કે શું પાકિસ્તાનના આતંકવાદ પ્રત્યેના વલણના વખાણ કરનાર વ્યક્તિને ગળે મળીને શહીદોને યાદ કરવાની મોદીની આ રીત યોગ્ય છે.
કોંગ્રેસે એમ પણ કહ્યું કે પ્રધાનમંત્રી પહેલા તો સાઉદી અરબને કહે કે તેઓ આતંકવાદ વિરોધી લડાઈને લઈને પાકિસ્તાનના વખાણ કરતા નિવેદનથી પોતાને અલગ કરે.
'राष्ट्रीय हित'बनाम 'मोदीजी की हगप्लोमसी'
प्रोटोकाल को ताक पर रख के, उनका भव्य स्वागत जिन्होंने आतंकवाद के पोषक पाकिस्तान को $20 बिलियन का तोहफ़ा दिया और उसके 'आतंकवाद विरोधी' रवैये की प्रशंसा की।
क्या इसी तरीक़े से आप पुलवामा के वीर शहीदों को याद करतें हैं?
1/2 pic.twitter.com/vWisUMiB2x
— Randeep Singh Surjewala (@rssurjewala) February 20, 2019
કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાળાએ બિન સલમાન અને મોદીને ગળે મળતા ફોટોને ટ્વીટ કર્યો છે અને વડાપ્રધાન મોદી પર કટાક્ષ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે મંગળવારની રાતે મોહમ્મદ બિન સલમાનના આગમન પર પ્રધાનમંત્રી મોદીએ પ્રોટોકોલની બહાર જઈને જાતે જ આગેવાની કરી. સાઉદી અરબના યુવરાજ ભારતની પહેલી દ્વિપક્ષીય યાત્રા પર આવ્યા છે. આ પહેલા બિન સલમાન પાકિસ્તાનની યાત્રા પર હતા જ્યાં બંને દેશોની વચ્ચે 20 અરબ ડૉલરના સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા.
[yop_poll id=1619]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]