Bihar : LJP માં વિદ્રોહ મુદ્દે નીતિશ કુમારનો જવાબ, કહ્યું આ તેમનો આંતરિક મામલો

|

Jun 22, 2021 | 7:33 PM

બિહારના મુખ્ય મંત્રી  નીતીશ કુમારે(Nitish Kumar) ચિરાગ પાસવાન દ્વારા લોક જનશક્તિ પાર્ટી (LJP) માં થયેલી બગાવત અંગે લગાવવામાં આવેલા આક્ષેપોનો જવાબ આપ્યો છે. તેમણે આ વિદ્રોહને એલજેપી(LJP)નો આંતરિક મુદ્દો ગણાવતાં કહ્યું કે તેમને પાર્ટી સાથે કંઈ લેવાદેવા નથી.

Bihar : LJP માં વિદ્રોહ મુદ્દે નીતિશ કુમારનો જવાબ, કહ્યું આ તેમનો આંતરિક મામલો
LJP માં વિદ્રોહ મુદ્દે નીતિશ કુમારનો જવાબ

Follow us on

બિહારના મુખ્ય મંત્રી  નીતીશ કુમારે(Nitish Kumar) ચિરાગ પાસવાન દ્વારા લોક જનશક્તિ પાર્ટી (LJP) માં થયેલી બગાવત અંગે લગાવવામાં આવેલા આક્ષેપોનો જવાબ આપ્યો છે. તેમણે આ વિદ્રોહને એલજેપી(LJP)નો આંતરિક મુદ્દો ગણાવતાં કહ્યું કે તેમને પાર્ટી સાથે કંઈ લેવાદેવા નથી. વિધાનસભાની ચૂંટણીમાં નીતીશ કુમાર(Nitish Kumar) સામે મોરચો માંડનારા ચિરાગ પાસવાને આરોપ લગાવ્યો છે કે પાર્ટીમાં ભાગલા પાછળ નીતિશ કુમારનો હાથ છે.

ચિરાગ પાસવાન પ્રચાર માટે મારી વિરુદ્ધ બોલે છે

નીતીશ કુમારે(Nitish Kumar)મંગળવારે કહ્યું કે, આમાં અમારી કોઈ ભૂમિકા નથી. તે તેમની આંતરિક બાબત છે. ચિરાગ પાસવાન પ્રચાર માટે મારી વિરુદ્ધ બોલે છે. અમારે આ પ્રકરણ સાથે કોઈ લેવા દેવા નથી. ”બિહાર વિધાનસભાની ચૂંટણી દરમિયાન ચિરાગ પાસવાને નીતિશ કુમાર (Nitish Kumar)પર જોરદાર નિશાન સાધ્યું હતું અને પોતાને પીએમ મોદીના હનુમાન ગણાવ્યા હતા. તેમણે અનેક બેઠકો પર જેડીયુના ઉમેદવારોને હરાવવામાં ભૂમિકા ભજવી હતી.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

બંને જુથ ચૂંટણી પંચમાં ગયા

વિધાનસભાની ચૂંટણીમાં ખરાબ રીતે પરાજિત થયેલી એલજેપી(LJP)હવે વિભાજિત થઇ છે. ચિરાગના કાકા પશુપતિ કુમાર પારસે પાંચ સાંસદો સાથે પાર્ટીનો કબજો સંભાળી લીધો છે. ચિરાગને સંસદીય પક્ષના નેતા તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ પદથી દૂર કરવામાં આવ્યા છે. જોકે ચિરાગે બળવાખોર નેતાઓને હાંકી કાઢવાનો દાવો પણ કર્યો છે. બંને જુથ ચૂંટણી પંચમાં ગયા છે અને પાર્ટી પર દાવો કર્યો છે.

કેબિનેટ વિસ્તરણ પર વાત કરી હતી

મોદી કેબિનેટમાં ફેરફાર પહેલા દિલ્હી આવેલા નીતીશ કુમારે તેને વ્યક્તિગત મુલાકાત ગણાવી હતી અને કહ્યું હતું કે તેઓ આંખની સારવાર માટે આવ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે પીએમ મોદીને મળવાની કોઈ યોજના નથી. જેડીયુના પ્રધાનમંડળમાં જોડાવાના સવાલ પર તેમણે કહ્યું કે તે પીએમ મોદી પર છે. તેણે વધુ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો.

ચિરાગ પાસવાને હવે ભાવનાત્મક કાર્ડ ખેલ્યુ

ઉલ્લેખનીય છે કે, બિહાર( Bihar) ના રાજકારણમાં એલજેપી(LJP)માં ચાલી રહેલો વિવાદ હજુ શમ્યો નથી. જેમાં કાકા પશુપતિ કુમાર પારસ સહિત ઘણા નેતાઓના બળવાનો સામનો કરી રહેલા એલજેપી નેતા ચિરાગ પાસવાને (Chirag Paswan)હવે ભાવનાત્મક કાર્ડ ખેલ્યુ છે. થોડા દિવસો પહેલા ચિરાગ પાસવાને કહ્યું હતું કે પિતાના અવસાન પછી તે અનાથ બન્યો નથી. પરંતુ તેને કાકાને સાથે રાખ્યા બાદ જે થયું તેનાથી તે અનાથ થયો છે.

5 જુલાઈ 2021 થી આખા બિહારમાં આશિર્વાદ યાત્રા નિકાળશે

જેના પગલે હવે ચિરાગ પાસવાન(Chirag Paswan)5 જુલાઈ 2021 થી આખા બિહારમાં આશિર્વાદ યાત્રા નિકાળશે તેવી જાહેરાત કરી છે. આ દિવસ તેમના પિતા રામ વિલાસ પાસવાનની જન્મજયંતિ પણ છે. ચિરાગે આ જાહેરાત રાષ્ટ્રીય કારોબારીની બેઠક બોલાવીને બગાવતી વલણ અપનાવનારા કાકા પશુપતિ કુમાર પારસને ટાંકીને કરી છે.

Published On - 7:26 pm, Tue, 22 June 21

Next Article