ચીને અમેરિકાનાં નવા પ્રેસિડેન્ટ બીડેનને અભિનંદન આપવાનો ઇનકાર કર્યો, જાણો શું છે કારણ

|

Nov 10, 2020 | 1:20 PM

 ચીને અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડેમોક્રેટ ઉમેદવાર જો બિડેનને અભિનંદન આપવાનો ઇનકાર કર્યો છે. ચીનનું કહેવું છે કે મતદાન બાદ સત્તાવાર પરિણામો બાકી છે. ચીન એવા કેટલાક દેશોમાં શામેલ છે જેમણે યુ.એસ.ના ચૂંટણી પરિણામોને હજુ સુધી સત્તાવાર રીતે સ્વીકાર્યું નથી. યુએસના હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હજી સુધી પરિણામોને સ્વીકાર્યા નથી અને ઘણા રાજ્યોમાં મત ગણતરીને પડકારવામાં […]

ચીને અમેરિકાનાં નવા પ્રેસિડેન્ટ બીડેનને અભિનંદન આપવાનો ઇનકાર કર્યો, જાણો શું છે કારણ

Follow us on

 ચીને અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડેમોક્રેટ ઉમેદવાર જો બિડેનને અભિનંદન આપવાનો ઇનકાર કર્યો છે. ચીનનું કહેવું છે કે મતદાન બાદ સત્તાવાર પરિણામો બાકી છે. ચીન એવા કેટલાક દેશોમાં શામેલ છે જેમણે યુ.એસ.ના ચૂંટણી પરિણામોને હજુ સુધી સત્તાવાર રીતે સ્વીકાર્યું નથી.

યુએસના હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હજી સુધી પરિણામોને સ્વીકાર્યા નથી અને ઘણા રાજ્યોમાં મત ગણતરીને પડકારવામાં આવી છે. વિશ્વના નેતાઓએ જો બિડેન અને ઉપરાષ્ટ્રપતિ ચૂંટાયેલા કમલા હેરિસને અભિનંદન આપ્યા છે. અમેરિકન શહેરોમાં પણ ઉજવણીનું વાતાવરણ છે પણ ચીન જાહેર બિડેનની જીતથી નાખુશ હોય તેવો વર્તાવ કરી રહ્યું છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પનું ચાર વર્ષનું શાસન અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર યુદ્ધને લઈને ચર્ચામાં રહ્યું છે. ચીનથી ફેલાયેલ કોવિડ -19 રોગચાળા અને ઝિનજિયાંગ અને હોંગકોંગ જેવા પ્રાંતોમાં તેના માનવાધિકાર ઉલ્લંઘનને લઈને પણ બંને દેશો વચ્ચે સંઘર્ષ થયો છે. બંને દેશોએ એક બીજાના નેતાઓ પર મુસાફરી પર પ્રતિબંધ પણ લગાવ્યો હતો.  વાણિજ્ય દૂતાવાસ બંધ કરાવવા કાર્યવાહી પણ કરવામાં આવી હતી.

ચીન ઉપરાંત રશિયા, મેક્સિકો અને કેટલાક અન્ય દેશોએ નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિને અભિનંદન આપ્યા નથી. ચીને સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે જાણવા મળ્યું છે કે બિડેને ચૂંટણીમાં પોતાને વિજેતા જાહેર કર્યો છે. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને કહ્યું અમારી સમજણ છે કે ચૂંટણીનું પરિણામ અમેરિકન કાયદા અને પ્રક્રિયા પ્રમાણે નક્કી કરવામાં આવશે. ટ્રમ્પે અત્યાર સુધી ચૂંટણીના પરિણામો સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 1:16 pm, Tue, 10 November 20

Next Article