AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“બંગાળ હિંસામાં માર્યા ગયેલા લોકોના પરિવારને સહાય”, જાણો આ ઘોષણા સાથે મમતાએ શું લગાવ્યા આરોપ

સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે રાજકીય હિંસામાં 16 લોકોના મોત થયા છે. તેમાંથી અડધા ભાજપના છે અને અડધા ટીએમસીના સમર્થક છે, જ્યારે એક સંયુક્ત મોરચાનો સમર્થક છે.

બંગાળ હિંસામાં માર્યા ગયેલા લોકોના પરિવારને સહાય, જાણો આ ઘોષણા સાથે મમતાએ શું લગાવ્યા આરોપ
CM Mamata Banerjee
| Updated on: May 06, 2021 | 5:11 PM
Share

પશ્ચિમ બંગાળ (West Benal) ના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજકીય હિંસામાં માર્યા ગયેલા લોકોના પરિવારોને 2 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. સીએમ મમતા બેનર્જીએ 6 મે એટલે કે આજે નબાન્નમાં પત્રકારોને સંબોધન કરતાં કહ્યું કે રાજકીય હિંસામાં 16 લોકોના મોત થયા છે. તેમાંથી અડધા ભાજપના છે અને અડધા ટીએમસીના સમર્થક છે, જ્યારે એક સંયુક્ત મોરચાનો સમર્થક છે. તેમણે કહ્યું કે સરકાર જાતી અને ધર્મ આધારે ભેદભાવ રાખતી નથી, પરંતુ બધાને એકસરખી જુએ છે.

સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે 24 કલાક પહેલા શપથ લેવામાં આવ્યા હતા. તે બાદ જ જ કેન્દ્રીય ટીમને મોકલવામાં આવી છે. નકલી વીડિયો આપવામાં આવી રહ્યા છે. પત્ર આપવામાં આવી રહ્યા છે. નકલી વીડિયો બહાર પાડવામાં આવી રહ્યા છે. બંગાળને બદનામ કરવામાં આવી રહ્યું છે. બંગાળની માતા અને બહેનોનું માન મારા માટે હિમાલય કરતાં પણ વધારે છે. માતાઓ અને બહેનોના સમ્માનનું અપમાન સહન નહીં થાય.

કેન્દ્રીય પ્રધાન ભડકાવવાનું બંધ કરો

સીએમ મમતા બેનર્જીએ કહ્યું હતું કે જો કોઈ દંગા ફેલાવવાનો પ્રયાસ કરશે તો તેને સહન કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે મંત્રી પોતે પ્રોત્સાહિત કરી રહ્યા છે. જો કેન્દ્રીય મંત્રી પોતે ભડકાવશે, તો કેવી રીતે ચાલશે? આસામમાં બંગાળના લોકોના સ્થળાંતર અંગે સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે ભાજપ હાર પચાવવામાં અસમર્થ છે. ભાજપના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા તમામ મુખ્યમંત્રીઓને આવી અફવાઓ ફેલાવવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: શું ખરેખર 5G ટેસ્ટીંગના કારણે મરી રહ્યા છે લોકો? કોરોનાની બીજી લહેરનું કારણ છે 5G? જાણો શું છે સત્ય

આ પણ વાંચો: Corona Update: બીજી લહેરનો કહેર અને ત્રીજીનો ડર, શું લોકડાઉન લગાવશે મોદી સરકાર?

g clip-path="url(#clip0_868_265)">