ભાજપના ચાણક્ય અમિત શાહ આજથી બે દિવસ પશ્ચિમ બંગાળમાં, ટીએમસીના ધારાસભ્યો-હોદ્દેદારો ભાજપમાં જોડાશે

ભાજપના ચાણક્ય અમિત શાહ આજથી બે દિવસ પશ્ચિમ બંગાળમાં, ટીએમસીના ધારાસભ્યો-હોદ્દેદારો ભાજપમાં જોડાશે
AMIT SHAH

કેન્દ્રીય ગૃહપ્રધાન અને ભાજપના ચાણક્ય કહેવાતા અમિત શાહ (AMIT SHSH) આજથી બે દિવસ પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. પશ્ચિમ બંગાળમાં 2021ના વર્ષમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. જેની તૈયારીઓ ભાજપે આજથી કેટલાક મહિના પૂર્વે જ શરૂ કરી દિધી હતી. પશ્ચિમ બંગાળમા મમતા બેનર્જીનો (MAMATA BANERJEE) ગઢ તોડવા માટે ભાજપે નક્કી કરેલ રોડમેપ મુજબ, ભાજપના કોઈને કોઈ રાષ્ટ્રીય નેતા પશ્ચિમ બંગાળમાં ડેરો નાખે છે.

ગૃહપ્રધાન અમિત શાહની મુલાકાત દરમિયાન તૃણમુલ કોંગ્રેસના ધારાસભ્યો અને હોદ્દેદારો ટીએમસી (TMC) ભાજપમાં જોડાશે. ખેડૂત અને ગાયક પરિવારની સાથે અમિત શાહ ભોજન પણ કરશે. ખુદીરામ બોઝની પ્રતિમાને પણ પુષ્પાજલી આપશે. રોડ શો યોજાશે. જાબેરસભાઓને પણ સંબોધન કરશે. મંદિરમાં દર્શન પણ કરવા જવાના થે અમિત શાહ.

 

Click on your DTH Provider to Add TV9 Gujarati