ગુજરાત ભાજપના સંગઠનમાં એકના એક ચહેરાને બદલવા ચંદ્રકાંત પાટીલની કવાયત, જુનાને બદલે નવા ચહેરા લાવવામાં કેટલા થશે સફળ ?

|

Sep 21, 2020 | 2:11 PM

ગુજરાત ભાજપના નવા વરાયેલા પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલે તેમની નવી ટીમ બનાવવાની દિશામાં કામગીરી શરુ કરી દિધી છે. દિલ્લી સ્થિત ભાજપ મોવડીઓના આર્શિવાદ મેળવ્યા બાદ, પાટીલે ગુજરાતમાં પોતાની ટીમ ઊભી કરવાની દિશામાં કામગીરી હાથ ધરી છે. ચંદ્રકાંત પાટીલને અલાયદી ટીમ બનાવવામાં મદદરૂપ થઈ શકાય તે માટે ભાજપના રાષ્ટ્રીય સહસંગઠન મંત્રી વી સતિષ છેલ્લા એક સપ્તાહથી […]

ગુજરાત ભાજપના સંગઠનમાં એકના એક ચહેરાને બદલવા ચંદ્રકાંત પાટીલની કવાયત, જુનાને બદલે નવા ચહેરા લાવવામાં કેટલા થશે સફળ ?

Follow us on

ગુજરાત ભાજપના નવા વરાયેલા પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલે તેમની નવી ટીમ બનાવવાની દિશામાં કામગીરી શરુ કરી દિધી છે. દિલ્લી સ્થિત ભાજપ મોવડીઓના આર્શિવાદ મેળવ્યા બાદ, પાટીલે ગુજરાતમાં પોતાની ટીમ ઊભી કરવાની દિશામાં કામગીરી હાથ ધરી છે. ચંદ્રકાંત પાટીલને અલાયદી ટીમ બનાવવામાં મદદરૂપ થઈ શકાય તે માટે ભાજપના રાષ્ટ્રીય સહસંગઠન મંત્રી વી સતિષ છેલ્લા એક સપ્તાહથી ગુજરાતમાં જ રોકાઈ ગયા છે. ભાજપના નવા પ્રદેશ માળખામાં જ્ઞાતી, જાતીના સમિકરણને ધ્યાને લઈને સરકાર અને સંગઠન વચ્ચે સંકલન સાંધી શકે તેવા ચહેરાની શોધ કરી રહ્યાં છે. તો બીજીબાજુ ગુજરાત ભાજપમાં ઉભા થયેલા જૂથોને પણ પૂરતુ સ્થાન આપવાની કપરી જવાબદારી છે.

વર્તમાન પ્રદેશ માળખામાં એકના એક ચહેરા છેલ્લા 10 વર્ષથી જોવા મળી રહ્યાં છે. પાર્ટીના કાર્યકરો પણ નવા ચહેરા અને ખાસ કરીને યુવાનોને તક અપાય તેવુ ઈચ્છી રહ્યાં છે. ગુજરાત ભાજપની નવી બનનારી ટીમ સામે વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂટણી ઉપરાંત મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો ભગવો ફરીથી લહેરાવાની જવાબદારી રહેશે. જોકે ભાજપના આંતરીક સૂત્રોના કહેવા મુજબ વર્તમાન પ્રદેશ હોદ્દેદારોમાંથી 40 ટકા હોદ્દેદારોને રાખીને 60 ટકા નવા ચહેરાને સ્થાન અપાશે. જેથી કરીને નવી ટીમને રાજકીય રીતે તૈયાર કરવામાં સરળતા રહે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Published On - 8:10 am, Wed, 29 July 20

Next Article