Bengal Election: રાજકીય રેલીઓ પડી મોંઘી, મહિનાની અંદર કોરોનાના કેસ 1,500 ગણા વધ્યાં

|

Apr 21, 2021 | 5:02 PM

Bengal Election: પશ્ચિમ બંગાળમાં (West Bengal) વિધાનસભાની ચૂંટણીઓ (Election) ચાલી રહી છે. ચૂંટણી પંચે બંગાળમાં ચૂંટણીઓની તારીખ જાહેર કરતાની સાથે જ રાજકીય પાર્ટીઓનો પ્રચાર પ્રસાર શરૂ થઈ ગયો હતો.

Bengal Election: રાજકીય રેલીઓ પડી મોંઘી, મહિનાની અંદર કોરોનાના કેસ 1,500 ગણા વધ્યાં

Follow us on

Bengal Election: પશ્ચિમ બંગાળમાં (West Bengal) વિધાનસભાની ચૂંટણીઓ (Election) ચાલી રહી છે. ચૂંટણી પંચે બંગાળમાં ચૂંટણીઓની તારીખ જાહેર કરતાની સાથે જ રાજકીય પાર્ટીઓનો પ્રચાર પ્રસાર શરૂ થઈ ગયો હતો. મોટી સંખ્યામાં રેલીઓ અને જનસભાઓનું આયોજન કરવામાં આવ્યુ. મોટી સંખ્યામાં લોકો એકઠા થયા જેમાં મોટાભાગના લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા. ચૂંટણીઓના પડઘમ વચ્ચે બંગાળથી જે દ્રશ્યો સામે આવી રહ્યા હતા તે ખૂબ ચિંતા જનક હતા. હજારો, લાખોની સંખ્યામાં લોકો કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડાવતા જોવા મળ્યા જેનું પરિણામ આજે સામે આવી રહ્યુ છે.

 

બંગાળમાં એક મહિનાની અંદર જ કોરોનાના કેસ 1500 ટકા વધી ગયા છે. બંગાળમાં કોરોનાના આંકડા જોઈએ તો માર્ચ મહિનાની શરૂઆતમાં કોરોના કેસ ઘટીને 3000થી 4000 હતા. ચૂંટણી પ્રચાર બાદ હવે આ કોરોનાના કેસોમાં ખૂબ મોટો વધારો જોવા મળી રહ્યો છે. માર્ચ મહિનાના અંત સુધીમાં બંગાળમાં 53 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાયા.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

આમ હિસાબ કરીએ તો આ આંકડો 1500 ટકાથી પણ વધુ છે. બંગાળમાં કોરોનાની આ પરિસ્થિતી માટે રાજકીય રેલીઓ અને સભાઓને જવાબદાર માનવામાં આવી રહ્યા છે. કઈ રેલીએ ક્યારે સુપર સ્પ્રેડર બનીને કોરોનાના કેસ વધાર્યા તે કહેવુ ખૂબ જ મુશ્કેલ છે. દેશભરમાં બંગાળમાં થઈ રહેલા ચૂંટણી પ્રચારની આલોચના થતાં અને કોરોનાનું સંક્રમણ વધતાં આખરે કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાની તમામ રેલીઓ રદ કરી નાખી. સાથે જ મમતા બેનર્જીએ પણ કોલકત્તામાં પ્રચાર નહીં કરવાનો નિર્ણય લીધો.

 

ચૂંટણી પ્રચાર બાદ મુખ્ય જિલ્લાઓના હાલ

વેસ્ટ બેંગાલના પુરુલિયામાં 18 માર્ચ સુધી અહીં ફક્ત કોરોનાના 35 સક્રિય કેસ હતા. તે જ દિવસે પ્રધાનમંત્રી મોદીએ એક રેલીને સંબોધિત કરી અને ચાર દિવસમાં કોરોનાના કેસમાં વધારો નોંધાયો. એક મહિના બાદ અહીં 1200થી વધુ કેસ છે. સાથે જ જો હુગલી અને હાવડાના વાત કરીએ તો હુગલીમાં 17 માર્ચે 81 સક્રિય કેસ હતા. અહીં બીજેપીના સદસ્યો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ.

 

ત્યારબાદ કોરોનાના કેસમાં વધારો નોંધાવા લાગ્યો અને મતદાનની તારીખ સુધીમાં કેસ 500ના આંકડાને પાર કરી ગયા. ઉત્તર 24 પરાગનાની વાત કરીએ તો 22 માર્ચે અહીં કોરોનાના 3,420 કેસ હતા. ટીએમસી અને બીજેપીના કાર્યકર્તાઓ વચ્ચે ઝડપ થયા બાદ કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો. ગઈ કાલ સુધીમાં અહીં 14,220 જેટલા કેસ નોંધાયા. કોલકત્તામાં પણ હાલત ગંભીર જોવા મળી રહી છે. ફેબ્રુઆરીમાં અહી 200 જેટલા કેસ જ હતા, જ્યારે 20 એપ્રિલ સુધીમાં અહીં કોરોનાનો આંકડો 2234 પર પહોંચી ગયો.

 

આ પણ વાંચો: કોરોનાકાળમાં સરકારે 700 ટકા ઑક્સિજનની કરી દીધી નિકાસ, ઉઠ્યા સવાલ તો આ કરી ચોખવટ

Next Article