કયા સુધી ચાલશે 2 બેઠક પરથી ચૂંટણી લડવાનું રાજકારણ? પ્રથમ ચરણનું મતદાન 11 એપ્રિલે, સુપ્રીમમાં સુનાવણી 10 એપ્રિલે
પીપલ્સ એક્ટ 1951ની કલમ 33 મુજબ દેશની કોઈ પણ વ્યક્તિ 2 બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. આ એક્ટ ઘડાયો તે પહેલા કોઈ પણ પ્રતિનિધિ ગમે તેટલી બેઠકો પરથી ચૂંટણી લડી શકતા હતા. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉત્તરપ્રદેશની અમેઠી સીટની સાથે સાથે કેરળના વાયનાડથી પણ ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. 2014માં વડાપ્રધાન મોદીએ પણ વારાણસીની […]
પીપલ્સ એક્ટ 1951ની કલમ 33 મુજબ દેશની કોઈ પણ વ્યક્તિ 2 બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. આ એક્ટ ઘડાયો તે પહેલા કોઈ પણ પ્રતિનિધિ ગમે તેટલી બેઠકો પરથી ચૂંટણી લડી શકતા હતા.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉત્તરપ્રદેશની અમેઠી સીટની સાથે સાથે કેરળના વાયનાડથી પણ ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. 2014માં વડાપ્રધાન મોદીએ પણ વારાણસીની બેઠકની સાથે ગુજરાતની વડોદરા બેઠક પરથી પણ ચૂંટણી લડયા હતા. એટલું જ નહી પણ ઈન્દીરા ગાંઘી અને સોનિયા ગાંધી પણ 2 બેઠક પરથી ચૂંટણી લડી ચુક્યા છે.
સ્નાન કર્યા વગર ભોજન બનાવવું જોઈએ કે નહીં ? જાણો વાસ્તુનો નિયમ
ગૂગલ પર શું સર્ચ ના કરવું જોઈએ? આ જાણી લેજો નહીં તો જેલની હવા ખાવી પડશે
આજનું રાશિફળ તારીખ 22-06-2025
Toothache Problem : દાંત દુખે છે ? આ 5 ખોરાક ભૂલથી ન ખાતા
ચોમાસામાં ફંગલ ઇન્ફેક્શન કેમ વધુ જોવા મળે છે?
ડેઝર્ટ અને મીઠાઈ વચ્ચે શું તફાવત છે? 99 % ને આ વિશે નથી જાણતા
એવામાં ઘણી વાર નેતાઓ દ્વારા 2 લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવા પર સવાલ ઊભા થાય છે. જો કોઈ પણ નેતા 2 બેઠક પરથી વિજયી બને છે તો તેને 10 દિવસની અંદર કોઈ પણ એક બેઠક ખાલી કરવાની હોય છે. તેનો અર્થ એવો થાય છે કે, દેશની વ્યવસ્થા પર એક વાર ફરીથી તે બેઠકનો ભાર પડે છે.
2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારણસી અને વડોદરા બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. પરંતુ જીત્યા પછી વડોદરા બેઠક છોડી દીધી હતી. આજ રીતે મુલાયમ સિંહ યાદવે પણ મૈનપુરી અને આજમગઢ બેઠક પરથી જીત્યા પછી મૈનપુરીથી રાજીનામું આપ્યુ હતુ. જો રાહુલ ગાંધી બંને બેઠકો પરથી ચૂંટણી જીતે છે તો કોઈ પણ એક બેઠક છોડવી પડશે.
ચૂંટણી પંચનું કહેવું છે કે, રાજનેતાઓને 2 બેઠક પરથી લડવા ન દેવા જોઈએ અથવા એક બેઠક ખાલી કરતા સમયે તેનો તમામ ખર્ચ તે ઉઠાવે. 2004ના એક પ્રસ્તાવમાં ચૂંટણી પંચે રજૂ કર્યુ હતુ કે, બેઠક છોડતા સમયે ઉમેદવારે વિધાનસભા અને વિધાન પરિષદ માટે 5 લાખ અને લોકસભા બેઠક માટે 10 લાખ રૂપિયા જમા કરાવવા જોઈએ.
ચૂંટણી પંચે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે, ચૂંટણી જીત્યા પછી બેઠક છોડવી તે મતદાતાઓની સાથે અન્યાય છે. આ બાબતને લઈને હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેના પર 10 એપ્રિલના રોજ ચુકાદો આપવામાં આવશે.
આ નિયમથી સામન્ય રીતે પાર્ટીના પ્રમુખ તથા વડાપ્રધાન ઉમેદવારને વધુ ફાયદો થાય છે. જે તેમના તરફી માહોલ બનાવવા માટે 2 બેઠકો પરથી ચૂંટણી લડતા હોય છે તથા એકથી વધારે બેઠક પરથી ચૂંટણી લડવાથી તેઓને રાષ્ટ્રીય સ્તરે પહોંચવા માટે ઉપયોગી બને છે.