Ahmedabadના કુબેરનગરના ભાજપ ઉમેદવારનો વિરોધ, નેતાને પ્રચારના મેદાનમાંથી ભાગવું પડયું

ક્યાંક એવું બને કે પ્રચાર કરવા નીકળેલા ઉમેદવારને વધાવી લેવામાં આવે અને ક્યાંક એવું પણ બને કે ઉમેદવારને પ્રચારના મેદાનમાંથી ભાગવું પડે.

Hiren Buddhdev
| Edited By: | Updated on: Feb 13, 2021 | 5:39 PM

ક્યાંક એવું બને કે પ્રચાર કરવા નીકળેલા ઉમેદવારને વધાવી લેવામાં આવે અને ક્યાંક એવું પણ બને કે ઉમેદવારને પ્રચારના મેદાનમાંથી ભાગવું પડે. અમદાવાદના કુબેરનગર વોર્ડના ઉમેદવાર સાથે પણ આવું જ થયું છે. તેઓને ભાગવું નથી પડ્યું પણ લોકોના વિરોધનો સામનો ચોક્કસ કરવો પડ્યો છે. ધારાસભ્ય બલરામ થવાણી અને કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પવન શર્મા સમર્થકો સાથે પ્રચાર માટે નીકળ્યા હતા. તે દરમિયાન કુંભારજીની ચાલીના રહીશોએ પવન શર્માને ઉધડો લઈ લીધો હતો. લોકોનું કહેવું છે કે લૉકડાઉન સમયે પવન શર્માએ તેની ટ્રાવેલ્સની બસો મારફતે લોકોને વતન મોકલવાનું કહીને નાણા ઉઘરાવ્યા હતા. ત્યારબાદ તેઓ શ્રમિકોને વતન નહોતા લઈ ગયા. જેને લઈ લોકોમાં તેમની સામે રોષ છે. ધારાસભ્ય અને ઉમેદવારને સ્થાનિકો તેમજ કૉંગ્રેસના કાર્યકરોએ ઘેરી લેતા પોલીસ બોલાવવી પડી છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">