AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુહૂર્ત સાચવવા ભરુચમાં કોંગી ઉમેદવારે કાર છોડી અને મોટરસાયકલની સવારી કરવી પડી!

ભરુચના ઉમેદવારે આજે નામાંકન ભરવાના છેલ્લાં દિવસે પોતાની કાર છોડી દીધી હતી. થયું એવું કે આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરવા જતા ત્યાં લોકોની ભીડ સાથે ચક્કાજામ થઈ ગયો હતો આથી કાર સાથે નીકળવાનું મુશ્કેલ હોવાથી કોંગી ઉમેદવારે મોટરસાયકલ હંકારી મુકી હતી.  ભરૂચ બેઠક ઉપર અનેક અટકળો બાદ આખરે આજે કોંગ્રેસે મુરતિયાની જાહેરાત કરી હતી. ઉમેદવારી પત્ર […]

મુહૂર્ત સાચવવા ભરુચમાં કોંગી ઉમેદવારે કાર છોડી અને મોટરસાયકલની સવારી કરવી પડી!
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Apr 04, 2019 | 3:35 PM

ભરુચના ઉમેદવારે આજે નામાંકન ભરવાના છેલ્લાં દિવસે પોતાની કાર છોડી દીધી હતી. થયું એવું કે આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરવા જતા ત્યાં લોકોની ભીડ સાથે ચક્કાજામ થઈ ગયો હતો આથી કાર સાથે નીકળવાનું મુશ્કેલ હોવાથી કોંગી ઉમેદવારે મોટરસાયકલ હંકારી મુકી હતી. 

ભરૂચ બેઠક ઉપર અનેક અટકળો બાદ આખરે આજે કોંગ્રેસે મુરતિયાની જાહેરાત કરી હતી. ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે સવારે ભરૂચ જિલ્લા કોંગ્રેસના યુવા પ્રમુખ શેરખાન પઠાણને ઉમેદવાર જાહેર કરવામાં આવતા ઉત્સાહ સાથે ટૂંકા સમયગાળામાં ઉમેદવારીપત્ર ભરવા માટે કોંગી નેતાઓમાં દોડધામ જોવા મળી હતી.

ફેશનમાં પરફેક્શન લાવવા તમારા ડ્રેસ સાથે ટ્રાય કરો આ નેઈલ આર્ટ- જુઓ લેટેસ્ટ ટ્રેન્ડ્સ
પાઇલટ બનવા માટે કેટલો ખર્ચ થાય છે, કયો કોર્ષ કરવો પડે ? જાણો
જેન્ડર ડિસફોરિયા શું છે ? શું તેની સારવાર શક્ય છે ?
ABCD ની અભિનેત્રીના ઇટલીમાં લગ્ન, સફેદ ગાઉનમાં દેખાઇ ખૂબ જ સુંદર
ચેતવણી! વર્ષ 2025ની આવનારી '23 તારીખો' ભયથી ભરેલી છે
નીમ કરોલીએ કહ્યું, આ સંકેતો મળે તો સમજવું 'ગોલ્ડન પીરિયડ' શરૂ થયો

કોંગી ઉમેદવાર શેરખાન પઠાણે ઉમેદવારી પત્ર ભરવા કલેકટર કચેરીએ જતા પહેલા ભરૂચ રેલવેસ્ટેશન સ્થિત ડો બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરવાની ઈચ્છા વ્યક્ત કરતા ઉમેદવાર પાછળ મોટી સંખ્યામાં ટેકેદારો પણ બાબાસાહેબની પ્રતિમા પાસે પહોંચ્યા હતા જ્યાં ફુલહાર બાદ ભારે ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી.

ટ્રાફિકના કારણે ઉમેદવારીપત્ર ભરવાનું મુહૂર્ત હાથથી નીકળતું નજરે પડતા કોંગી કાર્યકરોએ લક્ઝુરિયસ કારના સ્થાને મોટરસાઇકલ ઉપર ઉમેદવારને બેસાડી કોંગ્રેસ ઓફિસ તરફ રવાના થઇ ગયા હતા. જ્યાં ઉમેદવારીપત્રની કાર્યવાહી આટોપી ટ્રાફિકમાં ફસાયેલી કાર બહાર નીકળતા તેમાં ફરી સવાર કરી શેરખાનને ઉમેદવારીપત્ર ભરવા રવાના કરાયા હતા.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">