કોંગ્રેસ અત્યાર સુધીના સૌથી નીચલા સ્તર પર, પાર્ટીમાં કોઈને પણ મળે છે કોઈ પણ પદ: ગુલામ નબી આઝાદ

|

Nov 22, 2020 | 7:18 PM

ગુલામનબી આઝાદે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીમાં અત્યારે દેશભરમાં બ્લોક અધ્યક્ષથી લઈને જિલ્લા અધ્યક્ષ સુધીના સેંકડો પદ ખાલી પડ્યાં છે પછી આપણે ક્યાંથી ચૂંટણી જીતી શકવાના કોંગ્રેસ પાર્ટીમાં જાણે કે વિરોધના સૂર બંધ જ નથી થતાં. કપિલ સિબ્બલ જેવા નેતાઓ દ્વારા ખુલ્લેઆમ પાર્ટી નેતૃત્વ અને રણનીતીની આલોચના કરાઈ હતી. હવે ગુલામનબી આઝાદે પણ કોંગ્રેસ પાર્ટીને […]

કોંગ્રેસ અત્યાર સુધીના સૌથી નીચલા સ્તર પર, પાર્ટીમાં કોઈને પણ મળે છે કોઈ પણ પદ: ગુલામ નબી આઝાદ

Follow us on

ગુલામનબી આઝાદે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીમાં અત્યારે દેશભરમાં બ્લોક અધ્યક્ષથી લઈને જિલ્લા અધ્યક્ષ સુધીના સેંકડો પદ ખાલી પડ્યાં છે પછી આપણે ક્યાંથી ચૂંટણી જીતી શકવાના કોંગ્રેસ પાર્ટીમાં જાણે કે વિરોધના સૂર બંધ જ નથી થતાં. કપિલ સિબ્બલ જેવા નેતાઓ દ્વારા ખુલ્લેઆમ પાર્ટી નેતૃત્વ અને રણનીતીની આલોચના કરાઈ હતી. હવે ગુલામનબી આઝાદે પણ કોંગ્રેસ પાર્ટીને લઈને કેટલાક સવાલો કર્યા છે. સાથે જ આઝાદે પાર્ટીમાં વધી રહેલા 5 સ્ટાર કલ્ચરને લઈને તેના વિચારો રજૂ કર્યા હતાં.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

ગુલામનબી આઝાદે કહ્યું હતું કે “ચૂંટણીઓ 5 સ્ટાર કલ્ચરથી નથી લડાતી, આજે નેતાઓની સમસ્યા એ છે કે જેવી ટીકીટ મળે કે તેઓ 5 સ્ટાર હોટલ બુક કરી લે છે. જ્યાં સુધી 5 સ્ટાર કલ્ચર નહીં બદલાય ત્યાં સુધી કોઇ ચૂંટણીઓ જીતી નહી શકાય” ગુલામનબી આઝાદે પદાધીકારીઓને પણ અડફેટે લીધા અને કહ્યું કે “પદાધિકારીઓએ તેમની જવાબદારી સમજવી જોઈએ. જ્યાં સુધી પદાધિકારીઓ ચૂંટાતા રહેશે ત્યાં સુધી આવું જ ચાલતું રહેશે પણ બધાને જો પદભાર આપવામાં આવશે તો તે પોતાની જવાબદારી સમજશે. અત્યારે પાર્ટીમાં કોઈપણ વ્યકિતને કોઈપણ પદ મળી જાય છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

“આઝાદે કહ્યું હતું કે  જ્યાંસુધી પોતાના પદ માટે પ્રેમ નહીં હોય ત્યાં સુધી કોઈપણ વ્યકિત સફળ નહી થઈ શકે. “ તેમણે પાર્ટી પર પણ કેટલાક ગંભીર આરોપો લગાવ્યાં અને કહ્યું કે પાર્ટીની અંદર મોટા નેતાઓના સંપર્કો તુટી ગયાં છે. આઝાદનું કહેવું છે કે રાષ્ટ્રીય પાર્ટી માટે વિચારધારા પણ રાષ્ટ્રીય કક્ષાની હોવી જોઈએ. કોંગ્રેસ પક્ષની વર્તમાન સ્થિતી પર પણ આઝાદે હુમલો કર્યો અને કહ્યું કે “લોકસભામાં આપણને વિપક્ષના નેતાનું પદ પણ નથી મળ્યું. આજે કોંગ્રેસ તેના સૌથી નીચલા સ્તર પર છે. જ્યાં સુધી આપણે કામ કરવાની પદ્ધતિ નહીં બદલીએ ત્યાં સુધી કશું નહી બદલાય. આઝાદે કહ્યું હતું કે, કોંગ્રેસ પક્ષમાં દેશભરમાં બ્લોક અધ્યક્ષથી લઈને જિલ્લા અધ્યક્ષ સુધીના સેંકડો પદ ખાલી પડ્યાં છે. ત્યારે આપણે ક્યાંથી ચૂંટણીઓ જીતી શકવાના. 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 
 

 

Next Article