Basavaraj Bommai : બાસવરાજ બોમ્માઇએ મુખ્યપ્રધાન પદના લીધા શપથ, રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે અપાવ્યા શપથ

|

Jul 28, 2021 | 3:34 PM

Karnataka: કર્ણાટકના નવા મુખ્યપ્રધાન પદે બાસવરાજ બોમ્માઇએ આજે મુખ્યપ્રધાન પદના હોદાના શપથ ગ્રહણ કર્યા છે.રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે તેમને મુખ્યપ્રધાન પદના શપથ લેવડાવ્યા છે.

Basavaraj Bommai : બાસવરાજ બોમ્માઇએ મુખ્યપ્રધાન પદના લીધા શપથ, રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે અપાવ્યા શપથ
Basavaraj Bommai (File Photo)

Follow us on

બાસવરાજ બોમ્માઇએ મુખ્યપ્રધાન પદના લીધા શપથ

આજે 28 જુલાઈએ બોમ્માઈનો શપથ સમારોહ યોજાયો હતો.બાસવરાજ બોમ્માઇને(Basavaraj Bommai) રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે (Thavarchand gehlot)મુખ્યપ્રધાન પદના શપથ અપાવ્યા હતા. બાસવરાજએ કર્ણાટકના શિગગાંવના ધારાસભ્ય ,ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન તરીકે રહી ચુકેલા એસઆર બોમ્મઇના પુત્ર છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

બાસવરાજ બોમ્માઇને રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે મુખ્યપ્રધાન (Chief Minister) પદના શપથ લેવડાવ્યા છે.અહેવાલોનું માનીએ તો રાજ્યમાં બે ડેપ્યુટી મુખ્યપ્રધાનની પણ ટુંક સમયમાં નિમણુક કરવામાં આવશે.બાસવરાજ બોમ્માઇએ લિંગાયત સમુદાયમાંથી આવે છે અને તેઓ બી.એસ.યેદીયુરપ્પાના(BS Yeddyurappa) નજીકના વ્યક્તિ માનવામાં આવી રહી છે.

રાજ્યના કાર્યકારી મુખ્યપ્રધાન બી.એસ.યેદીયુરપ્પાએ બે વર્ષનો કાર્યકાળ પુરો થતા મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું હતું અને  મંગળવારે  મુખ્યપ્રધાનના પદ માટે બાસવરાજ બોમ્માઇના નામ પર મહોર લગાવવામાં આવી હતી.

 

 

યેદિયુરપ્પા બાદ ભાજપે ફરી એકવાર લિંગાયત સમુદાયમાંથી(Lingayat Community) જ નવા મુખ્ય પ્રધાનની પસંદગી કરવામાં આવી છે. આપને જણાવવું રહ્યું કે, બાસવરાજ બોમ્માઇ પણ લિંગાયત સમુદાયમાંથી આવે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે,ભાજપે વિધાનસબાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બાસવરાજ બોમ્માઇની લિંગાયત સમુદાયની પસંદગી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં આ લિંગાયત સમુદાયની વસ્તી લગભગ 17 ટકા જેટલી છે.ઉપરાંત યેદિયુરપ્પાના રાજીનામા બાદ લિગાંયત સમુદાય દ્વારા  વિરોધ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Rajasthan : કેબિનેટ ફેરબદલ પહેલા ગેહલોત સરકારનો મોટો નિર્ણય, 283 RASની કરાઈ બદલી

આ પણ વાંચો : Karnataka: રાજીનામાની જાહેરાતનાં 20 દિવસ પહેલાજ રાજીનામું આપી ચુક્યા હતા યેદિયુરપ્પા ! PM Modi પાસે હતો તેમનો પત્ર

Published On - 11:13 am, Wed, 28 July 21

Next Article