ભાજપે ગુજરાતની 26 લોકસભા સીટો માટે દાવેદારોની પેનલ તૈયાર કરી, જાણો કોણ થશે રિપીટ અને કોનું પત્તું કપાવાની છે સંભાવના વધારે?

|

Mar 22, 2019 | 6:44 AM

ભાજપે લોકસભા ચૂંટણીને લઈને ગુજરાતની 26 સીટો માટે પેનલ તૈયાર કરી દીધી છે. જેમાં 12થી વધુ સીટીંગ સાસદોના ટિકીટ પાર્ટી કાપી શકે છે,જ્યારે તેટલા જ નામો નવા આવી શકે છે.  પાર્ટી ચાર સીટો ઉપર નવા ચહેરાને ઉતારી શકે છે. ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ અને આનંદી બેન પટેલનુ નામ ચર્ચામાં હોવાથી તે હવે તે બેઠક […]

ભાજપે ગુજરાતની 26 લોકસભા સીટો માટે દાવેદારોની પેનલ તૈયાર કરી, જાણો કોણ થશે રિપીટ અને કોનું પત્તું કપાવાની છે સંભાવના વધારે?

Follow us on

ભાજપે લોકસભા ચૂંટણીને લઈને ગુજરાતની 26 સીટો માટે પેનલ તૈયાર કરી દીધી છે. જેમાં 12થી વધુ સીટીંગ સાસદોના ટિકીટ પાર્ટી કાપી શકે છે,જ્યારે તેટલા જ નામો નવા આવી શકે છે.  પાર્ટી ચાર સીટો ઉપર નવા ચહેરાને ઉતારી શકે છે.

ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ અને આનંદી બેન પટેલનુ નામ ચર્ચામાં હોવાથી તે હવે તે બેઠક હાઇ પ્રોફાઇલ બની ગઇ છે.   એવી કોઇ ગંરંટી પણ નથી કે જે નામો મોકલાય તેમને જ ટિકીટ મળે, પાર્ટી 3 સીટ ઉપર એક દમ નવા ઉમેદવાર પણ ઉતારી શકે છે તેવી સંભાવના છે. ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતીએ 3 દિવસના મંથન બાદ આખરે ગુજરાતના 26 લોકસભા સીટો માટે પેનલ તૈયાર કરી દીધી છે.  આ પેનલમાં જાતિગત સમિકરણો, સિનિયોરીટી અને મહિલાઓ સાથે યુવાઓનું પણ ધ્યાન રાખ્યુ છે, પાર્ટી તરફથી પહેલા જ સંકેતો અપાયા હતા કે ક્રાઇટેરિયા માત્ર જીત હશે. ત્યારે જ સ્પષ્ટ હતું કે પાર્ટી કેટલીક સીટો ઉપર ધારાસભ્યોને પણ ઇલેક્શન લડાવી શકે છે પણ લગભગ 12 સીટો ઉપર સાસંદોની ટિકીટો કપાય તેવી પ્રબળ સંભાવના છે.

26 સીટો ઉપર આ નામોની છે યાદી-

વડોદરામાં ભાર્ગવભટ્ટ, બાલકૃષ્ણ શુકલ અને રજંન બેન ભટ્ટના નામ ચર્ચાઈ રહ્યું છે જ્યારે ભરુચમાં અનેક નામો વચ્ચે પાર્ટીએ માત્ર મનસુખ વાસાવાને જ ટિકીટ આપવા ઉપર મન બનાવ્યું છે કારણ કે આદિવાસીઓ માત્ર છોટુ વસાવા સામે મનસુખ વસાવાને જ મત આપી શકે છે. બાકીના નામો પાર્ટી પ્રદેશ સ્તરેથી જ નહીં મોકલવવામાં આવે.  પંચમહાલમાં પ્રભાત સિહ ચૌહાણ અને સી કે રાઉલ જી વચ્ચે ખેંચતાણ થઇ છે. પ્રભાતસિંહે ચિમકી આપી છે કે જો તેમને ટિકીટ નહીં મળે તો તેઓ અપક્ષમાં લડી ઇલેક્શન લડશે. ત્યારે આ સીટ ઉપર હવે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ફેસલો કરશે.

છોટા ઉદેપુરમાં રામ સિંહ રાઠવાનો પાર્ટી પાસે વિકલ્પ નથી. આમ તો બાકીના બેનામો ઉપર મંથન થયું. છતાં પાર્ટીએ માત્ર એકજ નામ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલવાનું નક્કી કર્યું છે. પણ અહી સ્થાનિક સ્તરે તેમનો વિરોધ શરુ થયો છે.  દાહોદમાં પણ માત્ર જશંવંતસિહ ભાભોર સિવાય કોઇ બીજો નેતા કદ્દાવર નથી. તે વાત બીજેપીના સત્તાવાર સર્વેમાં પણ સામે આવી ચુકી છે ત્યારે આ કેસમાં પણ પાર્ટી માત્ર એક જ નામ મોકલવાનુ મન બનાવી ચુકી છે. વલસાડમાં સી કે પટેલ અને તેમના ભાઇ ડીકે પટેલ સિવાય અરવિંદ પટેલના નામોને પેનલમાં લેવામાં આવ્યા છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

નવસારીમાં આમ તો સી આર પાટીલ સિવાય કોળી ઉમેદવારને પણ ટિકીટ આપવાની વાત ઉઠી હતી ત્યારે સી આર પાટીલ પીએમ નરેન્દ્ર મોદીના વિશ્વાસુ હોવાથી માત્ર એક નામ સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલાશે તેમ માનવામાં આવે છે. બારડોલીમાં પ્રભુ વસાવા, તો સુરતમાં દર્શના જરદોશને રિપીટ કરવાના મુડમાં પાર્ટી દેખાઇ રહી છે. જેથી અહીં પેનલમાં નામ તો મોકલાયા છે પણ સ્થાનિક કક્ષાએથી જ પ્રભુ વાસાવા અને દર્શના જરદોશની જીતની પ્રબળ સંભાવના વ્યક્ત કરાઇ છે.

આણંદમાં રામસિંહ પરમાર અને દિલીપ પટેલ બે દાવેદાર છે તો ખેડાની વાત કરીએ તો દેવુસિંહ ચૌહાણની એકમાત્ર દાવેદારીને પંકજ દેસાઇએ પડકારી છે. જેથી પાટીદારોને રિઝવવા માટે પાર્ટીએ બે નામોના પેનલમાં મુક્યા છે. મહેસાણામાં જયશ્રી બેન પેટલ, રજનીભાઈ પટેલ તો ઉમિયા ફાઉન્ડેશનના સી કે પટેલની પેનલ તૈયાર કરાઇ છે, અહી જયશ્રીબેનને બદલાય તેવી સંભાવના છે. પાટણમા ભરત સિંહ ડાભી, નટુજી ઠાકોર અને જુગલ ઠાકોરના નામોની પેનલ બનાવાઇ છે.

પાટણમાં લીલાધર વાધેલા ઇલેક્શન નહી લડે. બનાસકાંઠામાં હરિભાઇ ચૌધરી, પરથી ભટોળ અને પ્રવિણ કોટકનુ નામ મેદાનમાં છે, હરિભાઈનો વિરોધ કરાયો હતો,પણ તેઓ પીએમના નજીકના માનવામાં આવે છે. સાબરકાંઠામાં  મહેન્દ્ર સિંહ ચૌહાણ, જય સિંહ ચૌહાણ અને દિપ સિંહ રાઠોડના નામ પેનલમાં આવી રહ્યુ છે, દિપસિંહ રાઠોડને પાર્ટી બદલી શકે છે તેવી આશંકા સેવાઈ રહી છે.

જામનગરની વાત કરીએ તો અહી પુનમબેન માડમ, રીવાબા જાડેજા અને રાઘવજી પટેલનો નામ પેનલમાં છે પણ અહીથી પુનમબેન માડમને રિપીટ કરાય તેવી પ્રબળ સંભાવના છે.  અમરેલીની વાત કરીએ તો અહી નાર ણ કાછડીયા, કૌશિક વેકરીયા અને હિરેન હિરાપરાના પેનલમાં નામ છે.  પાર્ટી આ વખતે નારણ કાછડીયાને બદલવાના મુડમાં છે તેવું લાગી રહ્યું છે. ભાવનગરની વાત કરીએ તો અહી ભારતી બેન શિયાળ, રાજેન્દ્ર સિંહ રાણા અને હિરાભાઇ સોલંકીના નામની પેનલ છે ત્યારે પાર્ટી અહી હિરાભાઇ સોલંકીને તક આપી શકે છે જેથી ભારતીબેન શિયાળનું પત્તું કપાઈ શકે છે.

 સુરેન્દ્રનગરની વાત કરીએ તો અહી દેવજી ફતેપરા, સંકર વેગડ અને મહેન્દ્ર મુજપરાના નામ પેનલમાં છે, ત્યારે પાર્ટી દેવજી ફતેપરાને બદલી શકે તેવી ચર્ચા ચાલી રહી છે. ગાંધીનગરની વાત કરીએ તો અહીથી રાષ્ટ્રીય નેતૃત્વ ઇલેક્શન લડે તેવી ઇચ્છા વ્યક્ત કરાઇ છે તો અમિત શાહ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સિવાય નરહરી અમિનને તક મળી શકે છે તેવા એંધાણ છે. અમદાવાદ પુર્વમાં  તો પરેશ રાવલને પાર્ટી રિપીટ નહી કરે જેના કારણે જો કોંગ્રેસ અહીંથી પાર્ટીદાર ઉમેદવાર ઉતારે તો વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સી કે પટેલને તક મળી શકે છે, તે સિવાય મનોજ જોશીને પાર્ટી ટીકીટ આપવાનુ મન બનાવી રહી છે. ભુષણ ભટ્ટે સ્થાનિક ઉમેદવાર હોવાના દાવો કરીને ટિકીટની માગણી કરી છે

અમદાવાદ પશ્ચિમની વાત કરીએ તો હાલના સાસંદ કિરીટ સોલંકીને રિપીટ કરી શકાય છે પણ તેમના સિવાય મહિલાને ટિકીટ આપવી હોય તો દર્શના બેન વાઘેલા, આત્મારામ પરમારને તક મળી શકે છે.  રાજકોટની વાત કરીએ તો મોહન કુંડારીયા, ધનસુખ ભંડેરી અને ભરત બોઘરાની પેનલ તૈયાર કરાઇ છે. મોહન કુંડારિયા પ્રબળ દાવેદાર છે આ પેનલમાં સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યાં છે.

પોરબંદરની વાત કરીએ તો વિઠ્ઠલ રાદડીયાની તબીયત સારી ન હોવાથી તેમના પુત્ર લલીત રાદડીયાને ટીકીટ મળે તેવી સંભાવના પ્રબળ છે તો જશુમતિ કોરાટ અને મનસુખ ખાચરિયા પણ રેસમાં છે.  જુનાગઢની વાત કરીએ તો રાજેશ ચુડાસ્માનું નામ તો છે પણ સાથે જીપી કાઠી, ભગવાનજી ગણગઠીયા અને જ્યોતિ વાછાની મેદાનમાં છે તેથી હવે કોને ટિકીટ મળશે તે હાઈ કમાન્ડ નક્કી કરશે.  જો કચ્છની વાત કરીએ તો વિનોદ ચાવડાની સાથે નરેશ મહેશ્વરી તો ગાંધીધામના ધારાસભ્ય માલતી ધારાસભ્ય મેદાનમાં છે.  પ્રદેશ ભાજપે ઠરાવ કરીને નક્કી કર્યું છે કે  નામો પસંદ ન આવે તો સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડ બદલી શકે છે.

TV9 Gujarati

 

પ્રદેશ ચૂંટણી સમિતિઓ આ નામોની પેનલ તો બનાવી લીધી છે બે દિવસમાં આ નામો સેન્ટ્રલ પાર્લામેન્ટરીમા મોકલી પણ આપવામા આવશે તેવી સંભાવના છે જેથી  28મી તારીખ સુધી તમામ નામો જાહેર થઇ જશે.  છતાં પ્રદેશચુટણીએ એક ઠરાવ પણ આ નામોના પેનલ સાથે મોકલશે કે જે નામો ઉપર સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડમાં સર્વસંમતિ ન બની શકે તેમાં બદલાવ કરવાનો તમામ અધિકાર મોવડી મંડલને આપવામા આવ્યો છે. આમ આ વખતે પેનલમાં ભલે નામો જાય પણ કોણ રિપીટ થશે અને કોનું પત્તું કપાશે તે હવે મોવડી મંડળ નક્કી કરશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 4:35 pm, Tue, 19 March 19

Next Article