બિહાર ચૂંટણીઃ મોદી મેજીક – ઓવેસી ફેકટર કામ કરી ગયુ, તેજસ્વી યાદવ લડાયક નેતા તરીકે ઉભર્યા

|

Jan 18, 2021 | 1:52 PM

કોરાનાકાળમાં યોજાયેલી બિહાર વિધાનસભાની ચૂંટણીના સામે આવેલા પરીણામો રાષ્ટ્રીય રાજનીતી માટે બહુ મોટા સંકેત લઈને આવ્યા છે. બિહારમાં ભાજપના ઉત્તમ દેખાવે, એનડીએને ફરીથી સત્તામાં તો લાવ્યુ છે પરંતુ તેની સાથેસાથે નરેન્દ્ર મોદીનો જાદુ હજુ પણ યથાવત છે અને તેમની સરકારને સર્વસ્વીકૃતિ મળી રહી હોવાનો પૂરાવો છે. ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ કર્યુ છે કે જનતાદળ યુનાઈટેડની વિરુધ્ધ, […]

બિહાર ચૂંટણીઃ મોદી મેજીક - ઓવેસી ફેકટર કામ કરી ગયુ, તેજસ્વી યાદવ લડાયક નેતા તરીકે ઉભર્યા

Follow us on

કોરાનાકાળમાં યોજાયેલી બિહાર વિધાનસભાની ચૂંટણીના સામે આવેલા પરીણામો રાષ્ટ્રીય રાજનીતી માટે બહુ મોટા સંકેત લઈને આવ્યા છે. બિહારમાં ભાજપના ઉત્તમ દેખાવે, એનડીએને ફરીથી સત્તામાં તો લાવ્યુ છે પરંતુ તેની સાથેસાથે નરેન્દ્ર મોદીનો જાદુ હજુ પણ યથાવત છે અને તેમની સરકારને સર્વસ્વીકૃતિ મળી રહી હોવાનો પૂરાવો છે.

ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ કર્યુ છે કે જનતાદળ યુનાઈટેડની વિરુધ્ધ, સત્તા વિરોધી જે લહેર ચાલી રહી હતી તેને નરેન્દ્ર મોદીએ સભાઓ ગજવીને મતમાં પરિવર્તન કરવામાં સફળ રહ્યાં છે. બિહારમાં આ ચૂંટણીમાં ભાજપનો દેખાવ બહુ જ સારો રહ્યો છે. કોરાનાની સ્થિતિ, ખેડૂતોની હાલત, બિહારી મજુરોની દશા, નાગરીક સંશોધન કાનુન જેવા અનેક મુદ્દાઓ મહાગઠબંધને ચૂંટણીસભાઓમાં ગજવ્યા હતા. પરંતુ એક પણ મુદ્દાઓ મોદી સામે ચાલ્યા નથી એ સાબિત થયુ છે.

વિપક્ષમાં હોવા છતા, તેજસ્વી યાદવ એક લડાયક નેતા તરીકે આ ચૂંટણીમાં ઊભર્યા છે. રાજનીતિના જાણકારો કહે છે કે તેજસ્વી યાદવ ભવિષ્યમાં બિહારના મુખ્યપ્રધાન તરીકે જોવા મળી શકે છે. કોંગ્રેસનો દેખાવ થોડોક વધુ સારો હોત અને ઓવેસી ફેકટર નડ્યુ ના હોત તો, આ વર્ષે બિહારમાં તેજસ્વીના અધ્યક્ષમા સરકાર બની હોત.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

રાષ્ટ્રીય જનતાદળ 2015ની ચૂંટણી જેવુ જ પુનરાવર્તન કરવામા સફળ રહ્યું છે. કોંગ્રેસ 2015નું પ્રદર્શન આ વખતે પણ કરવામાં નિષ્ફળ નિવડતા સત્તાનો કોળીયો મ્હો સુધી આવીને પરત ગયો છે. ડાબેરીઓને મહાગઠબંધનનો ફાયદો જરૂર થયો છે. મહાગઠબંધનમાં રહેવાથી ડાબેરીઓની બેઠકોમાં ખાસ્સો વધારો નોંધાયો છે.

જો ઓવેસી મહાગઠબંધનમાં જોડાયા હોત તો મતોનુ વિભાજન અટકત અને મહાગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળી શકત. અલગ થઈને લડવાને કારણે ઓવેસીના પક્ષે, બિહારમાં મહાગઠબંધનને વેરવિખેર કરી નાખ્યુ છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 9:03 am, Wed, 11 November 20

Next Article