કોરોનાકાળમાં સરકારે 700 ટકા ઑક્સિજનની કરી દીધી નિકાસ, ઉઠ્યા સવાલ તો આ કરી ચોખવટ

દેશમાં કોરોનાની લહેર તેની સાથે અનેક બીજી સમસ્યાઓ લઈ આવી છે. દેશમાં કોરોનાથી હાલત બેકાબૂ થયા બાદ સ્વાસ્થ્ય સિસ્ટમમાં પણ ઉથલપાથલ સર્જાઈ છે.

કોરોનાકાળમાં સરકારે 700 ટકા ઑક્સિજનની કરી દીધી નિકાસ, ઉઠ્યા સવાલ તો આ કરી ચોખવટ
File Image
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Apr 21, 2021 | 4:32 PM

દેશમાં કોરોનાની લહેર તેની સાથે અનેક બીજી સમસ્યાઓ લઈ આવી છે. દેશમાં કોરોનાથી હાલત બેકાબૂ થયા બાદ સ્વાસ્થ્ય સિસ્ટમમાં પણ ઉથલપાથલ સર્જાઈ છે. એક બાજુ કોરોનાના કેસ રેકોર્ડ તોડી રહ્યા છે તો બીજી બાજુ ઓક્સિજનની અછત કોરોના દર્દીઓના જીવ લઈ રહી છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

જો કે સરકારી આંકડાઓ પર નજર નાખીએ તો એવું લાગે છે કે પાછલા વર્ષના માર્ચમાં આવેલી કોરોના મહામારી બાદ સરકારે ઑક્સિજનના જથ્થાને બચાવી રાખવા માટે કોઈ ખાસ પ્રયાસ કર્યો નથી. આપણે જણાવી દઈએ કે પાછલા વર્ષના એપ્રિલથી લઈને આ વર્ષની જાન્યુઆરી સુધી ઑક્સિજનની નિકાસ (Oxygen Export) ડબલ થઈ ગઈ છે. જો કે સરકારે સ્પષ્ટિકરણ આપતા કહ્યું કે આ અહેવાલ ખોટા છે.

પાછા વર્ષની તુલનાએ ડબલ થઈ નિકાસ

એપ્રિલ 2020થી જાન્યુઆરી 2021 સુધીમાં ભારતથી ઑક્સીજનની નિકાસ બે ગણી થઈને 9,301 મેટ્રિક ટન સુધી પહોંચી ગઈ છે. આનાથી લગભગ 8.9 કરોડ રૂપિયાની કમાઈ થઈ છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે આની જાણકારી આપી હતી. આપને જાણકારી આપી દઈએ કે આ નિકાસ તેવા વખતે થઈ હતી. જ્યારે ભારતમાં ઓક્સિજનની વધુ પડતી માંગ હતી અને કોરોના સંક્રમણના મામલે ભારત ત્રીજા નંબર પર હતું. જ્યારે 2019-20 દરમ્યાન ભારતે લગભગ 4514 મેટ્રિક ટન ઑક્સિજનની નિકાસ કરી કરી હતી.

જાન્યુઆરી 2020માં 352 મેટ્રિક ટન ઑક્સિજનની નિકાસ કરવામાં આવી હતી, પરંતુ જાન્યુઆરી 2021માં ઑક્સિજનની નિકાસ 734 મેટ્રિક ટન વધી ગયું હતું. ડિસેમ્બર 2020માં 2,193 મેટ્રિક ટન ઑક્સિજનનીની નિકાસ કરવામાં આવી હતી. જ્યારે ડિસેમ્બર 2019માં 538 મેટ્રિક ટન ઑક્સિજનની નિકાસ કરવામાં આવી હતી.

ઑક્સિજનની નિકાસના અહેવાલને સરકારે ગણાવ્યા ખોટા

જો કે સરકારી સૂત્રોએ ઑક્સિજન નિકાસના મામલાને લઈને સ્પષ્ટીકરણ જારી કર્યું છે અને તેમાં ચોખવટ કરી હતી કે દેશમાં દુર્ભાગ્યપૂર્ણ ઑક્સિજન નિકાસને લઈને ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. સરકારે જણાવ્યુ કે એપ્રિલ 2020થી ફેબ્રુઆરીએ 2021 સુધી 9,884 MT ઔદ્યોગિક ઑક્સિજનની નિકાસ કરવામાં આવી છે. જ્યારે 12 MT જ મેડિકલ ઑક્સીજનની નિકાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Maharashtraની જેલમાં થયો કોરોના વિસ્ફોટ, કેદીઓ અને સ્ટાફ થયો સંક્રમિત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">