Gujarati NewsPoliticsBjp mp harish dwivedi comments against priyanka gandhi vadra dress up
રાજકારણમાં પ્રવેશતા જ પ્રિયંકા ગાંધીને ટાર્ગેટ કરવાનું શરૂ, પ્રિયંકાના કપડાં પર ભાજપના સાંસદે કરી વિવાદસ્પદ ટિપ્પણી
લોકસભાની ચૂંટણી પહેલાં ફરી એક વખત નેતાઓના વિવાદાસ્પદ નિવેદનો સામે આવી રહ્યા છે ત્યારે ઉત્તર પ્રદેશના બસ્તીથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ હરીશ દ્વિવેદીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. એક કાર્યક્રમમાં દ્વિવેદીએ પ્રિયંકા ગાંધીના કપડાં પર ટિપ્પણી કરતાં કહ્યું કે, જ્યારે પ્રિયંકા ગાંધી દિલ્હીમાં હોય છે ત્યારે જીન્સ અને ટોપ પહેરે છે. જ્યારે મત વિસ્તારમાં આવે છે […]
લોકસભાની ચૂંટણી પહેલાં ફરી એક વખત નેતાઓના વિવાદાસ્પદ નિવેદનો સામે આવી રહ્યા છે ત્યારે ઉત્તર પ્રદેશના બસ્તીથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ હરીશ દ્વિવેદીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.
એક કાર્યક્રમમાં દ્વિવેદીએ પ્રિયંકા ગાંધીના કપડાં પર ટિપ્પણી કરતાં કહ્યું કે, જ્યારે પ્રિયંકા ગાંધી દિલ્હીમાં હોય છે ત્યારે જીન્સ અને ટોપ પહેરે છે. જ્યારે મત વિસ્તારમાં આવે છે ત્યારે સાડી અને સિંદૂર લગાવીને પહોંચે છે.
Plant In Pot : ઘરે કૂંડામાં ઉગાડો રજનીગંધાનો છોડ, આ રહી સરળ ટીપ્સ
આ 5 રાશિના જાતકોને લાગે ખૂબ જ ઝડપથી નજર
પુસ્તકમાં મોરનું પીંછું મૂકવું શુભ કે અશુભ? જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર
આજનું રાશિફળ તારીખ : 12-06-2025
બોલીવુડની આ અભિનેત્રીઓ છે માંગલિક
Jyotish Shastra : કુંડળીમાં માંગલિક દોષ કેટલો સમય રહે છે?
કોંગ્રેસ દ્વારા હાલમાં જ પ્રિયંકા ગાંધીને રાજનીતિમાં ઉતારવા માટેનો નિર્ણય કર્યો છે. જેના માટે આગામી લોકસભાની ચૂંટણીને જોતાં કોંગ્રેસ મહાસચિવ બનાવવામાં આવી છે. પ્રિયંકા ગાંધીનું રાજકારણમાં પ્રવેશથી ભાજપ ખાસ દબાવમાં જોવા મળી રહ્યું છે. જેમાં પણ યૂપીના પૂર્વાંચલ વિસ્તારોમાં તેની લોકપ્રિયતા વધુ છે.
હાલમાં બસ્તીમાં એક કાર્યક્રમમાં હરીશ દ્વિવેદીએ પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે, પ્રિયંકાના આવવાથી પૂર્વાંચલની રાજનીતિમાં કોઈ અસર થશે નહીં. રાહુલ પણ ફેલ છે અને પ્રિયંકા પણ ફેલ છે. હાલમાં પૂર્વાંચલની 5 વિધાનસભા બેઠકો છે અને તેના પર ભાજપનો કબ્જો કરવામાં આવ્યો છે. જે સ્થિતિમાં કોંગ્રેસનો પ્રિયંકા કાર્ડ ભાજપ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.