પેટાચૂંટણી 2019ઃ ખેરાલુમાં ઠાકોર VS ઠાકોરનો જંગ….જાણો આ બેઠકનો ભૂતકાળ અને કોણ બનશે ભવિષ્ય?

|

Oct 21, 2019 | 12:52 PM

sઆમ તો 2002થી ખેરાલુ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે. 2019માં આ બેઠકના ધારાસભ્ય ભરતસિંહ ડાભી પાટણ લોકસભાની બેઠક પરથી જીત મેળવ્યા બાદ સીટ ખાલી પડી છે. ત્યારે પેટાચૂંટણીમાં આ બેઠક પર ઠાકોર vs ઠાકોરનો જંગ છેડાયો છે. ખેરાલુ વિધાનસભા એક એવી બેઠક કે, જ્યાં 2002થી ભાજપની જીત થઈ રહી છે. નરેન્દ્ર મોદી વર્ષ 2002માં […]

પેટાચૂંટણી 2019ઃ ખેરાલુમાં ઠાકોર VS ઠાકોરનો જંગ....જાણો આ બેઠકનો ભૂતકાળ અને કોણ બનશે ભવિષ્ય?

Follow us on

sઆમ તો 2002થી ખેરાલુ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે. 2019માં આ બેઠકના ધારાસભ્ય ભરતસિંહ ડાભી પાટણ લોકસભાની બેઠક પરથી જીત મેળવ્યા બાદ સીટ ખાલી પડી છે. ત્યારે પેટાચૂંટણીમાં આ બેઠક પર ઠાકોર vs ઠાકોરનો જંગ છેડાયો છે. ખેરાલુ વિધાનસભા એક એવી બેઠક કે, જ્યાં 2002થી ભાજપની જીત થઈ રહી છે. નરેન્દ્ર મોદી વર્ષ 2002માં ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા. ત્યારથી આ બેઠક પર ભાજપનો દબદબો છે. સાથે જ આ બેઠક પર પાટણના સાંસદ ભરતસિંહ ડાભીના પરીવારનો પણ દબદબો જોવા મળ્યો છે.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ પણ વાંચોઃ ગુજરાત પેટાચૂંટણી 2019: હાઈપ્રોફાઈલ બેઠક રાધનપુરના ગામડાઓ બેહાલ! કોણ બનશે તારણહાર?

પેટાચૂંટણીમાં પણ એમના જ પરિવારના સભ્યોના નામે પુરજોશમાં ચાલતા હતા અને ટિકિટ માટે લોબીગ પણ કરાયું હતું. જો કે ભાજપે તેમની પ્રણાલી પ્રમાણે એક નવા જ નામ અને પાયાના કાર્યકર્તા અજમલજી ઠાકોરને સ્વચ્છ છબીના કારણે મેદાને ઉતાર્યા. આ બેઠક પર ઠાકોરો મતદારો વધુ હોવાના કારણે કોંગ્રેસે પણ ઠાકોર કાર્ડ રમ્યું અને સ્થાનિક આગેવાન બાબુજી ઠાકોરને ચૂંટણીના મેદાને ઉતાર્યા.જેના કારણે અહીં ઠાકોર vs ઠાકોર નો અહીં જંગ જામ્યો છે. જો કે વર્ષ 2012માં પણ બાબુજી ઠાકોર આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. જો કે ભરતસિંહ ડાભી સામે તેમની હાર થઈ હતી.

આ બેઠક પર જાતિગત સમીકરણની વાત કરવામાં આવે તો, 2017ની ચૂંટણી પ્રમાણે કુલ 2.67 લાખ મતદારો છે. જેમાં સૌથી વધુ સંખ્યા ઠાકોર મતદારોની 62 હજાર છે. જ્યારે ચૌધરી મતદારો 18થી 20 હજાર, પટેલ મતદાર 10,000 તો ક્ષત્રિય મતદાર 25,000 છે.

કુલ મતદાતાઓની સંખ્યા 2.67 લાખ

ઠાકોર – 62 હજાર
ચૌધરી – 18થી 20 હજાર
પટેલ – 10 હજાર હજાર
રાજપૂતો- 25,000 હજાર
અન્ય

આ બેઠકમાં ઠાકોર ક્ષત્રિય તથા ચૌધરી પટેલ નિર્ણાયક રોલમાં રહ્યા છે. હાલ તો બંને ઉમેદવારો વિસ્તારના વિકાસના દાવા તો કરી રહ્યા છે. પરંતુ વાસ્તવિક ચિત્ર પ્રમાણે બેઠકમાં માળખાકીય સુવિધાઓનો અભાવ જોવા મળ્યો છે. ન GIDC છે તો APMC તેમજ, સિવિલ હોસ્પિટલ ખસતા હાલતમાં છે. ખેતી પર નભતી આ પ્રજાનો ચીમનબાઈ સરોવરનો પ્રશ્ન વર્ષોથી વણ ઉકેલાયો છે.

અંતરિયાળ ગામડાથી શહેરોના બસ રોડ માટે રસ્તાની કનેક્ટિવિટીનો અભાવ છે. નર્મદા કેનાલની લાઈન કેટલાક વિસ્તારમાં ન પહોંચતા આજે પણ ખેડૂતોને વરસાદ આધારીત પાણી પર જ નભવું પડે છે. કોઈપણ ચૂંટણી આવે મતદારોને રીઝવવા તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે છે. પછી જેવીને તેવીની સ્થિતિમાં આવી જાય છે. તો વિપક્ષને પણ પ્રજાની સમસ્યાઓ માત્ર ચૂંટણી સમયે દેખાય છે. ત્યાર બાદ વિપક્ષ પણ મૌનમાં આવી જાય છે. જેના કારણે આ વિસ્તારના પ્રશ્નો વર્ષોથી વણ ઉકેલાયા રહ્યા છે.

Published On - 7:01 pm, Mon, 14 October 19

Next Article