ગુજરાત વિધાનસભાની આ 7 બેઠકો પર યોજાશે પેટાચૂંટણી, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણી જીતવા માટે કયા રહેશે મુખ્ય મુદ્દા

ગુજરાતની પેટા ચૂંટણીમાં ભાજપ હવે કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો મુદ્દાને લઇને જશે તો કોંગ્રેસ દેશના ખરાબ અર્થતંત્ર માટે ભાજપ જવાબદાર હોવાની વાતને લઇને મતદારો વચ્ચે જશે, ગુજરાતમાં 7 બેઠકો ઉપર પેટા ચૂંટણી થશે. જેના માટે કોંગ્રેસ અને ભાજપ બન્નેએ તૈયારીઓ શરુ કરી દીધી છે. કોંગ્રેસે પોતાના સિનિયર નેતાઓને જવાબદારી સોંપી છે તો ભાજપની હાલત અલ્પેશ […]

ગુજરાત વિધાનસભાની આ 7 બેઠકો પર યોજાશે પેટાચૂંટણી, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણી જીતવા માટે કયા રહેશે મુખ્ય મુદ્દા
Follow Us:
Anil Kumar
| Edited By: | Updated on: Sep 01, 2019 | 7:45 AM

ગુજરાતની પેટા ચૂંટણીમાં ભાજપ હવે કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો મુદ્દાને લઇને જશે તો કોંગ્રેસ દેશના ખરાબ અર્થતંત્ર માટે ભાજપ જવાબદાર હોવાની વાતને લઇને મતદારો વચ્ચે જશે, ગુજરાતમાં 7 બેઠકો ઉપર પેટા ચૂંટણી થશે. જેના માટે કોંગ્રેસ અને ભાજપ બન્નેએ તૈયારીઓ શરુ કરી દીધી છે.

કોંગ્રેસે પોતાના સિનિયર નેતાઓને જવાબદારી સોંપી છે તો ભાજપની હાલત અલ્પેશ ઠાકોરના કારણે બાવાના બે બગડ્યા જેવી થઇ ગઇ છે, કોંગ્રેસે 7 પૈકી 4 તો ભાજપે 7 બેઠક જીતવા માટે કવાયત હાથ ધરી છે.

આજનું રાશિફળ તારીખ : 22-12-2024
નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ મળશે ફ્રી
સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ
ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત

દિગ્ગજોને સોંપવામાં આવી જવાબદારી

ગુજરાતમાં રાધનપુર, બાયડ, ખેરાલુ, લુણાવાડા, મોરવા હડફ, અમરાઇવાડી,થરાદ વિધાનસભા વિવિધ કારણોથી ખાલી થયુ છે. પરિણામે હવે અહી પેટા ચૂંટણીઓ થશે, જેના માટે ભાજપ અને કોંગ્રેસ બન્નંએ કમર કરી છે. કોંગ્રેસે અર્જુન મોઢવાડીયા, જગદીશ ઠાકોર, મધુસુદન મિસ્ત્રી, ભરતસિહ સોલંકી, તુષાર ચૌધરી દીપક બાબરિયા, સિધ્ધાર્થ પટેલની સાથે શક્તિસિંહ ગોહિલને જવાબાદી સોંપી દીધી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ નેતાઓએ કાર્યકર્તાઓ પાસે સેન્સ લેવાની કામગીરી શરુ કરી દીધી છે. જ્યારે ભાજપે આ વિસ્તારોમાં સભ્ય નોંધણીના માધ્યમથી કાર્યક્રમો કરીને કાર્યકર્તાઓની સેન્સ લેવાની કામગીરી શરુ કરી દીધી છે. જેના માટે ઉત્તર ગુજરાતના પ્રધાનો જેમાં નિતિન પટેલ, દિલિપ ઠાકોર જેવા નેતાઓને જવાબદારી સોંપાઇ છે, તે સિવાય તમામ સાંસદો, જેમાં ભરતસિંહ ડાભી, પરબત પટેલ, જેવા તમામ નેતાઓને ભાજપે જવાબદારી સોંપી છે.

કયા મુદ્દાઓ રહેશે પેટા ચૂંટણીઓમાં

ભાજપના નેતાઓ સ્પષ્ટ માને છે કે જે રીતે કલમ 370 હટાવવાનો નિર્યણ વડા પ્રધાન નરેન્દ્રમોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કર્યો છે. તેનો ફાયદો રાષ્ટ્રહિતમાં લેવાયો છે. પાકિસ્તાનને જવાબ આપવામાં આવ્યો છે, આ ફાયદા ગણાવીને સ્થાનિક મુદ્દાઓ સાથે તેઓ પેટા ચૂંટણીમાં મત માંગશે તો પેટા ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓ સાથે કોંગ્રેસ માટે દેશ વ્યાપી મંદી, વધતી બેરોજગારી અને દેશની ખરાબ થતી અર્થવ્યવસ્થાની વાત કરશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કોણ કેટલી બેઠકો જીતવાની કરે છે વાત

ભાજપ હાલ તમામ બેઠકોની પેટા ચૂંટણી જીતવા માટે દાવો કરે છે, જેના માટે તેઓએ બુથ લેવલ સુધીની કામગીરી કરવાની અને 7 બેઠક જીતવા માટે રણનિતિ બનાવી છે. ત્યારે કોંગ્રેસના નેતાઓ મુજબ રાધનપુર, બાયડ અને લુણાવાડા જેવી સીટો કોંગ્રેસની પહેલા હતી, જ્યારે મોરવા હડફ અપક્ષની સીટ હતી. આ 4 બેઠકો કોંગ્રેસ જીતવા માટે મહેનત કરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભાજપ માટે બાવાના બેય બગડ્યા જેવી સ્થિતિ

કોંગ્રેસ તો અત્યારથી પોતાના ઉમેદવારોની માટે સેન્સ લેવાની કામગીરી શરુ કરી છે પણ ભાજપમાં અલ્પેશ ઠાકોર હોય કે ધવલ સિંહ ઝાલા તેઓએ પોતાની સીટ પાકી હોવાનુ માનીને પ્રચાર અભિયાન શરુ કર્યુ છે. આ બન્ને નેતાઓ કોગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે, ત્યારે આ બન્નેને લઇને જે તે જિલ્લાઓના ભાજપના ઠાકોર નેતાઓમાં જ નારાજગી અને કચવાટ છે, ત્યારે જો આ નારાજગી દુર નહી થાય તો ભાજપને નુકશાન થઇ શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

અમદાવાદમાં ગુનાખોરી ડામવા પોલીસ એકશનમાં, પોલીસકર્મી કોમ્બિંગમાં જોડાયા
અમદાવાદમાં ગુનાખોરી ડામવા પોલીસ એકશનમાં, પોલીસકર્મી કોમ્બિંગમાં જોડાયા
સાબરમતી વિસ્તારમાં પાર્સલ બોમ્બનો કેસમાં 2 આરોપીની ધરપકડ
સાબરમતી વિસ્તારમાં પાર્સલ બોમ્બનો કેસમાં 2 આરોપીની ધરપકડ
આ રાશિના જાતકોના સુખ-સુવિધામાં વધારો થશે
આ રાશિના જાતકોના સુખ-સુવિધામાં વધારો થશે
રાણાજીના ભાલા સાથે બાપુની ગુજરાતની રાજનીતિમાં એન્ટ્રી-Video બાપુ Uncut
રાણાજીના ભાલા સાથે બાપુની ગુજરાતની રાજનીતિમાં એન્ટ્રી-Video બાપુ Uncut
ગુજરાતના આ જિલ્લાઓમાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના આ જિલ્લાઓમાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી
Video : દ્વારકાધીશની સ્કુબા ડાઇવર્સ દ્વારા અનોખી જળ પૂજા
Video : દ્વારકાધીશની સ્કુબા ડાઇવર્સ દ્વારા અનોખી જળ પૂજા
જો તમારો મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જાય તો ફટાફટ આ રીતે કરી દો બ્લોક
જો તમારો મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જાય તો ફટાફટ આ રીતે કરી દો બ્લોક
નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન
નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન
ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત
ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત
બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ
બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ
g clip-path="url(#clip0_868_265)">