ભારતીય સૈન્યની વીરતાથી ચીનને બળવાની બીક, ચીન સરકારે સોશ્યલ મિડીયામાંથી ડીલીટ કરાવ્યા મોદી સરકારના તમામ નિવેદન અને ખુલાસા

|

Sep 28, 2020 | 1:11 PM

ગલવાન ખીણ પ્રદેશમાં ભારત અને ચીનના સૈન્ય વચ્ચે થયેલ હિંસક અથડામણ બાદ, ભારતે આપેલા પ્રતિભાવથી ચીન અકળાઈ ઉઠ્યુ છે. ચીનની બે સોશ્યલ સાઈટ ઉપરથી નરેન્દ્ર મોદી અને ભારતના વિદેશ વિભાગની સત્તાવાર પોસ્ટને દુર કરી દેવાઈ છે. ચીન સ્થિત ભારતીય દુતાવાસના સત્તાવાર એકાઉન્ટમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનને આપેલી ચિમકી અને ગલવાન મુદ્દે ભારતીય વિદેશ વિભાગના પ્રવકત્તા […]

ભારતીય સૈન્યની વીરતાથી ચીનને બળવાની બીક, ચીન સરકારે સોશ્યલ મિડીયામાંથી ડીલીટ કરાવ્યા મોદી સરકારના તમામ નિવેદન અને ખુલાસા

Follow us on

ગલવાન ખીણ પ્રદેશમાં ભારત અને ચીનના સૈન્ય વચ્ચે થયેલ હિંસક અથડામણ બાદ, ભારતે આપેલા પ્રતિભાવથી ચીન અકળાઈ ઉઠ્યુ છે. ચીનની બે સોશ્યલ સાઈટ ઉપરથી નરેન્દ્ર મોદી અને ભારતના વિદેશ વિભાગની સત્તાવાર પોસ્ટને દુર કરી દેવાઈ છે. ચીન સ્થિત ભારતીય દુતાવાસના સત્તાવાર એકાઉન્ટમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનને આપેલી ચિમકી અને ગલવાન મુદ્દે ભારતીય વિદેશ વિભાગના પ્રવકત્તા દ્વારા કરાયેલા નિવેદન મૂકવામાં આવ્યુ હતું. જે ચીનની સોશ્યલ સાઈટ વેઈબો અને વીચેટ દ્વારા દુર કરી દેવાયું છે.

 

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

ચીન સ્થિત ભારતીય દુતાવાસના અધિકારીના જણાવ્યાનુસાર, વેઈબો સાઈટ ઉપર ચીન સ્થિત ભારતીય દુતાવાસે એકાઉન્ટ બનાવ્યું હતું. જેના ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, મુખ્યપ્રધાનોની બેઠકમાં લદાખની ગલવાન ખીણ પ્રદેશમાં ભારત અને ચીનના સૈન્ય વચ્ચે થયેલ હિંસક અથડામણ બાદ, શહીદોની શહાદત એળે નહી જાય, ભારતને ઉશ્કેરવામાં આવશે તો યોગ્ય જવાબ મળશે જ આ અંગે કોઈએ ભ્રમમાં ના રહેવુ. એવું નિવેદન આપ્યું હતુ. આ નિવેદનને ભારતીય દુતાવાસે સોશ્યલ સાઈટ વેઈબો સ્થિત એકાઉન્ટ ઉપર પોસ્ટ કર્યુ હતુ. જેને વેઈબો દ્વારા દૂર કરી દેવાયુ છે.

વિદેશ વિભાગના પ્રવકત્તા અનુરાગ શ્રીવાસ્તવ દ્વારા અપાયેલ સત્તાવાર લેખિત નિવેદનને, ચીન સ્થિત ભારતીય દુતાવાસે, વીચેટ ઉપરના સત્તાવાર એકાઉન્ટમાં સ્ક્રીનશોટ્સ સ્વરુપે પોસ્ટ કર્યુ હતુ. આ નિવેદનને વીચેટ દ્વારા એવુ લખીને દૂર કર્યું કે, નિયમોનો ભંગ કરવા બદલ આ (લખાણ-ફોટા) જોઈ નહી શકાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનને દુર કરતા વીચેટે એવુ લખ્યુ છે કે પોસ્ટ કરનારા આ સામગ્રી દુર કરી છે. હક્કીતમાં ચીન સ્થિત ભારતીય દુતાવાસે સોશ્યલ મિડીયા ઉપર પોસ્ટ કરેલ એક પણ લખાણ કે સ્ક્રીનશોટને દુર કર્યા નથી. વેઈબો એ ટવીટર જેવુ એકાઉન્ટ છે. ચીનમાં લાખો લોકો વેઈબોનો ઉપયોગ કરે છે. બેઈજીગ સ્થિત વિવિધ દેશના દુતાવાસ પણ ચીનના લોકોને વાત કહેવા માટે વેઈબોના એકાઉન્ટનો ઉપયોગ કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીત વિશ્વના અનેક મહાનુભવો ચીનના લોકો સાથે સોશ્યલ મિડીયા થકી સંવાદ કે વાત કરવા માટે વેઈબોમાં સત્તાવાર એકાઉન્ટ બનાવેલા છે.

શુ કહ્યું હતુ નરેન્દ્ર મોદીએ ચીનને ?
લદાખના ગલવાન ખીણ પ્રદેશમાં ગત સોમવારે ભારતીય સૈન્ય અને ચીનની પિપલ્સ લિબરેશન આર્મી(PLA) વચ્ચે થયેલી હિંસક અથડામણમાં પીએલએના 35થી વધુ માર્યા ગયા હતા. જ્યારે 20 ભારતીય જવાનો શહીદ થયા હતા. આ ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ચીનને ધમકાવતા કહ્યું હતું કે ભારત એકતા અને અખંડિતતામાં માને છે. જો કોઈ તેને ઉશ્કેરવાન પ્રયાસ કરશે તો વળતો જવાબ મળશે. આ બાબતે ચીને કોઈ ભ્રમમાં ના રહેવું જોઈએ. ભારતીય સૈન્યના જવાનોની શહાદત બેકાર નહી જાય. તેઓ દુશ્મનને મારતા મારતા શહીદ થયા છે. તેમની શહાદત ઉપર દેશને ગર્વ છે.

Published On - 11:50 am, Sun, 21 June 20

Next Article