Bihar: નીતિશ સરકારનું નવું ફરમાન, સોશિયલ મીડિયા પર આપત્તિજનક ટિપ્પણી બદલ થશે કાર્યવાહી

|

Jan 23, 2021 | 7:22 AM

Bihar માં સોશિયલ મીડિયા પર આપત્તિજનક ટિપ્પણી કરવા બદલ હવે કડક કાર્યવાહી થઈ શકે છે. જેમાં સોશિયલ મીડિયા યુઝર્સ કોઇપણ સાંસદ, ધારાસભ્ય અને ઓફિસર વિરુદ્ધ આપત્તિજનક કોમેન્ટ કરશે તો તેમની વિરુદ્ધ સાયબર ક્રાઇમનો ગુનો નોંધવામાં આવશે

Bihar: નીતિશ સરકારનું નવું ફરમાન, સોશિયલ મીડિયા પર આપત્તિજનક ટિપ્પણી બદલ થશે કાર્યવાહી

Follow us on

Bihar માં સોશિયલ મીડિયા પર આપત્તિજનક ટિપ્પણી કરવા બદલ હવે કડક કાર્યવાહી થઈ શકે છે. જેમાં સોશિયલ મીડિયા યુઝર્સ કોઇપણ સાંસદ, ધારાસભ્ય અને ઓફિસર વિરુદ્ધ આપત્તિજનક કોમેન્ટ કરશે તો તેમની વિરુદ્ધ સાયબર ક્રાઇમનો ગુનો નોંધવામાં આવશે. Bihar ના આર્થિક ગુનાખોરી શાખાના એડીજી નૈયર હસનેન ખાનને આ બાબતે બિહારના તમામ પ્રિન્સિપિલ સેક્રેટરી અને સેક્રેટરીને પત્ર લખ્યો છે.

આ પત્રમાં લખવામાં આવ્યું છે કે  સોશિયલ મીડિયા પર યુઝર્સ સાંસદો, ધારાસભ્યો, મંત્રીઓ અને અધિકારીઓ વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી અથવા ખોટી પોસ્ટ મૂકે છે. આ ગુનો સાયબર ક્રાઇમ અંતર્ગત આવે છે. આવા લોકો વિરુદ્ધ આર્થિક ગુન્હા એકમને સૂચના આપવામાં આવી છે કે તેમની સામે કાર્યવાહી કરે. આ આદેશ બાદ બિહારમાં વિવાદ ઊભો થયો છે. જેમાં વિપક્ષી દળો નીતિશ સરકારને આ મુદ્દે ધેરવાના ફિરાકમાં છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

જયારે આરજેડી નેતા અને બિહારના પૂર્વ નાયબ સીએમ તેજસ્વી યાદવે ટ્વિટ કરીને સીએમ નીતિશ કુમાર પર નિશાન તાક્યું છે. તેમણે ટવીટ કરીને સીએમને પડકાર ફેંકયો છે કે મારી આ ટ્વિટ બદલ ધરપકડ કરો.

Next Article